The Devyani's KitchenTest of Restaurant at Home
ગ્લાસ ઢોકળા | Glass Dhokla recipe | Quick and Easy Snack recipe in Gujarati

ગ્લાસ ઢોકળા | Glass Dhokla recipe | Quick and Easy Snack recipe in Gujarati

ગ્લાસ ઢોકળા બનાવવાની રીત:

બેટટર ની સામગ્રી:
– 1 કપ રવો
-1 નાનો કપ દહીં
-1 પેકેટ ENO
-મીઠું(સ્વાદ અનુસાર
– સૌ પ્રથમ 1 કપ રવા ની સાથે આપણે એક નાનું બાઉલ દહીં લેશું અને સાથે અહીં અદધા કપ જેટલું પાણી ઉમેરીશું.અને હવે તેને મિક્સ કરી 15-20મિનિટ માટે રેસ્ટ કરવા મૂકવું

સામગ્રી: (stuffing(બટેકા નો માવો))
-1 bowl બાફેલા બટાટા(ટુકડા)
-1tps oil
-1/2tps રાય
-1/2tps જીરું
-1/4tps હિંગ
-લીમડા ના પત્તા
-1 midium સમારેલી ડુંગળી
-થોડા વટાણા
– થોડું ઝીણું સમારેલું (ગાજર , કેપ્સિકમ, બીટ ,ફણસી)
-1 tps (આદુ , મરચા અને લસણ ની પેસ્ટ)
-1/4 tps (ગરમ મસાલો , હળદર)
-ચાટ મસાલો
-સમારેલી કોથમરી

ગ્લાસ ઢોકળા બનાવવાની રીત:

– હવે પેનમાં oil ગરમ કરવા મુકીશું, તેલ ગરમ થાય એટલે રાઈ , જીરું,હિંગ ,લીમડા ના પત્તા, ડુંગળી નાખી ને મિક્સ કરી લેશું.

-હવે તેમાં વટાણા, ગાજર ,કેપ્સિકમ,બીટ , આદુ મરચા લસણ ની પેસ્ટ , ફણસી ,ગરમ મસાલા પાઉડર, હળદર ,મીઠું અને બાફેલા બટેટા નાખી ને બધું મિક્સ કરી લઈશું. ત્યાર બાદ થોડો ચાટ મસાલો અને કોથમરી એડ કરીશું, હવે આપણું satuffing રેડી થઈ ગયું છે.

-15-20મિનિટ રેસ્ટ થયેલા રવા માં 1/2 કપ પાણી , મીઠું add કારી 1 ચમચી ENO નાખી ને બધું મિક્સ કરી લઈશું.

-ત્યાર બાદ ગ્લાસ લઈ ને તેને ઓઇલ વડે ગ્રીસ કારી લઈશું કે જેથી આપના ઢોકળા સરળતાથી ગ્લાસ માંથી બહાર નીકળી જાય.

– હવે ગ્રીસ કરેલા ગ્લાસમાં થોડું બેટટર ઉમેરીશું, ત્યાર પછી stuffing રોલ ને ગ્લાસ માં એકદમ હળવા હાથે સેન્ટરમાં રાખીશું, હવે પાછું stuffing રોલ ઉપર બેટટર ઉમેરીશું(stuffing નો રોલ સેંટર માં રે તેનું ખાસ ધ્યાન રાખીશું) ગ્લાસ ને થોડો tap કરીશું.આજ રીતે બાકીના ગ્લાસ ને ભરી લેશું.

-ત્યાર બાદ ઢોકળા ને તપેલીમાં steam કરીશું. હવે તપેલીમાં એક ગ્લાસ પાણી ઉમેરીશું, ત્યાર પછી ગ્લાસને સરખી રીતે ગોઠવી ,ઢાંકણ વડે ઢાંકી લઈશું.ત્યાર બાદ 15 મિનિટ માટે ચડવા દઈશું.

-એક સળી અથવા ચપ્પુ ની મદદ થી ચેક કરશું કે ઢોકળા ચડ્યા છે કે નહીં ? , ચેક થાય પછી ગેસ બંધ કરીને complete ઠારવા દઈશું.ઠરી ગયેલા ઢોકળા ને હળવા હાથે કાઢી ચપ્પુ વડે કાપી લઈશું.

– આ રીતે તમે ખૂબ જ સરસ , કલર ફૂલ ઢોકળા ધરે બેઠા બનાવી શકો છો.

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.