The Devyani's KitchenTest of Restaurant at Home
ભેજની સિઝનમાં મીઠામાં ભેજ ના લાગે એ માટે નું સરળ ઉપાય

ભેજની સિઝનમાં મીઠામાં ભેજ ના લાગે એ માટે નું સરળ ઉપાય

ઘણીવાર કોઈ કારણસર મીઠામાં પેજ લાગી જતો હોય છે મીઠામાં પેજ લાગવા અને કારણે એને ફેંકવાનો વારો આવે છે પરંતુ તમને એક ખાસ વાત એ જણાવી દઈએ કે તમારે પણ મીઠાના ભેજ લાગી જતો હોય તો તમે ચોખાના થોડા દાણા અંદર મૂકી દો આમ કરવાથી મીઠામાં ભેજ લાગશે નહીં અને તમારો મીઠું ભેજ રહિત સુરક્ષિત રહેશે.

નાના નખને કારણે અનેક વાર લસણ ફોલવામાં તકલીફ થાય છે એવામાં તમે લસણની કળીઓને ગરમ પાણીમાં નાખો અને બે મિનિટ સુધી રહીને બહાર કાઢી લો આમ કરવાથી લસણ જલ્દીથી બોલાઈ જશે.

સૂકા આદુની છાલ ઉતારવી હોય તો થોડી વખત ઠંડા પાણીમાં રાખવાથી છાલ ફટાફટ ઉતરી જશે.

શાકની ગ્રેવી ઘટ્ટ કરવા માટે મસાલાની સાથે તેમાં થોડું છીણેલું નારિયેળ ભેળવવાથી શાક સ્વાદિષ્ટ બને છે.

બહારગામ જતી વખતે ફ્રીજ બંધ કરતાં પહેલાં તેમાં છાપાના ટુકડા ના મોટા મોટા ગોળો બનાવી ફ્રીજમાં મુકવા અને તેના પર ટેલકમ પાવડર છાંટવો જેથી ફ્રીજમાં દુર્ગંધ આવશે નહીં અને જીવાત પણ થશે નહિ.

ભજીયા બનાવતા સમયે તેલ બહુ બળે છે તે માટે ખીરામાં એક લીંબુનો રસ મિક્સ કરી નાખો જેનાથી તેલ ઓછું બળશે અને ભજીયા નો સ્વાદ પણ સારો આવશે.

પૌષ્ટિક રોટલી બનાવવા માટે ઘઉંનો લોટમાં ૧:૫ પ્રમાણમાં સોયાબીનના દાણા ઉમેરવાથી રોટલી એકદમ પૌષ્ટિક અને પાતળી બનશે.

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.