The Devyani's KitchenTest of Restaurant at Home
કાજુ દ્રાક્ષ આઇસક્રીમ બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ આઇસક્રીમ બનાવવાની રીત | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | Kaju draksh ice-cream | Dry fruits ice-cream recipe in Gujarati | 100% perfect ice-cream recipe

કાજુ દ્રાક્ષ આઇસક્રીમ બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ આઇસક્રીમ બનાવવાની રીત | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | Kaju draksh ice-cream | Dry fruits ice-cream recipe in Gujarati | 100% perfect ice-cream recipe

આજે બનાવવાનું છે ગરમીમાં ખાવાની મજા પડે તેવું ડ્રાયફ્રૂટ આઈસક્રીમ. કોઈપણ જાતના ક્રીમ કે કન્ડેન્સમિલ્ક વગર એકદમ સરળતાથી ઘરે જ આઈસક્રીમ બનાવવાનો છે. ક્રીમ અને કન્ડેન્સમિલ્ક વાળો આઈસ્ક્રીમ તમે બનાવતા હશો. પરંતુ આજે ક્રીમ વગરનો એકદમ ટેસ્ટી આઇસક્રીમ બનાવવાનો છે. તો ચાલો એકદમ સરળ ટેસ્ટી એવો ડ્રાયફ્રૂટ આઈસક્રીમ બનાવવાનું શરૂ કરીએ.

( Tags- કાજુ દ્રાક્ષ આઇસક્રીમ બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ આઇસક્રીમ બનાવવાની રીત | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | Kaju draksh ice-cream | Dry fruits ice-cream recipe in Gujarati | 100% perfect ice-cream recipe | How to make Kaju draksh ice-cream )

કાજુ દ્રાક્ષ આઇસક્રીમ બનાવવાની રીત ( How to make Kaju draksh ice-cream )

સૌ પ્રથમ આઇસ્ક્રીમ બનાવવા માટે એક લિટર દૂધ લેવું. તમે કોઈપણ દૂધ લઇ શકો છો અને જે રેગ્યુલર દૂધ લાવતા હોય તે જ લેવાનું છે અને તે દૂધમાં ચાર ચમચી મિલ્ક પાઉડર ઉમેરવો. તમે કોઈપણ સારી બ્રાન્ડનો મિલ્ક પાઉડર યુઝ કરી શકો છો. પાવડર ઉમેરવાથી આઇસ્ક્રીમનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે અને સાથે તેમાં એક ચમચી કોર્નફ્લોર ઉમેરવો. હવે દુધના પાવડરની સાથે સરસ રીતે મિક્સ કરવા માટે બે મિનિટ જેવું બ્લેન્ડર કરી લેવું.

હવે તે પાવડર વાળા દૂધને ઉકળવા માટે ગેસ પર મૂકવું અને ગેસને medium flem ઉપર તેને સાત થી આઠ મિનિટ ઉકાળી લેવું અને દૂધ ઊકળે ત્યાં સુધીમાં કાજુની પેસ્ટ બનાવી લેવી.

હવે એક મિક્સર જાર લેવું અને તેમાં થોડા કાજુ અને થોડું દૂધ ઉમેરી અને કાજુની પેસ્ટ બનાવી લેવી અને દૂધ સરસ રીતે સાત થી આઠ મિનિટ ઉકળી જાય એટલે ગેસની ફ્રેલેમને બંધ કરી દેવી અને ક્રીમ તૈયાર કરી લેવો.

હવે એક બાઉલ લેવો અને તેમાં બરફના ટુકડા ઉમેરવા. તેના ઉપર તપેલી મૂકી તમે ઘરે દૂધ ગરમ કરીએ છીએ તેની તાજી મલાઈ નીકળે તે ૨ થી ૩ ચમચી લેવાની છે અને બીટરના મદદથી મલાઈને થોડી બીટ કરી લેવી અને સાથે થોડું દૂધ ઉમેરી દેવું, જેથી બીટ કરવામાં આસાની રહી જાય અને પાઉડરવાળા ગરમ દૂધમાં તૈયાર કરેલી કાજુની પેસ્ટ ઉમેરવી અને તેમાં બીટ કરેલી મલાઈ ઉમેરી દેવી અને હવે આઈસ્ક્રીમની પેસ્ટને બે થી ત્રણ મિનિટ બીટર કરી લેવું.

હવે આઈસ્ક્રીમમાં નાખવાના કાજુ અને બદામના પીસીશને થોડા ડ્રાય રોસ્ટ કરી લેવા. roast કરેલા કાજુ બદામનો ટેસ્ટ આઇસક્રીમમાં ખુબ જ સરસ લાગે છે અને તેને ત્રણ થી ચાર મિનિટ માટે કાજુ બદામ ને roast કરી લેવાના છે અને તે roasted dry fruitsને થોડા ઠંડા થવા સાઇડ પર મૂકી દેવા અને તૈયાર કરેલા આઇસ્ક્રીમ અને ફરી ગેસ પર મૂકવું.

હવે તેમાં થોડા roasted dry fruit ઉમેરી અને પ્લાસ્ટિકના બે ડબ્બા લેવા અને તેમાં તૈયાર કરેલો આઈસ્ક્રીમ બેઇઝને ડબ્બામાં કડછીની મદદથી ભરી દેવો અને તેની ઉપર roasted dry fruits sprinkle કરી દેવાનું, સાથે દ્રાક્ષ પણ સ્પ્રિંકલ કરી દેવી અને તે પ્લાસ્ટિકની થેલી માંથી બે ભાગ કરી તેને ડબ્બા પર મૂકી દેવા અને પછી ડબાનું ઢાંકણ બંધ કરી દેવું. પ્લાસ્ટિક મૂકવાથી આઈસ્ક્રીમમાં બરફ જામતો નથી.

હવે તે આઇસક્રીમને જામવા માટે પાંચથી છ કલાક ડીપ ફ્રીજ માં મૂકી દેવું અને છ કલાક પછી ફ્રીજમાંથી આઈસક્રીમના ડબ્બાને કાઢી લેવો અને તેને ખોલી નાખવો. તો એકદમ સરસ જામીને તૈયાર થઈ ગયો હોય તો તે આઈસ્ક્રીમ કાઢવાની સ્પુનની મદદથી એક સર્વિંગ બાઉલમાં કાઢી લેવો. આ આઇસક્રીમ ક્રીમ કે કન્ડેન્સમિલ્ક વગરનો બને છે અને આ ઉનાળાની ગરમીમાં તમે બનાવી શકો છો. કાજુ ડ્રાયફ્રૂટ્સ આઇસક્રીમની રેસીપી તમને પસંદ આવી હોય તો તમે પણ અમારી વેબ સાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

ઠંડાઈ પ્રીમિક્સ બનાવવાની રીત
વરીયાળી કોલ્ડડ્રિંક બનાવવાની રીત
પાન કોલ્ડડ્રિંક્સ બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.