The Devyani's KitchenTest of Restaurant at Home
આથેલા મરચાં બનાવવાની રીત | બોળિયા ખાટીયા મરચાં બનાવવાની રીત | Athela marcha banavani rit | Bharela marcha Recipe in Gujarati

આથેલા મરચાં બનાવવાની રીત | બોળિયા ખાટીયા મરચાં બનાવવાની રીત | Athela marcha banavani rit | Bharela marcha Recipe in Gujarati

આજે આપણે બનાવવાના છીએ મરચાનું અથાણું અને એક નહીં પરંતુ ત્રણ અલગ પ્રકારના મરચા નુ અથાણુ બનાવવાના છીએ અને આ મરચા નું અથાણું તમે બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો તો આજ અલ્લા લેલા ભરેલા મરચા નું અથાણું અને બોલ્યા લીલા મરચાનું અથાણું ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે અને સાથે જે અથાણાનો હવેજ કે સંભાર બનાવવા ના જ છીએ તે તમે કેરી ના અથાણાં પણ વાપરી શકો છો આ અથાણાનો હવેજ પણ પરફેક્ટ માપ સાથે બનાવવાનો છીએ. તો ચાલો આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવું મરચાનું અથાણું બનાવવાનું શરૂ કરીએ.

( Tags-આથેલા મરચાં બનાવવાની રીત | લાલ અને લીલા ભરેલા મરચાનું અથાણું | ભરેલા મરચાનું અથાણું | બોળિયા ખાટીયા મરચાં બનાવવાની રીત | Athela marcha banavani rit | Bharela marcha Recipe in Gujarati | How to make Athela marcha recipe | How to make Bharela marcha )

ભરેલા મરચાનું અથાણું બનાવવાની સામગ્રી ( Ingredients for Bharela marcha )

  • મિડિયમ સાઈઝના લાલ અને લીલા મરચાં
  • 100 ગ્રામ મેથીના કુરિયા
  • 100 ગ્રામ રાઈના કુરિયા
  • ૫૦ ગ્રામ ધાણાના કુરિયા
  • 5 થી 6 કાળા મરી
  • 4 થી 5 લવિંગ
  • 2 થી 3 તજના ટુકડા
  • 1 ચમચી મીઠું
  • 1 ચમચી વરિયાળી
  • અડધી ચમચી હિંગ

બનાવવાની રીત

સૌપ્રથમ બોળીયા, ખાટીયા મરચા ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો બોળીયા ખાટીયા મરચા બનાવવા માટે દેશી લીલા અને મિડિયમ સાઈઝના મરચાં લેવાના છે. હવે તે મરચાને ચપ્પુ વડે કાપો પાડી તેમાંથી નાની ચમચી ના છેડા ના ભાગથી મરચાની અંદરથી રગ અને બીજ કાઢી લેવાના છે. અને તમને જો મરચાનું અથાણું તીખુ ભાવતું હોય તો તમારે રગ નથી કાઢવાની, આમ બધા જ મરચાની રગ અને બીજ કાઢીને તૈયાર કરી લેવા.

હવે મરચાને એક કાચના બાઉલમાં લેવા અને તેમાં એક મોટા લીંબુનો રસ, એક ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાંખી ચમચીની મદદથી સરસ રીતે મિક્ષ કરી લેવું અને આ મરચાંને દિવસમાં ત્રણ થી ચાર વખત મિક્સ કરવાના છે અને બે દિવસ પછી મરચામાં એકદમ સરસ લીંબુ મીઠું અને હળદર ચડી ગયા હોય અને મરચાનો કલર પણ ચેન્જ થઈ ગયો હોય તો તેને એક ડીશમાં લઈ લેવા.તો આ મરચા ને તાજા તાજા બનાવી ફ્રીજમાં રાખી ખાઈ શકો છો.

હવે બનાવવાનું છે લાલ પરેલા મરચા અને લીલા મરચાનો સ્ટોર કરી શકાય તેવું અથાણું અથાણું બનાવી તમે ગમે ત્યારે ખાઈ શકો છો જમવા નો સ્વાદ બે ગણો વધારી દેશે એવું ભરેલા મરચા નું અથાણું બનાવવાનું છે.

તો સૌ પ્રથમ ભરેલા મરચાનું અથાણું બનાવવા માટે મરચામાં ભરવાનો હવેજ મીડિયમ સાઇઝના તાજા લાલ મરચાં લેવાના છે અને તે જ રીતે લીલા મરચાં લેવાના છે અને સાથે 100 ગ્રામ મેથીના કુરિયા, 100 ગ્રામ રાઈના કુરિયા અને ૫૦ ગ્રામ ધાણાના કુરિયા લેવાના છે અને સાથે હવેજ નો વઘાર કરવા માટે પાંચથી છ કાળા મરી, ચારથી પાંચ લવિંગ અને બેથી ત્રણ તજના ટુકડા લેવાના છે. અને એક ચમચી મીઠું, 1 ચમચી વરિયાળી અને અડધી ચમચી હિંગ લેવાની છે.

હવે સૌપ્રથમ મરચા ભરવા માટે મરચા તૈયાર કરી લેવા. તો હવે આ મરચામાંથી એક મરચાને કાપો પાડી ચમચી ના પાછળના ભાગેથી એક્સ્ટ્રા રગ અને બીજ કાઢી લેવાના છે. તો તમે તીખા મરચા ખાવાનું પસંદ કરતા હોય તો તમારે રગ અને બીજ નથી કાઢવાની. હવે લાલ અને લીલા મરચાને બીજ કાઢી લેવાના છે અને મરચા ભરવા માટે તૈયાર કરી લેવા.

હવે મરચા ભરવા માટે મરચામાં ભરવા માટેનો હવેજ તૈયાર કરી લેવો. તેની માટે ગેસ ઉપર એક પેન મૂકવું અને તેમાં ત્રણ ચમચા તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરી અને તેમાં ખડા મસાલા ઉમેરવા. અને થોડા સાંતળી લેવા. તૈયાર કરેલા મેથીના કુરિયા ઉમેરવા અને તેને એકાદ મિનિટ સાંતળી તેમાં રાઈ ના કુરિયા ઉમેરવા અને તેને પણ થોડા સાંતળી તેમાં ધાણા ના કુરિયા ઉમેરી દેવા.

જો તમને તેલ ઓછું લાગે તો થોડું ઉપરથી ઉમેરી શકો છો અને મેથી અને રાઈના કુરિયા ના અડધા ભાગના ધાણાના કુરિયા નાખવાના છે અને તેમાં અડધી ચમચી હળદર ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેવા. અને કુરિયાની સુગંધ આવવા લાગે અને કુરિયાનો થોડો કલર ચેન્જ થઈ જાય એટલે ગેસ ની flem બંધ કરી દેવી. તેને ગેસ પરથી નીચે ઉતારી લેવાનું છે અને હવે તેમાં વધાર ઉમેરી મિક્સ કરી લેવાનું છે અને આ હવેજને ઠંડો થવા માટે સાઈડ પર મૂકી દેવાનો છે.

હવે આ બનાવેલા હવેજ ને એક વાટકામાં લેવું અને તેમાં એક ચમચી લાલ મરચું પાઉડર અને બે ચમચી મીઠું અને ૨ નાની ચમચી ખાંડ અને એક લીંબુનો રસ ઉમેરો અને ચમચીની મદદથી સરસ રીતે બધાજ મસાલા અને મિક્સ કરી દેવા.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

ચટણી સેન્ડવીચ
વણેલા ગાંઠિયા બનાવાની રીત
નાયલોન ખમણ બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.