The Devyani's KitchenTest of Restaurant at Home
બટેટા ભૂંગળા બનાવવાની રીત | ટેસ્ટી બટેટા ભૂંગળા | ભાવનગરના ફેમસ બટેટા ભૂંગળા | Batata Bhungla banavani rit | Batata Bhungla recipe in Gujarati

બટેટા ભૂંગળા બનાવવાની રીત | ટેસ્ટી બટેટા ભૂંગળા | ભાવનગરના ફેમસ બટેટા ભૂંગળા | Batata Bhungla banavani rit | Batata Bhungla recipe in Gujarati

આજે આપણે ભાવનગરના ના ફેમસ એવા ભુંગળા બટેટા બનાવવાના છીએ. ભાવનગરમાં બે પ્રકારના બટાટા ભૂંગળા મળે છે એક લસણ વાળા બટેટા અને એક છે લસણ વગરના. તો આજે આપણે લસણીયા બટેટા અને લસણ વગરના બટેટા એમ બંને પ્રકારના બટેટા બનાવીશું આ ભાવનગરી ભુંગળા બટેટા ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે. તો ચાલો આપણે ભાવનગરના ફેમસ એવા ભુંગળા બટેટા બનાવવાનું શરૂ કરીએ.

(Tags-બટેટા ભૂંગળા બનાવવાની રીત | ભાવનગરના સ્પેશિયલ બટેટા ભૂંગળા | ટેસ્ટી બટેટા ભૂંગળા | લસણીયા બટેટા ભૂંગળા | Batata Bhungla banavani rit | Batata Bhungla recipe in Gujarati | Testy Batata Bhungla recipe | How to make Batata Bhungla )

બટેટા ભૂંગળા બનાવવાની સામગ્રી ( Ingredients for batata Bhungla )

  • 1 ચમચી પીસેલું લસણ
  • 3 થી 4 ચમચી લાલ મરચું પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ચપટી હળદર
  • 3 થી 4 ચમચી પાણી
  • અડધું લીંબુ
  • 2 ચમચી ખજૂર આંબલીની ચટણી
  • 2 ચમચી ડુંગળી
  • 500 ગ્રામ બાફેલા બટેટા
  • 250 ગ્રામ કાચા ભૂંગળા

સૌપ્રથમ લસણીયા બટેટા બનાવવા માટે એક બાઉલમાં પીસેલું લસણ, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર, ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી નાંખી તેને મિક્સ કરી પેસ્ટ બનાવી લેવી.

હવે લસણ વગરના બટેટા બનાવવા માટે એક બાઉલ લેવું અને તેમાં ૩ થી ૪ ચમચી લાલ મરચું પાવડર, મીઠું અને ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી નાખી તેને પણ પેસ્ટ બનાવી લેવી.

હવે બંને બટેટા ની પેસ્ટ તૈયાર થઈ ગઇ હોય તો બટેટાને બાફી તેની છાલ કાઢી લેવી અને સૌ પ્રથમ પહેલા ભૂંગળા તળી લેવાના છે.

ભુંગળા તળવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થઇ જાય એટલે થોડા થોડા ભૂંગળા તેલમાં નાખી તળી ને જાર વડે કાઢી લેવા અને ભાવનગરમાં જે ચિત્રા જી.આઇ.ડી.સી ભુંગળા બને છે તે લેવાના છે. આ ભાવનગર ભૂંગળા છે તે ટેસ્ટ માં ખુબ જ સરસ આવે છે અને તળતી વખતે ભૂંગળા એકદમ લીસા થાય છે હવે તમારે જેટલા જોતા હોય તેટલા પ્રમાણમાં ભૂંગળા તળી લેવાના છે.

હવે ભૂંગળા તળાઈ જાય એટલે બટેટા બનાવવાના છે બટેટા બનાવવા માટે જે લસણ વગર ની પેસ્ટ તૈયાર કરી છે તે બાઉલમાં લેવી. જે ભૂંગળા તળવા માટે તેલ ગરમ કર્યું હતું તેમાંથી બે ચમચી તેલ આ પેસ્ટમાં ઉમેરી દેવું અને સરસ રીતે મિક્ષ કરી લેવું. તેને સાઈડ માં મૂકી દેવું.

હવે લસણીયા બટેટા બનાવવા માટે ગેસ ઉપર એક પેન મૂકવું અને તેમાં 2 ચમચા તેલ નાખવું. તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ ઉમેરવી. લસણ વાળી પેસ્ટ તૈયાર કરી હતી તે ઉમેરી દેવી અને તેને સરસ રીતે સાંતળી લેવું.

આ લસણીયા બટેટા છે તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. અને તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરવું.સાથે એક પિંચ ( ચપટી ) જેટલો રેડ ફૂડ કલર પાણીમાં ઘોળીને ઉમેરી દેવો અને ફૂડ કલર ઉમેરવો બિલકુલ optional છે. બે મિનીટ જેટલું સાંતળી તેમાં બાફેલા બટેટાના પીસીસ ઉમેરી દેવા અને સરસ રીતે મિક્ષ કરી લેવું. તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં અડધા લીંબુનો રસ એડ કરવો અને સરસ રીતે મિક્ષ કરી લેવું.

હવે લસણ વગરના બટેટાને મિક્સ કરી લેવા. તો તેના માટે એક પ્લેટમાં બાફેલા બટેટા લેવા અને તેમાં જે લસણ વગર ની તેલવાળી પેસ્ટ તૈયાર કરી હતી તે બટેટા ઉપર ચમચીની મદદથી નાખવી અને હવે ચપ્પુની મદદથી બટેટાના પીસ કરી લેવા. હવે તે જ રીતે પિસિસ કરી ચમચીની મદદથી સરસ રીતે મિક્ષ કરી લેવું અને આ લસણ વગરના બટેટા ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે હવે આ લસણ વગરના બટેટાને સાઈડમાં મુકી, એક બીજી પ્લેટ લઈ લસણીયા બટેટા લેવા અને આ બધા જ બટેટા સર્વિંગ પ્લેટમાં લઈ તેના ઉપર લીલા ધાણા sprinkle કરી દેવા.

હવે લસણ વગરના બટેટા ને વધારે ટેસ્ટી અને ફ્લેવરફૂલ બનાવવા માટે તેની ઉપર થોડો ચાટ મસાલો sprinkle કરી દેવો. અને ઝીણી સમારેલી ડુંગળી sprinkle કરી દેવી અને આ લસણીયા બટેટામાં એક ચમચી જેટલી ખજૂર આમલીની ચટણી ઉમેરવી તે બિલકુલ optional લાગે છે. તો તમને આ રેસિપી પસંદ આવે તો તમે પણ અમારી વેબ સાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

ચટણી સેન્ડવીચ
રાજ કચોરી બનાવવાની રીત
પોટેટો બર્ડ્સ નેસ્ટ બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.