The Devyani's KitchenTest of Restaurant at Home
બટેટા ધાણાની ચિપ્સ બનાવવાની રીત | ફરાળી ચિપ્સ | Batata Dhana ni Chips banavani rit | Batata Chips recipe in Gujarati

બટેટા ધાણાની ચિપ્સ બનાવવાની રીત | ફરાળી ચિપ્સ | Batata Dhana ni Chips banavani rit | Batata Chips recipe in Gujarati

આજે આપણે બનાવવાના છીએ એકદમ નવી જ બટેટાની ક્રિસ્પી વેફર. આપણે કોઈપણ જાતના સ્પેશિયલ બટેટાના ઉપયોગ વગર ઘરમાં જ રહેલા રેગ્યુલર બટેટાનો ઉપયોગ કરીને જ એકદમ યુનિક બટેટા ની ચિપ્સ બનાવવાની છે અને બાળકોથી લઇ મોટા સુધી બધાને ભાવે તેવી એકદમ સિમ્પલ salted બટેટા ની વેફર ખૂબ જ મસ્ત બને છે અને જો તમે આ રીતની વેફર એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો તેવી મસ્ત બને છે.

( Tags-બટેટા ધાણાની ચિપ્સ બનાવવાની રીત | બટેટા ની વેફર | ફરાળી રેસિપિ | ફરાળી ચિપ્સ | Batata Dhana ni Chips banavani rit | Farali recipe in Gujarati | Batata Chips recipe in Gujarati | How to make Batata Chips )

બટેટા ધાણાની ચિપ્સ બનાવવાની રીત ( Ingredients for Batata Dhana Chips )

  • 4 નંગ બટેટા
  • 2 ચમચી મેંદો
  • 2 ચમચી કોર્નફ્લોર
  • 1 વાટકી લીલા ધાણા ( આખાં પાન )

તો ચાલો આપણે ધાણા બટેટાની વેફર બનાવવાનું શરૂ કરીએ. હવે ચાર નંગ બટેટા લેવાના છે અને ઘરે જે બટેટા ખાતા હોઈએ તે જ લેવાના છે. બે ચમચી મેંદો, બે ચમચી કોર્નફ્લોર અને લીલા ધાણાના આખાં પાન લેવાના છે ધાણાના પાન ને કાપવા નથી તેને આખા રાખવાના છે.

હવે બટેટાની છાલ કાઢી લેવાની છે બધા જ બટેટાની છાલ કાઢી લેવી અહીં અને બટેટા મીડિયમ સાઇઝના લેવાના બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં એવા બટેટાની પસંદગી કરવાની છે. જેથી વેફર એકદમ સરસ માપની બને. અને બટાટાની સ્લાઈસ પાડી લેવાની છે.

હવે તેની માટે બટાટાની સ્લાઈસ પાડવાનું સ્લાઇઝર લેવું અને તેને ઊભું રાખી એક બટેટુ લઈ તેમાં સ્લાઈસ પાડી લેવાની છે અને આ ધાણા બટેટા વેફર બનાવવા માટે સ્લાઈસ એકદમ પતલી પાડવાની છે જો સ્લાઈસ જાડી પડશે તો વેફર નહીં બને અને સોફ્ટ થઈ જશે અને તેનો પરફેક્ટ લુક છે તે પણ નહિ આવે.

એકદમ પતલી ટ્રાન્સપરન્ટ સ્લાઈસ બની જાય એટલે તેના ઉપર એક ધાણાનું પાન લઇ તેને બટાટાની સ્લાઈસ ઉપર મૂકવાનું અને તેની ઉપર થોડો મેંદો sprinkle કરી લેવાનો છે અને તેની ઉપર બીજી બટાટાની સ્લાઈસ મૂકી તેની બધી સાઇડથી પ્રેસ કરી લેવાનું છે.મેંદો નાખવાથી વેફર જે એકદમ ચીપકીને સીલ થઈ જાય જેથી કરીને તે તળતી વખતે ખૂલે નહીં.

હવે મેંદો sprinkle કરી બરાબર પ્રેસ કરી લેવો. અને તે જ રીતે બધી જ વેફર તૈયાર કરી લેવી. હવે તૈયાર કરેલી પડવાળી વેફરને તળવાની છે. તો તેની માટે ગેસ પર એક પેનમાં તેલ ને ગરમ કરવા મૂકવું અને તેલ ગરમ થઇ જાય એટલે એક એક કરીને વેફરને તેલમાં તળવા મૂકી દેવાની છે હવે ગેસની mediyam આંચ ઉપર વેફરને તળવાની છે અને તળાંઇને એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે વેફરને એક ડિશમાં કાઢી લેવી.

તમે આ વેફરને વધારે ટેસ્ટી બનાવવા માટે તેની ઉપર ચાટ મસાલો અને ચીલી ફ્લેક્સ sprinkle કરી શકો છો અને આજે રિફ્લેક્સ નાખવાથી વેફર એકદમ સોસલી salty અને spicy તૈયાર થાય છે અને તમે આવી વેફર પહેલા ક્યારેય નહીં ખાધી હોય. તો તમે આ યુનિક ધાણા બટેટાની ચિપ્સ એકવાર જરૂરથી બનાવજો. જો તમને આ રેસિપી પસંદ આવે તો તો તમે પણ અમારી વેબ સાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

ફરાળી ડિશ બનાવવાની રીત
પોટેટો બર્ડ્સ નેસ્ટ બનાવવાની રીત
ફરાળી ભજીયા બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.