The Devyani's KitchenTest of Restaurant at Home
છાલવાળું બટેટાનું શાક | ગુજરાતી સ્ટાઇલ થી છાલવાળું બટેટાનું શાક | મદિર જેવુ બટેટાનું શાક | Kathiyawadi chhalvalu Bateta nu shak | bateta nu shaak recipe in Gujarati

છાલવાળું બટેટાનું શાક | ગુજરાતી સ્ટાઇલ થી છાલવાળું બટેટાનું શાક | મદિર જેવુ બટેટાનું શાક | Kathiyawadi chhalvalu Bateta nu shak | bateta nu shaak recipe in Gujarati

આજે બનાવવાનું છે છાલવાળુ બટેટાનું શાક. ઘરમાં કંઈ પણ શાક ન હોય તો તમે ફટાફટથી આ છાલવાળું બટેટાનું શાક બનાવી શકો છો. અને શાક ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો ચાલો બટેટાનું શાક બનાવવાનું શરૂ કરીએ.

( Tags- છાલવાળું બટેટાનું શાક | ગુજરાતી સ્ટાઇલ થી છાલવાળું બટેટાનું શાક | મદિર જેવુ બટેટાનું શાક | Kathiyawadi chhalvalu Bateta nu shak | bateta nu shaak recipe in Gujarati | How to make chhalvalu Bateta nu shak )

છાલવાળું બટેટાનું શાક ( chhalvalu Bateta nu shak )

સૌપ્રથમ છાલવાળુ બટેટાનું શાક બનાવવા માટે બટેટાને સરસ રીતે પાણી વડે સાફ કરી લેવાના છે અને ચપ્પુ વડે મીડિયમ સાઇઝના કટકા કરી લેવાના છે. અને બધા જ બટેટા ને કાપી લેવા.

હવે બધા જ બટેટા કપાય જાય એટલે ગેસ શરૂ કરી તેના ઉપર કુકર મૂકી દેવું.અને તેમાં 2 પાવળા તેલ નાખવું.અને તેલ ગરમ થાય જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરવી.હવે રાઈ સરસ ફૂટે એટલે તેમાં અડધી ચમચી આંખું જીરું ઉમેરી દેવું અને થોડા મીઠા લીમડાના પાન અને ચપટી હિંગ ઉમેરવી.અને તેમાં કાપેલા બટેટા ઉમેરવા અને ચમચાની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવું.

હવે તેમાં 1 ટામેટાને કાપીને ઉમેરી દેવું અને ટામેટાનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી આવે છે.હવે તેમાં અડધી ચમચી જીરૂ,અડધી ચમચી હળદર, 1 નાની ચમચી ખાંડેલી લસણની ચટણી,અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચુંને ઉમેરી દેવું અને સરસ રીતે મિક્સ કરી લેવું.

હવે તેમાં 1.30 ગ્લાસ પાણી ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી કુકરનું ઢાંકણ બંધ કરી દેવું અને કૂકરની 5 સિટી કરી લેવી અને 5 સિટી થાય જાય એટલે ગેસ બંધ કરી દેવો.અને કુકરમાંથી તેની જાતે જ હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલીને ચમચાની મદદથી સરસ મિક્સ કરી લેવું અને ધાણા કાપેલા છે, તેને ઉમેરી દેવા. તો આ છાલવાળુ બટેટાનું શાક ની રેસિપી પસંદ આવે તો તમે પણ અમારી વેબસાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

ગુવાર બટેટાનું શાક બનાવવાની રીત
બટેટા ભૂંગળા બનાવવાની રીત
સરગવા બટેટાનું શાક બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.