The Devyani's KitchenTest of Restaurant at Home
લીલા વટાણા અને બેસન ના ઢોકળા ની રેસિપિ | Lila vatana ane besan na dhokla ni recipe by The Devyani’s kitchen

લીલા વટાણા અને બેસન ના ઢોકળા ની રેસિપિ | Lila vatana ane besan na dhokla ni recipe by The Devyani’s kitchen

જો તમને આ રેસિપી પસંદ આવે તો તમે અમારી Youtube (The Devyani’s Kitchen – Gujarati ) ચેનલ પર પણ આ રેસીપી જોઈ ને ઘરે જ એક્દમ બહાર જેવીજ recipe બનાવી શકો છો.

સામગ્રી:-

1 કપ વટાણા
૧ ટી.સ્પૂન લાલ મરચું પાવડર
1 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ
10 નંગ લીમડા ના પાન
સ્વાદાનુસાર મીઠું
1 ટીસ્પૂન આદુની પેસ્ટ
૨ ટે.સ્પૂન ખાંડ
1 કપ બેસન
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચા
1/2 ટી.સ્પૂન બેકિંગ પાવડર
1/2 ટી સ્પૂન તેલ
1 ટી સ્પૂન રાઈ

વિધિ:-

એક મિક્સર જારમાં વટાણા લઈને તેને ક્રશ કરીને પેસ્ટ બનાવી લેવી લો વટાણાની પેસ્ટ અને બાઉલમાં લઈ લો તેમાં બેસન લાલ મરચું પાઉડર મીઠું બેકિંગ સોડા લીલા મરચાની પેસ્ટ અને આદુની પેસ્ટ ઉમેરીને હાથથી મિક્સ કરી લો. જરૂર મુજબ થોડું પાણી એડ કરો અને ફરીથી મિક્સ કરીને તેને 10 15 મિનિટ નો રેટ આપો.

ઢોકળા બનાવવાની પ્લેટ લો તેને તેલથી ગ્રીસ કરી લો અને તૈયાર કરેલું ખીરૂં તેમાં પાથરો.

ઢોકળા બનાવવા માટેના કૂકર કે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે ખીરાવાળી પ્લેટ ને તેમાં મૂકીને ઢોકળા ચડવા દો ગેસની ફલેમ મીડીયમ રાખવી ઢોકળા ચડી જાય એટલે પ્લેટ ને બહાર કાઢીને તેના ટુકડા કરી લો.

એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં લીમડાના પાન સમારેલા લીલા મરચાં હિંગ અને રાઈ ઉમેરીને તતડવા દો હવે ઢોકળા પર પહેલા તૈયાર કરેલું ખાંડ વાળું પાણી રેડો બાદમાં તૈયાર કરેલું વધાર પણ ઉમેરો તો તૈયાર છે. બેસન અને લીલા વટાણાના ઢોકળા.

જો તમને અમારી આ રેસીપી પસંદ આવે તો તમે અમારી બીજી વાનગીઓ પણ જોઈ શકો છો, જેવી કે

ગ્રીલ સેન્ડવીચ રેસીપી

રોટલો બનાવાની રીત

પાન મુખવાસની રેસીપી

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.