The Devyani's KitchenTest of Restaurant at Home
સુરતી લોચો બનાવવાની રીત | સુરતનો ફેમસ લોચો | પરફેક્ટ સુરતી લોચો | લારી જેવો ટેસ્ટી સુરતી લોચો | Surti locho recipe in Gujarati | Surti locho banavani rit | Best Street food in Surat

સુરતી લોચો બનાવવાની રીત | સુરતનો ફેમસ લોચો | પરફેક્ટ સુરતી લોચો | લારી જેવો ટેસ્ટી સુરતી લોચો | Surti locho recipe in Gujarati | Surti locho banavani rit | Best Street food in Surat

આજે બનાવવાનું છે સુરતનો ફેમસ એવો સુરતી લોચો.આ સવારે નાસ્તામાં ખાવામાં આવે છે અને તમને ઘરે જ એકદમ સુરતની લારીઓમાં મળતો લોચો બનાવતા શીખવાડીશું. તો લોચો ટેસ્ટમાં ખુબ જ સરસ ચટપટો બને છે. જો તમારાથી લોચો ના બનતો હોય તો એકવાર અમારી વેબ સાઇટમાંથી મેથડ જોઈ ઘરે જરૂર ટ્રાય કરી શકો છો અને તો આલો સુરતનું famous street food એવો સુરતી લોચો કે જે નીચે મુજબ છે.

( Tags- સુરતી લોચો બનાવવાની રીત | સુરતનો ફેમસ લોચો | પરફેક્ટ સુરતી લોચો | લારી જેવો ટેસ્ટી સુરતી લોચો | Surti locho recipe in Gujarati | Surti locho banavani rit | Best Street food in Surat | How to make Surti locho )

સુરતી લોચો બનાવવાની રીત ( How to make Surti locho )

તો લોચો બનાવવા માટે સૌપ્રથમ ચાર વાટકી દાળ ને લઇ ત્રણ થી ચાર વાર પાણી વડે સાફ કરી લેવી અને પાંચ થી છ કલાક માટે પાણીમાં પલાળી દેવાની છે અને તે સરસ રીતે પલળી જાય એટલે સાથે એક વાટકી ચોખાના પૌવાને પાણીથી સાફ કરી પાંચ મિનિટ માટે પલાળી દેવાના છે અને ચોખાના પૌવા નાખવાથી લોચાનો બેટર એકદમ સ્મૂથ તૈયાર થાય છે.

હવે દાળ અને ચોખાને એક મિક્સર જારમાં પલાળેલી દાળ માંથી ૩ થી ૪ ચમચા પલાળેલી ચણાની દાળ અને બે ચમચી જેટલો ચોખાના પૌવા ઉમેરી દેવા અને સાથે તેમાં ચણાની દાળ સરસ રીતે પીસી લેવી. તે પ્રમાણે ખાટી છાશ ઉમેરી તેને પણ મીડીયમ પીસી લેવું. અને ઢાંકણ ખોલી જોઈ લેવું. તો લોચો બનાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું હોય તો તે મિશ્રણને પીસીને તૈયાર કરવું અને તેમાં અડધી ચમચી મીઠું, 1 ચપટી હિંગ, અડધી ચમચી હળદર અને 2 ચમચી ચણાનો લોટ ઉમેરી, તેમાં બે ચમચી જેટલું તેલ ઉમેરી અને ચમચીની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવું.

હવે બેટરને સ્મુથ રીતે તૈયાર કરી લેવાનું છે. લોચો બનાવવા માટેનું બેટર પાતળું રાખવાનું છે, બહુ જાડો હશે તો લોચો બરાબર બનશે નહીં અને તૈયાર થયેલા લોચાના બેટરને ઢાંકણ ઢાંકી ત્રણ થી ચાર કલાક ફરમાનન્ટ થવા દેવું, એટલે કે આથો લાવવા માટે મૂકી દેવું. જો તમારે ઇન્સ્ટન્ટ લોચો બનાવવો હોય તો લોચા બેટરને એકાદ કલાકનો રેસ્ટ આપીને પણ બનાવી શકો છો અને લોચાનું બેટર રેસ્ટ કરે ત્યાં સુધી મા લોચા ઉપર સ્પ્રિંકલ કરવાનો મસાલો બનાવી લેવો.

તેની માટે એક બાઉલ લેવું અને તેમાં એક ચમચી સંચળ પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાઉડર, એક ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી જેટલું મીઠું અને ચપટી હિંગ ઉમેરીને બધા મસાલાને સરસ રીતે મિક્ષ કરી લેવું. અને લોચો સ્પ્રિંકલ કરવાનો સ્પેશિયલ મસાલો છે. તેનાથી લોચો એકદમ સ્વાદિષ્ટ લાગે છે.

હવે મસાલો રેડી કરવા માટે લોચા બેટરમાં નાખવાની આદુ-મરચાની પેસ્ટ બનાવી લેવી. તેની માટે એક મિક્સર જારમાં ચારથી પાંચ લીલા મરચાં અને એક આદુના ટુકડાને ખમણી લેવું અને તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે મરચાં નાખવાના છે અને થોડું પાણી નાખી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી સરસ રીતે પીસી લેવું અને તે તૈયાર થયેલી પેસ્ટને બેટરમાં ઉમેરી દેવાની છે.

હવે એકદમ સરસ રીતે લોચો બેટર તૈયાર થઈ જાય એટલે બેટર માં એક ચપટી જેટલું બેકિંગ સોડા ઉમેરી અને સાથે આદુ મરચાની પેસ્ટ ઉમેરી અને એક જ દિશામાં એક મિનિટ જેટલું ફેટી લેવું જેથી બેકિંગ સોડા છે તે એકદમ એક્ટિવેટ થઈ જશે અને પરફેક્ટ માપ સાથે લોચો બનાવવા માટેનું બેટર રેડી થઈ જશે. લોચો બનાવવા માટે ગેસ પર ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકવું, પાણી ગરમ થાય ત્યાં સુધીમાં પ્લેટ રેડી કરી લેવી અને જે ઢોકળાં બનાવવાની પ્લેટ આવે છે તેમાં થોડું તેલ લગાવી અને પછી તેમાં લોચનું બેટર ઉમેરી દેવું.

હવે ડીસમાં લોચાનું બેટર બે કડચી જેટલું નાખવાનું છે, કે જેથી લોચો એકદમ સરસ રીતે પતલો બનશે અને ખાસ બેટr બહુ ઝાડું પણ નહીં રાખવાનું અને સાવ પતલુ પણ નથી રાખવાનું અને ઢોકળિયામાં પાણી ગરમ થાય એટલે બેટરવાળી પ્લેટને ઢોકળીયામાં મૂકી દેવાની અને ઢાંકણ ઢાંકી પાંચથી સાત મિનિટ ચઢવા દેવાનું છે.

હવે સાત મિનિટ પછી ઢોકળીયામાંથી બહાર કાઢી તેને ચપ્પુની મદદથી કાપા પાડી દેવાનું છે અને તવેથાની મદદથી ઉખાડી લેવું અને લોચો સાથે ખાવાની ચટણી બનાવી લેવી.

તો એક મિક્સર જાર લેવું અને તેમાં પાંચ થી સાત લીલા કાપેલાં મરચાં, ૧ વાટકી જેટલા લીલા ધાણા અને ધાણા ઓછા નાખો તો પણ ચાલશે. અડધી ચમચી ફુદીનાનો પાઉડર, તમારી પાસે જે લીલો ફુદીનો હોય તે ૧૦ થી ૧૨ સુધીના ના પાન ઉમેરવા, અડધી ચમચી મીઠું, બે ચમચી ખાંડ, ૧ લીંબુનો રસ અને થોડી છાશ ઉમેરી મિક્સર જારનુ ઢાંકણ બંધ કરી ચટણી બનાવી લેવી અને છાશની જગ્યાએ પાણી પણ નાખી શકો છો. અને પીસાઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લેવી.

તો લોચો સાથે ખાવાની ખાટી મીઠી ચટણી ગ્રીન ચટણીને એક ડિશમાં કાઢી લેવી અને લોચાને ગરમા-ગરમ સર્વ કરી દેવું. તો તેની માટે લોચાને પલૅટમાં લઈ ઉપર ઝીણી સેવ sprinkal કરી અને સાથે બનાવેલ સ્પેશ્યલ લોચો મસાલો sprinkle કરવો.તો એકદમ રેડી ટેસ્ટી ચટપટો સુરતનો ફેમસ સુરતી લોચોની રેસીપી તમને પસંદ આવે તો તમે પણ અમારી વેબ સાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

ચટણી સેન્ડવીચ
મસાલા રોટલો રેસિપિ
બટેટા ભૂંગળા બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.