The Devyani's KitchenTest of Restaurant at Home
ચીઝ બ્રેડ પિઝા બનાવવાની રીત | ક્રિસ્પી ચીઝ બ્રેડ પિઝા | બ્રેડ નો નવો નાસ્તો | Cheese bread pizza in Gujarati | New Bread recipe

ચીઝ બ્રેડ પિઝા બનાવવાની રીત | ક્રિસ્પી ચીઝ બ્રેડ પિઝા | બ્રેડ નો નવો નાસ્તો | Cheese bread pizza in Gujarati | New Bread recipe

આજે આપણે બનાવવાના છીએ ચીઝ બેસ્ટ બ્રેડ પીઝા. આ બ્રેડ નો નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે અને બાળકોને તો આ ચીજ બ્રેડ પિઝા 100 ટકા ખૂબ જ ભાવે તેવા બને છે. બ્રેડની ઘણી બધી રેસિપી તમે બનાવતા જ હશો પરંતુ આજે તે ક્રિસ્પી ચીજ બનાવવાના છીએ તે તમે પહેલા ક્યારેય નહીં બનાવ્યા હોય. તો ચાલો આ બ્રેડ ની નવી વાનગી બનાવવાનું શરૂ કરીએ.

( Tags-ચીઝ બ્રેડ પિઝા બનાવવાની રીત | ક્રિસ્પી ચીઝ બ્રેડ પિઝા | રૂસ્ટ પુસ્ટ રેસિપિ | વેજીટેબલ રવાની બ્રેડની નવી વાનગી | બ્રેડ નો નવો નાસ્તો | Cheese bread pizza in Gujarati | New Bread recipe | New breakfast recipe | Less oil Snack Recipe | Healthy & Delicious Vegetable Trast Recipe )

પિઝા સોસ બનાવવાની સામગ્રી ( Ingredients for pizza Souse )

  • 1 નંગ મોટુ ટામેટુ
  • ચપટી હિંગ
  • ચપટી આખું જીરૂ
  • સમારેલા કાંદા
  • મરચાં
  • લસણ

સૌપ્રથમ પીઝા સોસ માર્કેટમાં મળતું હોય છે પરંતુ આજે ઘરે જ માર્કેટ જેવો પીઝા સોસ બનાવીશું. તો પીઝા સોસ બનાવવા માટે સૌ પ્રથમ એક નંગ મોટુ ટામેટુ માંથી રસ અને બીજ કાઢી નાખવાના છે. અને નાના નાના પીસ કરી લેવાના છે બે લીલા લસણની કળીઓ ને કાપી લેવાની છે. તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે સુકુ લસણ પણ લઈ શકો છો.

હવે સોસ બનાવવા માટે ગેસ પર એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દેવું. તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ, ચપટી આખું જીરૂ, સમારેલા કાંદા, ટમેટા, મરચાં, લસણ ઉમેરવા અને બધું જ સરસ રીતે મિક્સ કરી ગેસની medium flame ઉપર સાંતળી લેવાનું છે અને સાંતળવા માં જ મીઠું એડ કરી દેવાનું છે વેજીટેબલ જલ્દીથી સરસ રીતે સંતળાઈ જાય એટલે જે સોસ તૈયાર મળે છે તેઓ જ બને છે. ઘણા બાફીને પીઝા સોસ બનાવતા હોય છે પરંતુ સાંતળીને બનાવવાનો છે.

હવે વેજીટેબલ સંતળાઈ જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી લેવો અને ઠંડુ થવા દેવું. મિશ્રણ ઠંડું થઈ જાય એટલે તેને એક બ્લેન્ડર જારમાં ઉમેરી પીસી લેવું. હવે તેને પેસ્ટ તૈયાર કરી અને તેને એક બાઉલમાં કાઢી લેવાની છે.

હવે ફરી ગેસ ઉપર એક પેન મૂકી તેમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં એક ચપટી હીંગ, ૧ ચમચી લાલ મરચું પાઉડર, અને સાથે જ બનાવેલી પેસ્ટ ઉમેરી દેવી અને તેમાં અડધી ચમચી હળદર પાઉડર, અડધી ચમચી ધાણાજીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાઉડર, એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી બધા જ મસાલા ને સરસ રીતે મિક્ષ કરી લેવું.
આ પીઝા સોસ તમે કોઈપણ પીઝા બનાવો તેમાં યુઝ કરી શકો છો અને સાથે તેમાં બે ચમચી જેટલો ટોમેટો કેચપ ઉમેરી, મિક્સ કરી લેવો. પીઝા સોસને રેડ કલર લાવવા માટે તેમાં ૧ પીંચ જેટલો રેડ ફૂડ કલર પાણીમાં ઘોળીને ઉમેરી દેવો તે કલર ઉમેરવો બિલકુલ optional છે.

હવે મિક્સ કરી ૨થી ૩ મિનિટ ઢાંકણ ઢાંકી ને ચડવા દેવું અને ત્રણ મિનિટ પછી ઢાંકણ ખોલી મિક્સ કરી ગેસ પરથી નીચે ઉતારી લેવું અને આ પિઝા સોસને તમે એરટાઈટ કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં એક વિક માટે રાખી શકો છો.

પિઝાનું સ્ટફિંગ બનાવવાની સામગ્રી ( Ingredients for Pizza Stuffing )

  • 1 નંગ ઝીણું કાપેલું ટામેટું
  • 1 મોટી સાઇઝની ઝીણી કાપેલી ડુંગળી
  • 1 મોટી સાઈઝનું ઝીણું કાપેલું કેપ્સીકમ
  • મકાઈના બાફેલા દાણા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર
  • અડધી ચમચી લાલ મરચું પાઉડર
  • એક ચમચી જેટલું મેયોનીઝ

હવે બ્રેડને કટ કરી તેમાં સ્ટફિંગ ભરવાનું છે. પીઝાનું સ્ટફિંગ બનાવવા માટે ૧ નંગ ઝીણું કાપેલું ટામેટું, ૧ મોટી સાઇઝની ઝીણી કાપેલી ડુંગળી, એક મોટી સાઈઝનું ઝીણું કાપેલું કેપ્સીકમ અને અડધી મકાઈના બાફેલા દાણા લેવાના છે.

હવે એક બાઉલ લેવું અને તેમાં કાપેલી ડુંગળી ટમેટા મકાઈના દાણા અને કેપ્સિકમ ઉમેરો સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી લાલ મરચું પાઉડર અને એક ચમચી જેટલું મેયોનીઝ તમને મેયોનીઝ વધારે પડતું હોય તો તમે વધારે પણ નાખી શકો છો હવે ચમચી જેટલો ઓરેગાનો પાવડર અડધી ચમચી જેટલો ચાટ મસાલો અડધી ચમચી જેટલો જ ચીજ ચીલી ફ્લેક્સ અને ચપટી જેટલો મરી પાવડર ઉમેરી બધા જ મસાલા અને સરસ રીતે મિક્ષ કરી લેવું.

હવે બ્રેડનું કટીંગ કરવાનું છે. તેની માટે એક બ્રેડ લેવી અને વાટકીની મદદથી બ્રેડને રાઉન્ડ કટ કરી લેવાની છે અને રાઉન્ડ કટ છે તેનાથી નાની સાઈઝ ના રાઉન્ડ વાસણ લઈ તેને કટ કરી લેવાની અને બંને રાઉન્ડ ને કટ કરી લેવાનો છે.હવે બ્રેડના જે નાના નાના રાઉન્ડ છે તેની ઉપર બનાવેલો પીઝા સોસ લગાવવાનો છે અને બંને બેડ રાઉન્ડ ઉપર મૂકવાનું છે.

હવે ખાલી જગ્યામાં ખમણેલું ચીઝ મૂકવું અને તેમાં એક ચમચી પીઝાનું તૈયાર કરેલું સ્ટફિંગ ઉમેરવું. બંને પીઝા માં ઉમેરી અને તેના ઉપર ફરી ખમણેલું ચીઝ મૂકી, આ રેસિપી નું નામ છે તે પ્રમાણે ચીઝી બ્રેડ પીઝા માં ચીઝનો વધારે ઉપયોગ કરવાનો છે જેથી તેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે, અને આ રેડી થયેલા સ્ટફિંગ વાળા બંનેને શેકવાના છે.

હવે ગેસ ઉપર એક પેન મૂકવું અને તેમાં બ્રસની મદદથી ઘી લગાવવું. પછી તેમાં સ્ટફિંગ વાળા પીઝાને શેકવા મૂકવા. અને તેની ઉપર ઢાંકણ ઢાંકી દેવું. હવે બેથી ત્રણ મિનિટ પછી પીઝા પર ચીઝ મેલ્ટ થઈ જાય એટલે ઢાંકણ ખોલવું અને તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેવું તેની ઉપર ચીલી ફ્લેક્સ sprinkle કરવું અને આ ટેસ્ટી ક્રિસ્પી બસ્ટ ચીઝ પિઝાને ટોમેટો કેચપ સાથે સર્વ કરવો.

હવે બનાવશું રવા વેજિટેબલ બ્રેડ પિઝા આ બ્રેડનો એક નવો નાસ્તો છે.

આ બ્રેડ પીઝા બનાવવા માટે ઝીણો રવો લેવાનો છે. એક વાટકી ઝીણા કાપેલા ટામેટા, ડુંગળી અને કેપ્સિકમ અને ૧ વાટકી છાશ લેવાની છે. હવે રવા વાળા બાઉલમાં અડધી વાટકી છાશ ઉમેરી અને તેને ચમચાની મદદથી મિક્સ કરી મીડીયમ એવી સ્લરી બનાવવાની છે અને તેમાં કાપેલા વેજીટેબલ ઉમેરી સાથે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવું અને મિક્સ કરી તેને સાઈડ પર મૂકી દેવું.

હવે બ્રેડ લેવી. અને સેન્ડવિચ ની જે ચોરસ બ્રેડ આવે તે લેવાની છે. અને તેને ચપ્પુની મદદથી વચ્ચે ચોરસ રીતે કાપી લેવાની છે હવે આ બ્રેડ પીઝા બનાવવા માટે ગેસ પર એક પેન મૂકી દેવું અને તેમાં બ્રશની મદદથી ઘી લગાવવું. હવે કાપેલી બ્રેડને પેનમાં મૂકી ત્યારબાદ જે વચ્ચે ખાલી જગ્યા છે તેમાં ચમચીની મદદથી રવા વેજીટેબલ વાળુ મિક્સ કરેલું સ્ટફિંગ ભરી દેવું અને ચમચી ની મદદથી સરસ રીતે સેટ કરી લેવું.

હવે ગેસની flame ને સ્લો જ રાખવાની છે અને તેની ઉપર ચીઝ sprinkle કરવું અને તેની પર એક કાપેલી બ્રેડ છે તે મૂકવી અને હાથની મદદથી થોડું પ્રેસ કરી તેની પર થોડું ઘી લગાવવું હવે એક થી બે મિનિટ પછી બ્રેડની સાઈડ ને ચેન્જ કરી લેવી અને પેન માં ફરી થોડું ઘી લગાવી અને ફરીથી બ્રેડની સાઇડ ને ચેન્જ કરવી અને બંને સાઇડ સરસ રીતે શેકાય જાય એટલે તેને એક ડીશમાં લઈ લેવી.

તેની ઉપર ફરી પાછું ચીઝ sprinkle કરવું અને સાથે તેની ઉપર થોડો ચીલી ફ્લેક્સ અને થોડા લીલા ધાણા sprinkle કરવા અને તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરવો. જો તમને આ રેસિપી પસંદ આવે તો તમે પણ અમારી વેબસાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

ચટણી સેન્ડવીચ
પાવભાજી બનાવવાની રીત
ઇન્ટન્ટ સ્ટફ ઇડલી રેસિપિ

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.