The Devyani's KitchenTest of Restaurant at Home
ચટણી સેન્ડવીચ | અમદાવાદ માણેક ચોક ફેમસ સેન્ડવીચ | Cheese chutney Sandwich in Gujarati

ચટણી સેન્ડવીચ | અમદાવાદ માણેક ચોક ફેમસ સેન્ડવીચ | Cheese chutney Sandwich in Gujarati

આજે આપણે તમને શીખવીશું ગ્રિલર, ઓવન કે ટોસ્ટર કે ગેસ વગર એકદમ ચટપટી ટેસ્ટી એવી ચીઝ ચટણી સેન્ડવીચ. સેન્ડવીચ નું નામ પડે તો મોઢામાં પાણી તો આવી જ જાય બધાને ગમતો એવો નાસ્તો અહિયા તમે સરળતાથી બનાવી શકો છો અને ખાવાની તો એકદમ મજા પડી જશે અમારી youtube ચેનલ નો વિડીયો નીચે મુજબ છે. જેને જોઈને પણ તમે આ માણેક ચોક ફેમસ સેન્ડવીચ બનાવી શકો છો.

Watch Full Recipe In Gujarati

હેલ્લો ફૂડીસ ધ દેવયાની કિચનમાં તમારું સ્વાગત છે.

સેન્ડવીચ બનાવવા માટેની સામગ્રી (Ingredients for sandwich)

• એક તાજી બ્રેડ
• સમારેલી ડુંગળી
• બાફેલા બટાટાની સ્લાઈસ
• ટામેટા ની સ્લાઈસ
• કાકડીની સ્લાઇસ
• Amul ચીઝ
• સેન્ડવીચ મસાલો
• ઘી અથવા બટર

સેન્ડવીચ ની ચટણી બનાવવાની રીત (chutney for sandwich)

– ચટણી બનાવવા માટે એક મિકચર જાર લઈશું અને તેમાં આપણે લીલા ધાણા ઉમેરીશું ૩ થી ૪ મીડીયમ તીખા મરચા ઉમેરો ઉમેરીશું સાથે અડધી ચમચી ફુદીનાનો પાઉડર ઉમેરીશું તમારી પાસે જો લીલો ફ્રેશ ફુદીનો હોય તો તે લેવાનું હવે થોડા આપણે ફોતરા કાઢેલા દાળિયા ઉમેરીશું કી જેટલું સાથે એક નાની વાટકી જેટલું ખ ખમણેલું ટોપરું ઉમેરીશું એક ના ટુકડા ને પીસ કરી ઉમેરીશું ૧ લીંબુનો રસ ૧ ચમચી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું.

– આ ચટણી તમે વધારે બનાવી અને ફ્રિજમાં એકાદ મહિના સુધી એરટાઈટ કાચની બોટલમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો. અને તમે તેને ભાખરી પરોઠા રોટલી કે બ્રેડ સાથે ખાઈ શકો છો.હવે ગ્રાન્ડ થયેલી ચટણી તમે જોઈ શકતા હશો કે કેટલો સરસ ગ્રીન કલર દેખાઈ રહ્યો છે અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ ખાટી મીઠી એવી ટેંગી ફ્લેવર વાળી આ ચટણી બને છે. તો હવે આપણે ચટણી રેડી છે

સેન્ડવીચ બનાવવાની રીત (Sandwich recipe in Gujarati)

સેન્ડવીચ બનાવીએ.તેને માટે આપણે બહાર જેવી સેન્ડવીચ બનાવવા માટે બ્રેડની જે સાઇડની પટ્ટી છે તેને આપણે આ રીતે ચપ્પુ અથવા પીઝા કટરની મદદથી કાપી લઈશું. અને જે સાઈડની કિનારીને નીકળે છે તેને તમે ફ્રેશ બ્રેડ ક્રમ્સ બનાવી શકો છો
– આ રીતે જેટલી સેન્ડવીચ બનાવવી હોય તેટલા બ્રેડની આપણે સાઈડ ની કિનારી કાપી લઈશું.હવે એક બેડ હાથમાં લઇ ચમચીની મદદથી તેના ઉપર ઘી લગાવીશું. તમે બટર પણ લગાવી શકો છો.

હવે બટર નાઇફ ની મદદથી આ રીતે બનાવેલી ચટણી આખી બ્રેડ ઉપર સરસ રીતે લગાવી દેવાની અને હવે તેના ઉપર આપણે બટાટાની સ્લાઈસ તેના ઉપર ટામેટાની સ્લાઈસ કાકડી ની સ્લાઈસ અને ડુંગળીની સ્લાઈસ આ રીતે મૂકીશું


હવે તેના ઉપર સેન્ડવિચનો મસાલો sprinkle કરીશું અને તેના ઉપર ચીઝ sprinkle કરીશું અને તેના ઉપર સોસ લગાવી તેને પીઝા કટર અથવા કોઈ ધારદાર ચપ્પુ વડે કાપી શકો છો.
– તો રેડી છે આપણી ચટણી વેજીટેબલ સેન્ડવીચ. ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે.

ચટણી સેન્ડવીચ બનાવવાની રીત (Chutney Sandwich in Gujarati)

તમે આ ચટણી ની એકલી ચટણી સેન્ડવીચ પણ બનાવી શકો છો.
– ચટણી સેન્ડવીચ માટે તમારે બ્રેડ પર બટર અથવા ઘી લગાવી તેના પર ગ્રીન ચટણી લગાવી મસાલોસ્પ્રિંકલ કરી તેના ઉપર બીજું ચટણી વાળુ બ્રેડ મૂકી બનાવી શકો છો.
– હવે આપણે બનાવીશું પોટેટો ઓનિયન સેન્ડવીચ તેની માટે વેજીટેબલ સેન્ડવીચ ની જેમજ ઘી લગાવી ચટણી લગાવી તેની પર બટેટા ડુંગળી ની સ્લાઈસ મૂકી તેના ચીઝ sprinkle કરી મસાલો sprinkle કરી દેવાનો અને પછી તેના ઉપર ચટણી વાળી બ્રેડ મૂકી તેને કટ કરી લેવાની.


– તો જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને તો તમે પણ એકદમ ફટાફટ થી ગેસ ઓવન કે ટોસ્ટર વગર બની જાય તેવી ટેસ્ટી ચટપટી અને હેલ્થી એવી ચટણી સેન્ડવીચ ચટણી વેજીટેબલ સેન્ડવીચ ઘરે બનાવી શકો છો.
– આ સેન્ડવીચ તમે બાળકોને લંચબોક્સમાં પણ આપી શકો છો


– રેડી છે આપણી સેન્ડવીચ જો તમને મારી સેન્ડવીચ રેસીપી ગમી હોય અને આવી નવી-નવી રેસીપી જોવી હોય તો મારી ચેનલ  (The Devyani’s Kitchen – Gujarati ) ને લાઈક કરો શેર કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.