The Devyani's KitchenTest of Restaurant at Home
છીબા ઢોકળી બનાવવાની રીત | ટેસ્ટી છીબા ઢોકળી | ગરમા ગરમ છીબા ઢોકળી | Chiba dhokli banavani rit | Chiba dhokli recipe in Gujarati

છીબા ઢોકળી બનાવવાની રીત | ટેસ્ટી છીબા ઢોકળી | ગરમા ગરમ છીબા ઢોકળી | Chiba dhokli banavani rit | Chiba dhokli recipe in Gujarati

આજે આપણે બનાવવાની છે છિબા ઢોકળી. આ એક વિસરાતી જતી વાનગી છે. પહેલા આ ઢોંકળી બહુ બનતી હતી, પરંતુ હાલના સમયમાં ખૂબ જ ઓછા લોકો આ વાનગી વિશે જાણતા હશે. આ એક ખૂબ જ ટેસ્ટી વાનગી છે અને તેને બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે તો તમે આ છિબા ઢોકળી પહેલા ન બનાવી હોય તો ખાસ બનાવજો ખુબ જ સરસ બને છે. આ છિબા ઢોકળી બનાવવા માટે માત્ર પાંચ થી સાત મિનિટનો સમય લાગે છે. તો જ્યારે પણ કંઈક નવું ગરમા ગરમ ખાવાનું મન થાય તો આ છીબા ઢોકળી બનાવીને ખાઈ શકો છો. તો ચાલો આપણે છિબા ઢોકળી બનાવવાનું શરૂ કરીએ.

( Tags- છીબા ઢોકળી બનાવવાની રીત | ટેસ્ટી છીબા ઢોકળી | ઇન્સ્ટન્ટ છીબા ઢોકળી | ગરમા ગરમ છીબા ઢોકળી | Chhiba dhokli banavani rit | Instant Chhiba dhokli Recipe | Chhiba dhokli recipe in Gujarati | How to make Chhiba dhokli )

છીબા ઢોકળી બનાવવાની સામગ્રી ( Ingredients for Chiba dhokli )

  • 1 કપ ચણાનો લોટ
  • અડધી ચમચી હળદર
  • 1/4 ચમચી હીંગ
  • 1 ચમચી લીલા મરચાની પેસ્ટ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • થોડી કસુરી મેથી ( ફ્રશ કરેલી )
  • અડધો ગ્લાસ જેટલું પાણી

છીબા ઢોકળી બનાવવાની રીત

સૌપ્રથમ છિબા ઢોકળી બનાવવા માટે એક મોટા બાઉલમાં 1 કપ ચણાનો લોટ ઉમેરવો. તમે બેસન પણ લઈ શકો છો. હવે તેમાં અડધી ચમચી હળદર, એક ચોથાઈ ચમચી હીંગ, ૧ ચમચી લીલા મરચાની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી કસુરી મેથીને ફ્રશ કરીને નાખવાની છે. અને તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાંખી મિક્સ કરી સ્મૂથ બેટર બનાવી લેવાનું છે.

હવે થોડી ખાંડ અને એકાદ ચમચી લીંબુનો રસ પણ નાખી શકો છો. બેટર પતલું ન થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે બેટર માં એક ચમચી તેલ નાખી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને બેટર બનાવવાની શરૂઆત કરો તે પહેલા પાણીને ગરમ કરવા મૂકી દેવાનું છે.

આ છિબા ઢોકળી બનાવવાનું બેટર તૈયાર થઈ ગયું હોય તો તેને કોઈ મોટા છિબામાં અથવા છીબુના હોય તો ડિશમાં થોડું બેટર નાખી ચમચાની મદદથી પતલુ પાથરી દેવાનું છે. અને જે ડીશ ને ગરમ કરવા મૂકી હતી તે ઉકળે એટલે તેની ઉપર ડિશને ઊંધી મૂકી દેવાની છે.

હવે બે થી ત્રણ જ મિનિટમાં ચડી જાય પછી ચેક કરી ડિશને લઈ લેવાની છે અને ઢોકળા, મુઠીયા ઢોકળા, ઈદડા વગેરે પાણીમાં કાઠો મૂકી પછી ડીસ મૂકતા હોઈએ છીએ, પરંતુ આ બિલકુલ અલગ મેથડ છે.

આ છિબા ઢોકળીની ઉપર થોડું તેલ લગાવવું અને થોડું લાલ મરચુ sprinkle કરી, ચપ્પુની મદદથી કાપા પાડી તાવેથાની મદદ થી ઉખાડી લેવી અને તેને એક ડીશમાં લઈ લેવી. જો તમને અમારી રેસીપી પસંદ આવે તો તમે પણ અમારી વેબ સાઇટ માંથી જોઇને કરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

ખાટા ઢોકળા બનાવવાની રીત
દૂધીના ઢોકળા બનાવવાની રીત
નાયલોન ખમણ બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.