The Devyani's KitchenTest of Restaurant at Home
ચોકલેટ કપ કેક રેસિપિ | Chocolate cup cake Recipe by The devyani’s kitchen

ચોકલેટ કપ કેક રેસિપિ | Chocolate cup cake Recipe by The devyani’s kitchen

જો તમને આ રેસિપી પસંદ આવે તો તમે અમારી Youtube (The Devyani’s Kitchen – Gujarati ) ચેનલ પર પણ આ રેસીપી જોઈ ને ઘરે જ એક્દમ બહાર જેવીજ recipe બનાવી શકો.

સામગ્રી:-

1 કપ હુંફાળુ દૂધ
1/2 કપ તેલ
1 ચી સ્પૂન કોફી પાઉડર
1 ટી સ્પૂન વેનિલા એસેન્સ
1 કપ ખાંડ પાઉડર
1 ટી સ્પૂન વ્હાઈટ વિનેગર
1 1/2 કપ મેંદાનો લોટ
1/2 ટી સ્પૂન બેકિંગ પાઉડર
1/2 ટી સ્પૂન બેકિંગ સોડા
1/4 કપ કોકો પાઉડર
ચપટી મીઠું
6 પેપર કપ/ સિલિકોન મોલ્ડ
2-3 ચમચી ચોકો ચિપ્સ

રીત:-

એક બાઉલ લો. તેમાં હુંફાળુ દૂધ, તેલ, કોફી પાઉડર, વેનિલા એસેન્સ, ખાંડ પાઉડર તેમજ વ્હાઈટ વિનેગર લઈને મિક્સ કરી લો..

મિશ્રણને ત્યાં સુધી ચમચીથી મિક્સ કરી લો, જ્યાં સુધી ખાંડ પાઉડર સરસ રીતે પીગળી ન જાય.

એક બાઉલ લો. તેના પર ચારણી મૂકો. ચારણીમાં મેંદાનો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, કોકો પાઉડર, મીઠું લઈને ચાણી લો. હવે આ જે મિશ્રણને છે તેને દૂધ અને કોફી પાઉડરવાળા મિશ્રણમાં એડ કરીને મિક્સ કરી લો.

મિશ્રણ એકદમ સ્મૂધ હોવું જોઈએ અને તેમાં ગાંઠ ન રહી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું. પેપર કપ અથવા સિલિકોન મોલ્ડ લો. તેમાં 2-3 ચમચી જેટલું મિશ્રણ ભરી લો.

ઉપરથી થોડી ચોકો ચિપ્સ ભભરાવો. આ રીતે બધા કપ તૈયાર કરી લો. હવે બેકિંગ ટ્રેને પ્રી હિટ કરેલા ઓવનમાં 180 ડિગ્રી પર 20થી 22 મિનિટ બેક કરી લો.

તો તૈયાર છે એગલેસ ચોકલેટ કપ કેક. ઓવનમાંથી કપ કેકને બહાર કાઢીને 5 મિનિટ રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દો.

તો તૈયાર છે ચોકલેટ કપ કેક.

જો તમને અમારી આ રેસીપી પસંદ આવે તો તમે અમારી બીજી વાનગીઓ પણ જોઈ શકો છો, જેવી કે

સ્ટ્રોબેરી મિલ્ક શેક રેસીપી

રીંગણની કઢી રેસિપી

વેજીટેબલ સુપી મોમોસ રેસિપિ


Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.