The Devyani's KitchenTest of Restaurant at Home
ફરાળી ભજીયા|ફરાળી ભજીયા બનાવવાની રીત|Farali Bhajiya Recipe in Gujarati|Farali bhajiya banavani rit

ફરાળી ભજીયા|ફરાળી ભજીયા બનાવવાની રીત|Farali Bhajiya Recipe in Gujarati|Farali bhajiya banavani rit

આજે બનાવવાના છીએ વ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય તેવા ફરાળી ભજીયા આ ભજીયા ટેસ્ટ ખુબ જ સરસ બને છે અને વ્રત કે ઉપવાસ માં તમે પણ ઘરે જરૂર બનાવી શકો છો અને હવે આપણે ફરાળી ભજીયા બનાવવાનું શરૂ કરીએ.(ગરમા ગરમ ફરાળી ભજીયા રેસિપિ | ભજીયા બનાવાની રીત | Farali recipe in Gujarati | Farali bhajiya banavani rit | How to make Farali Bhajiya in Gujarati|Gujarati bhajiya recipe by The Devyani’s kitchen | ફરાળી ભજીયા)


ફરાળી ભજીયા બનાવાની સામગ્રી (Ingredients for Farali Bhajiya)

  • 2 નંગ કાચા બટેટા
  • 1 આદુનો ટુકડો
  • 2 ચમચી ખમણેલું ટોપરું
  • 1 ચમચી કાચા સફેદ તલ
  • 1/2 ચમચી શેકેલા જીરાનો પાઉડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2 થી 3 ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો
  • 1/4 ચમચી મરી પાવડર
  • 3 થી 4 ચમચી જેટલો ફરાળી લોટ

( નોંધ: ઉપરની જે સામગ્રી આપેલી છે તે એક જ વ્યક્તિ માટે છે.)


ફરાળી ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ ૨ નંગ બટેટા ની છાલ કાઢી લેવાની અને બટેટાને ખમણી ની મદદથી ખમણી લેવાનું પછી બટેટુ ખમણી જાય એટલે તેને એક બાઉલમાં લઈ લેવુ.


હવે એક આદુનો ટુકડો ખમણી લેવો અને તેમાં કાપેલાં મરચાં અને કાપેલા લીલા ધાણા ઉમેરી દેવા પછી તેમાં બે ચમચી ખમણેલું ટોપરું અને એક ચમચી સફેદ તલ, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અને બેથી ત્રણ ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરો.


હવે સાથે સાથે તેમાં એક ચોથાઈ ચમચી જેટલો મરી પાવડર અને થોડો ચાટ મસાલો ઉમેરવો પછી તેમાં બે ચમચી મોરૈયા નો લોટ લેવો.


હવે બધું જ સારી રીતે મિક્સ કરી તેમાં બેથી ત્રણ ચમચી ફરાળી લોટ ઉમેરી ઉમેરવો અને સારી રીતે મિક્સ કરી લેવું હવે બેટરને મિડિયમ રાખવાનું છે અને ભજીયા તળવા માટે ગેસ ઉપર એક કડાઈ મૂકીશું અને તેમાં તેલ ગરમ કરવા મૂકી દેવું.


હવે તેલ ગરમ થાય એટલે તેમાં ભજીયાના બેટર માંથી થોડી થોડી ગોળીઓ તળવા માટે તેલ માં નાખી દેવું અને ગેસને સ્લો flame ઉપર રાખી ભજીયા ને તળવા. અને હલકા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને એક ડિશમાં કાઢી લેવાનું છે. તો રેડી છે એકદમ ટેસ્ટી એવા ફરાળી ભજીયા. અને આ ભજીયાને લસણ ડુંગળી વગર ના ટોમેટો કેચપ સાથે અથવા ગોળ આમલીની ચટણી સાથે સર્વ કરી શકો છો.


જો તમને આ ફરાળી ભજીયા બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો તમે પણ અમારી ચેનલ માંથી જોઇને રેસિપી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

ઉત્તપમ બનાવાની રીત | Uttapam recipe in Gujarati
ચટણી સેન્ડવીચ | Cheese chutney Sandwich in Gujarati
મસાલા રોટલો રેસિપિ | Masala Rotlo banavani rit

Join the discussion

1 comment
The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.