The Devyani's KitchenTest of Restaurant at Home
ફરાળી ઢોંસા પેપર બનાવવાની રીત | ફરાળી રેસિપિ | Farali Dosa paper banavani rit | Farali dosa Recipe in Gujarati

ફરાળી ઢોંસા પેપર બનાવવાની રીત | ફરાળી રેસિપિ | Farali Dosa paper banavani rit | Farali dosa Recipe in Gujarati

આજે બનાવવાના છીએ વ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય તેવા ફરાળી ઢોસા પેપર. આ દાળ ચોખા ના ઢોસા પેપર તો તમે બનાવતા જ હશો, પરંતુ આજે તમને સાબુદાણા ના ફરાળી ઢોસા પેપર બનાવતા શીખવાડીશું અને આ પેપર તમારે કોઈપણ વ્રત કે ઉપવાસ હોય તો પણ તમે બનાવીને ખાઈ શકો છો. ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે .તો ઘરે જ પરફેક્ટ માપ સાથે ફરાળી ઢોસા નું ખીરું તૈયાર કરી એકદમ ક્રિસ્પી એવા ઢોસા પેપર બનાવવાનું શરૂ કરીએ અને સાથે એકદમ ટેસ્ટી એવી ફરાળી ઢોસા ની ફરાળી ચટણી બનાવીશું. તો ચાલો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા ફરાળી ઢોસા પેપર બનાવવાનું શરૂ કરીએ.

( Tags-ફરાળી ઢોંસા પેપર બનાવવાની રીત | ક્રીસ્પી પેપર ઢોસા રેસીપી | ફરાળી વાનગીઓ | ફરાળી રેસિપિ | Farali Dosa paper banavani rit | Farali dosa Recipe in Gujarati | How to make Farali Dosa paper )

સૌપ્રથમ પેપર બનાવવા માટે ખીરું તૈયાર કરી લેવાનું છે તો સૌ પ્રથમ એક વાટકો મોરૈયો લેવાનો છે અને મોરૈયા ના ત્રીજા ભાગના સાબુદાણા લેવાના છે ( આ ફરાળી ઢોસા પેપર બનાવવા માટેનું પર્ફેક્ટ માપ છે ) હવે મોરૈયાને બે થી ત્રણ વાર પાણી વડે સાફ કરી લેવાનો છે અને તેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખી મોરૈયાને પલાળવા મૂકી દેવાનો છે સાબુદાણાને પણ પલાળવા મૂકી દેવાના છે બંને વસ્તુઓ ચાર થી પાંચ કલાક માટે પલાળી લેવું અને તમારે ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો ગરમ પાણીમાં એકાદ કલાક માટે પલાળી લેવું.

ફરાળી ઢોંસા પેપર બનાવવાની સામગ્રી ( Ingredients for Farali Dosa Paper )

1 કપ મોરયો
પા કપ સાબુદાણા
2 ચમચી દહીં

હવે પાંચ કલાક પછી સાબુદાણા એકદમ સરસ પલળી ગયા હોય અને મોરયો પણ પલળી ગયો હોય તો સાબુદાણા અને મોરૈયાને મિક્સર જારમાં લેવાનો છે. તો તેની માટે એક મિક્સર જાર લેવું અને તેમાં સાબુદાણા ઉમેરવા અને સાથે બે ચમચી દહીં ઉમેરી મિક્સર નું ઢાંકણ બંધ કરી સારી રીતે પીસી લેવું.

તેને એક બાઉલમાં કાઢી લેવું. હવે તે જ રીતે મિક્સર જારમાં અડધો મોરયો ઉમેરી અને સાથે બે ચમચી દહીં ઉમેરી તેને પણ સરસ રીતે પીસી લેવું. મિક્સર જાર મોટો હોય તો બધો જ મોરયો સાથે જ પીસી લેવાનો છે. અને તેને સારી રીતે પીસી લેવાનો છે તે જ રીતે બાકી નો બધો મોરયો ઉમેરી તેને પણ પીસી લેવો. બાઉલ માં ઉમેરી સરસ રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી બે થી ત્રણ કલાક આથો આવવા દેવાનો છે.

  • ફરાળી ઢોસા પેપર સાથે ખવાતી ફરાળી ચટણી

હવે આપણે બનાવવાનું છે ફરાળી ઢોસા પેપર સાથે ખવાતી ફરાળી ચટણી. તેની માટે બે ચમચી શેકેલા સીંગના દાણા (ફોતરા કાઢેલા), લેવા બે ચમચી ખમણેલું સુકુ ટોપરું, બે ચમચી કાપેલા લીલા ધાણા, 2 ચમચી દહીં, ૨ લીલા મરચાં અને અડધું લીંબુ લેવાનું છે.

હવે બ્લેન્ડર લેવું અને તેમાં લીલા ધાણા લીલા મરચાં સીંગ ના દાણા દહી લીંબુનો રસ સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી ખાંડ નાખી સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને આ ગ્રીન ચટણી અને એક બાઉલમાં કાઢી લેવી.

હવે આ ચટણી ઉપર આ વઘાર રેડીશું. તો તેની માટે તેલ ગરમ કરી, ચપટી હિંગ, ચપટી આખું જીરું અને ૪ થી ૫ મીઠા લીમડાના પાન નાખી આ વઘારને ચટણી ઉપર રેડી દેવો અને ચમચીની મદદથી ચટણીને સારી રીતે મિક્સ કરી લેવી.

હવે ત્રણ કલાક પછી ઢોસા બેટર નો આથો લાવવા મૂક્યું હતું તેનું ટાંકણ હટાવી તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી બેટર ને સરસ રીતે બે થી ત્રણ મિનિટ મિક્સ કરી લેવું.

હવે પેપર બનાવવા માટે ગેસ ઉપર ઢોસા બનાવવાની નોનસ્ટિક લોઢી મૂકવી. અને લોઢી ગરમ થઇ જાય એટલે તેમાં એક કાપડ ની મદદથી તેલ અને પાણી નાખી લોટી ને થોડી ઠંડી કરી લેવાની અને તેમાં 1 થી 1:30 કડકી બેટરને લોઢી ઉપર મૂકી કડકીની મદદથી ગોળ ગોળ ફેલાવી દેવાનું છે.

હવે સરસ રીતે પથરાઈ જાય એટલે તેના ઉપર બટર લગાવવાનું છે. પેપર ને થોડા વધારે ટેસ્ટી બનાવવા માટે તેની ઉપર લીલા ધાણા, લાલ મરચું પાવડર sprinkle કરી દેવું. તમે થોડો ચાટ મસાલો પણ sprinkle કરી શકો છો. હવે પેપર ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દેવું અને સરસ રીતે ચડીને ક્રિસ્પી થઈ જાય એટલે તેને રોલવાળી એક ડીશમાં લઈ લેવું.

આ ફરાળી ઢોસા પેપર ઉપવાસમાં ખાઈ શકાય છે અને તેની સાથે ફરાળી ગ્રીન ચટણી પણ સર્વ કરી શકાય છે. તમે તેની સાથે ચટપટું દહી પણ સર્વ કરી શકો છો.જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો તમે પણ અમારી વેબસાઈટમાંથી જોઈને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

પેપર ઢોંસા બનાવાની રીત
પાવભાજી બનાવવાની રીત
ચટણી સેન્ડવીચ

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.