The Devyani's KitchenTest of Restaurant at Home
ફરાળી ડિશ બનાવવાની રીત | વ્રત કે ઉપવાસની રેસિપિ | ફરાળી વાનગી | Farali recipe in Gujarati | Farali uttapam recipe | Gujarati farali dish

ફરાળી ડિશ બનાવવાની રીત | વ્રત કે ઉપવાસની રેસિપિ | ફરાળી વાનગી | Farali recipe in Gujarati | Farali uttapam recipe | Gujarati farali dish

farali bhajiya

આજે બનાવવાનની છે ફરાળી નવી વાનગી. તો તમે ફરાળમાં ગળપણ ખાઈને કંટાળ્યા હોય તો આ વેબસાઈટ માંથી જોઈને રેસીપી બનાવી શકો છો અને ખૂબ જ ઓછા તેલમાં ફટાફટથી બની જાય તેવી રેસીપી છે. તો ચાલો ફરાળી નવી વાનગી રેસીપી નીચે મુજબ છે.

( Tags- ફરાળી ડિશ બનાવવાની રીત | વ્રત કે ઉપવાસની રેસિપિ | ફરાળી વાનગી | Farali recipe in Gujarati | Farali uttapam recipe | Gujarati farali dish | How to make farali recipe )

તો સૌ પ્રથમ એક વાટકી મોરૈયો લેવાનો છે અને તેનાથી અડધા સાબુદાણા લેવાના છે અને એક નાની વાટકી શેકેલા સીંગદાણા ને ફોતરા કાઢી લેવાના છે.

હવે મોરૈયો અને સાબુદાણાને મિક્સર જારમાં કાઢી લેવાના છે. તો કોકરો લોટ તૈયાર કરી અને એક કાચનો બાઉલ લેવો અને તેમાં તૈયાર કરેલો લોટ ઉમેરી દેવો, હવે તે લોટને છાશમાં પલાળવાનો છે, તો થોડી થોડી કરીને છાશ નાખી મિક્સ કરતા જવું અને સરસ રીતે પલળી જાય એટલે ઢાંકણ ઢાંકી દસ મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેવાનું છે.

હવે rest થઈ જાય ત્યાં સુધીમાં સામગ્રી તૈયાર કરી દેવી, તો તેના માટે એક મોટું ઝીણું કાપેલું ટામેટું, બે નંગ ઝીણા કાપેલા લીલા મરચાં, ૧ ટુકડો આદુનો લઈ તેને ખમણી લેવો અને પાંચ થી છ મીઠા લીમડાના પાનને કાપી લેવાના છે, અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાઉડર અને સિંગદાણાને અધકચરા ક્રશ કરી લેવાના છે અને એક બટાટાને છાલ ઉતારી લેવાનું છે.

હવે બેટર રેસ્ટ થયા પછી તેમાં ખમણીની મદદથી બટેટાને ખમણી લેવું અને ઝીણી ખમણીની મદદથી છીણ કરવાનું છે, તો બટેટાને ખમણીને તૈયાર કરી લેવાનું અને તેમાં કાપેલું ઝીણું ટમેટુ, ખાંડેલા સીંગદાણા, આદુ-મરચા, લીમડાના પાન, મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર અને કાપેલા લીલા ધાણા ઉમેરી દેવા અને એક ચમચી મીઠું ઉમેરી ચમચીની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવું અને ફરી થોડી છાશ ઉમેરી દેવી અને મિક્સ કરી લેવાનું છે, આ બેટર કન્સીસટન્સીવાળું બેટર 10 થી 15 મિનિટ ઢાંકીને રેસ્ટ કરવા મૂકી દેવું.

હવે 15 મિનિટ પછી ઢાંકણ ખોલી ફરી સરસ રીતે મિક્સ કરી લેવું અને ગેસ પર એક પેન મૂકી પેનમાં બે ચમચી તેલ ગરમ કરવા મુકવું અને તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી તેલ ઉમેરવું, હવે તેમાં ત્રણ થી ચાર લીમડાના પાન ઉમેરી અને તેમાં તૈયાર કરેલું બેટર બે કડચી ઉમેરી દેવું અને ચમચીની મદદથી સરસ રીતે પેનમાં સ્પ્રેડ કરી લેવું.

હવે ઢાંકણ ઢાંકી બે મિનિટ ચડવા દેવું અને બે મિનિટ એક સાઈડ ચડી જાય એટલે ઢાકણ ખોલી થોડું તેલ લગાવી અને પુડલાને એક ડીશમાં લઈ લેવું.

હવે ફરી પેન મૂકી તેમાં ડીશને પેન પર ઊંધી કરી પુડલો ઉમેરી દેવું અને ફરી ઢાંકણ ઢાંકી બે મિનિટ ચડવા દેવું, બે મિનિટ પછી ઢાંકણ ખોલી ચેક કરી લેવું. સરસ રીતે શેકાઈને ગોલ્ડન બ્રાઉન થઈ જાય તો તેને એક ડીશમાં લઈ લેવું, તો એકદમ મસ્ત ટેસ્ટી એવી ચટપટી ફરાળી નવી વાનગીની રેસીપી તમને પસંદ આવે તો તમે પણ અમારી વેબસાઈટ માંથી જોઈને ઘરે સરળતાથી બનાવી શકો છો.

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.