The Devyani's KitchenTest of Restaurant at Home
ફ્રેશ ઓરેન્જ કૂકીસ રેસીપી | Fresh Orange Cookies Recipe by The Devyani’s Kitchen

ફ્રેશ ઓરેન્જ કૂકીસ રેસીપી | Fresh Orange Cookies Recipe by The Devyani’s Kitchen

જો તમને આ રેસિપી પસંદ આવે તો તમે અમારી Youtube (The Devyani’s Kitchen – Gujarati ) ચેનલ પર પણ આ રેસીપી જોઈ ને ઘરે જ એક્દમ બહાર જેવીજ recipe બનાવી શકો છો.

સામગ્રી:-

1 નાનો બાઉલ ઘઉંનો લોટ
1/4 ટે ઓરેન્જ જેસ્ટ
ચપટી બેકિંગ પાવડર
ચપટી મીઠું
1 બાઉલ ઓરેન્જ જ્યુસ
50 ગ્રામ બટર
1/2 ટે દળેલી ખાંડ
ચપટી ઓરેન્જ ફૂડ કલર

બનાવવાની રીત:-

એક બાઉલમાં બટર લો અને બરાબર ફેટી લો પછી તેમાં દળેલી ખાંડ નાખી મિક્સ કરી ફરી ફેટી લો.

પછી તેમાં ઓરેન્જ જેસ્ટ અને ઓરેંજ કલર નાખી મિક્સ કરી લો.

પછી તેમાં ચપટી બેકિંગ પાવડર, ચપટી મીઠું અને ઘઉંનો લોટ નાંખી મિક્સ કરી ઓરેન્જ જ્યુસ થી લોટ બાંધી લો. અને લોટ બંધાઈ જાય એટલે અડધો કલાક રેસ્ટ આપો.

પછી તેમાંથી મોટો લૂઓ લઈ વણી લો અને વચ્ચે ગ્લાસ મુકી ગોળ શેપ આપી દો અને બેકિંગ પ્લેટમાં મૂકી દો અને ઉપર દૂધથી બ્રાસીંગ કરી તલ સ્પ્રિન્કલ કરી દો.

હવે ગરમ કરેલી કડાઈમાં પ્લેટને મૂકી દો અને 15-20 મિનિટ સુધી બેક થવા દો.

જો તમને અમારી આ રેસીપી પસંદ આવે તો તમે અમારી બીજી વાનગીઓ પણ જોઈ શકો છો, જેવી કે

મકાઈ પૌવા ના ચેવડા

ચટપટા લસણીયા મમરા

ગ્રીલ સેન્ડવીચ રેસીપી

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.