The Devyani's KitchenTest of Restaurant at Home
ફૂલઝર સોડા બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ સોડા બનવવાની રીત | લીલવા સોડા રેસિપિ | Fulzar soda banavani rit | Fulzar recipe in Gujarati

ફૂલઝર સોડા બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ સોડા બનવવાની રીત | લીલવા સોડા રેસિપિ | Fulzar soda banavani rit | Fulzar recipe in Gujarati

આજે બનાવવાના છીએ ઘરે જ એકદમ સરળતાથી ફુલઝર સોડા. સોડા શોપ પર તો તમે ફુલઝર સોડા પીધી જ હશે પરંતુ આજે તમને કરે જ પીવાલાયક તેવી ફુલઝર સોડા બનાવતા શીખવાડીશું. અને આ સોડા માં ઘણી પ્રોબ્લેમ થતી હોય છે ઘણી વખત તે એટલી જ સ્પાઇસી બની જાય છે કે એક ઘુંટ પણ ના પી શકીએ. અને ઘણી વખત એવું થાય છે કે કેટલી કોનેટી પેસ્ટ ઉમેરવી જોઈએ, તો આ બધા પ્રોબ્લેમ્સ ને ધ્યાનમાં લઇ આજે પરફેક્ટ માપ સાથે ખાટી-મીઠી ચટપટી ફુલઝર સોડા બનાવતા શીખવાડીશું અને આસોડા બીજી બધી સોડાથી કંઈક અલગ જ બને છે ઘણા લોકો તેને લીલૂડી સોડા પણ કહે છે આ સોડા સ્પાઈસી,ખાટી-મીઠી, ચટપટી એમ flavorful તૈયાર થાય છે અને આ ગરમીની સિઝનમાં તમે આ ફુલઝર સોડા ઘરે એક વાર જરૂર ટ્રાય કરજો. આ ફુલઝર સોડા ને તમે ઘરે જ એકદમ સરળતાથી બનાવી શકો છો તો ચાલો આ flavorful એવી ખાટી-મીઠી ફુલઝર સોડા બનાવવાનું શરૂ કરીએ.

( Tags-ફૂલઝર સોડા બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ સોડા બનવવાની રીત | ઘરે ચટપટી ઇન્સ્ટન્ટ સોડા બનાવવાની રીત | ઘરે જ પરફેક્ટ સોડા બનાવવાની રીત | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | લીલવા સોડા રેસિપિ | Fulzar soda banavani rit | Fulzar recipe in Gujarati | Home made soda | Summer Special Drink | Fulzar soda | How to make soda at home )

ફૂલઝર સોડા બનાવવાની સામગ્રી ( Ingredients for Fulzar Soda )

  • થોડા ફુદીનાના પાન
  • થોડા લીલા ધાણા
  • 1 લીલું મરચું
  • 1 આદુનો ટુકડો
  • અડધી ચમચી ખાંડ
  • 1 નંગ લીંબુનો રસ
  • અડધી નાની ચમચી શેકેલા જીરાનો પાવડર
  • અડધી નાની ચમચી સંચળ પાવડર
  • થોડું મીઠું
  • અડધી નાની ચમચી ચાટ મસાલો
  • થોડું પાણી

સૌપ્રથમ ફુલઝર સોડા ની ચટણી તૈયાર કરવી. તો તેના માટે એક મિક્સર જાર લેવું અને તેમાં થોડા ફુદીનાના પાન, થોડા લીલા ધાણા, ૧ લીલું મરચું, એક આદુનો ટુકડો લેવો અને તેમાં અડધી ચમચી ખાંડ, એક નંગ લીંબુનો રસ ઉમેરવો. હવે તેમાં અડધી નાની ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી નાની ચમચી સંચળ પાવડર, થોડું મીઠું, અડધી નાની ચમચી ચાટ મસાલો, થોડું પાણી નાખી બધી જ સામગ્રીને પીસીને પેસ્ટ તૈયાર કરી લેવી.

હવે તૈયાર થયેલી green paste અને નાનકડા ગ્લાસમાં ભરી લેવી અને જે શર્ટના ગ્લાસ આવે છે તેમાં લેવાની છે.

હવે એક મોટો ગ્લાસ કાચ નો ગ્લાસ લેવો અને તેમાં થોડા બરફના ટુકડા ઉમેરવા અને સાથે જ ગ્લાસમાં સાદી સોડા ભરી દેવી અને જે કિન્લી ની સાદી સોડા આવે છે તે લેવાની છે.

ફુલઝર સોડા ને પર્ફેક્ટ બનાવવા માટે ફુલ ગેસ વાળી સાદી સોડા લેવાની છે અને ગ્લાસ ને આંખો ભરી દેવાનો છે અને તમારે અધુરો ભરવો હોય તો પણ ચાલે,અને પૂરેપૂરો ભરી દેવો હોય તો પણ ચાલે, હવે આ સોડાવાળા ગ્લાસમાં green paste વાળો ગ્લાસ મૂકી દેવો. જેથી તે ધીમે ધીમે ઉપર આવશે અને જો ગ્લાસ અધુરો હોય તો તેના ઉપર થોડી સાદી સોડા ઉમેરવાની જેથી ફુલઝર સોડા નું રિએક્શન પરફેક્ટ આવે છે.

તો આ જ રીતે ફુલઝર સોડા ને પીવામાં આવે છે અને એકદમ ઈઝીલી પરફેક્ટ રિઝલ્ટ વાળી ફુલઝર સોડા બને છે. આ સોડા પેસ્ટ વાળો ગ્લાસ સાદી સોડામાં નાખી તરત જ પીવાની હોય છે, નહીં તો અડધી સોડા તો વેસ્ટ જતી રહે છે. તો આવી જ ફુલઝર સોડા તમે ઘરે બનાવીને પીવો અને ઘરના બધા જ સભ્યો ને પીવડાવો અને ખાસ કોઈ ફ્રેન્ડ્સ ગરમીમાં ઘરે આવ્યા હોય તો તમે આ ઇન્સ્ટન્ટ સોડા બનાવીને બધા સાથે આ unique સોડા સર્વ કરી શકો છો અને તમને આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ અમારી વેબ સાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

ચોકલેટ બનાવવાની રીત
પ્રોટીન ભરપૂર સલાડ બનાવવાની રીત
પાવભાજી બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.