The Devyani's KitchenTest of Restaurant at Home
નરમ ગાંઠિયા ની રેસીપી | Naram Gathiya ni Recipe by The Devyani’s Kitchen

નરમ ગાંઠિયા ની રેસીપી | Naram Gathiya ni Recipe by The Devyani’s Kitchen

જો તમને આ રેસિપી પસંદ આવે તો તમે અમારી Youtube (The Devyani’s Kitchen – Gujarati ) ચેનલ પર પણ આ રેસીપી જોઈ ને ઘરે જ એક્દમ બહાર જેવીજ recipe બનાવી શકો છો.

સામગ્રી:-
450 ગ્રામ બેસન
11/2 ટીસ્પૂન બેકિંગ પાઉડર
સ્વાદ અનુસાર મીઠું
80 એમ એલ તેલ
૧ ટી.સ્પૂન લાલ મરચું પાવડર
11/2 ટે. સ્પૂન અજમો
જરૂર મુજબ પાણી
તળવા માટે તેલ

રીત:-
એક મોટો બાઉલ લો અટકાવવા તેમાં બેસન બેકિંગ સોડા લાલ મરચું પાવડર અજમો તેમજ મીઠું લઈને સરખી રીતે મિક્સ કરો.

આ મિશ્રણને તેલનું મોણ આપો બાદમાં તેમાં થોડું-થોડું પાણી રેડતા જઈને કણક બાંધી લો, એકદમ કઠણ કણક નથી કરવાની અને ઢીલી પણ નથી રાખવાની કણક બંધાઈ જાય એટલે એક ચમચી જેટલું તેલ ઉપરથી ઉમેરીને કેળવી લો.

એક ભીનું સુતરાઉ કાપડનું લો અને કણકને 20થી 30 મિનિટ માટે રેસ્ટ આપો કણકને રેસ્ટ આપ્યા બાદ સેવ પાડવા નો સંચો લો અને તેને તેલથી ગ્રીસ કરી લો સંચામાં કણકમાંથી મોટો લૂઓ લઇને ભરી દો સંચામાં ગાંઠીયા પાડવા ની જાળી લગાવવી.

એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો ગેસની ફ્લેમ મીડીયમ રાખવી તેલમાં ધીમે ધીમે સંચા ની મદદથી ગાંઠીયા પાડી લો આ દરમિયાન પણ ગેસ ની ફ્લેમ ધીમી રાખવી ગાંઠિયા થોડા લાઈટ ગોલ્ડન કલર ના થાય એટલે તેને બહાર કાઢીને લો તો તૈયાર છે ગાંઠીયા તો તમે ઈછો તો તેના પર ચપટી હીંગ પણ ભભરાવી શકો છો ગાંઠિયા સહેજ ઠંડા પડે એટલે તેને એરટાઇટ ડબ્બામાં ભરી લો.



જો તમને અમારી આ રેસીપી પસંદ આવે તો તમે અમારી બીજી વાનગીઓ પણ જોઈ શકો છો, જેવી કે,

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.