The Devyani's KitchenTest of Restaurant at Home
ગુવાર બટેટાનું શાક બનાવવાની રીત | ટેસ્ટી મસાલા સાથે કાઠિયાવાડી ગુવારનું શાક | Guvar-bateta nu shaak banavani rit | guvar nu shaak gujarati

ગુવાર બટેટાનું શાક બનાવવાની રીત | ટેસ્ટી મસાલા સાથે કાઠિયાવાડી ગુવારનું શાક | Guvar-bateta nu shaak banavani rit | guvar nu shaak gujarati

આજે બનાવવાનું છે એકદમ અલગ રીતે ગુવાર બટેટા નું શાક. ગુવાર બટેટાનું શાક તમે બનાવતા જ હશો, પરંતુ તમે પહેલા ક્યારેય નહીં બનાવ્યું હોય આવું બટેટાનું શાક. તો ચાલો એકદમ ટેસ્ટી નવી જ રીતે ગુવાર બટેટા નું શાક બનાવવાનું શરૂ કરીએ.

( Tags- ગુવાર બટેટાનું શાક બનાવવાની રીત | લસણીયા ગુવારનું શાક | ટેસ્ટી મસાલા સાથે કાઠિયાવાડી ગુવારનું શાક | Guvar-bateta nu shaak banavani rit | guvar nu shaak gujarati | Kathiyawadi guvar nu shaak | how to make guvar batata nu shaak )

ગુવાર-બટેટા નું શાક બનાવવાની રીત ( Make a Guvar Batata nu shaak )

સૌપ્રથમ ગુવાર બટેટાનું શાક બનાવવા માટે 250 ગ્રામ ગુવાર લેવાનો છે. તેને સરસ પાણી વડે સાફ કરી ચપ્પુની મદદથી તેને નાના મીડિયમ સાઇઝના ટુકડા કાપી લેવાના છે. અને જીણો ગુવાર લેવાનો છે. તમને જો બી વાળો ભાવતો હોય તો તમારે તે લેવાનો છે. ખરેખર આ જે ગુવાર નું શાક બનાવવાનું છે, તે ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે અને બધા જ ગુવારને કાપી લેવા અને અહીં ચાર વ્યક્તિ માટે ગુવાર બટેટા નું શાક બનાવવાનું છે.

હવે ગુવારને સાઈડ પર લઈ તેની બાજુમાં એક બટેટાની છાલ ઉતારી તેને મીડિયમ સાઇઝના ટુકડા માં કાપી લેવા અને શાક માં નાખવાનો મસાલો બનાવી લેવો.

સૌપ્રથમ ખારણી લેવી અને તેમાં લસણની કળી ઉમેરી અને એક નાની વાટકી સીંગના દાણા ઉમેરી અને એક નાની વાટકી ગાંઠિયા ઉમેરી અને ચપટી મીઠું નાખી દસ્તા ની મદદથી સરસ રીતે ખાંડી લેવી અને તેમાં એક નાની વાટકી બે મિનિટ પાણીમાં પલાળેલા ચોખાના પૌવા ઉમેરે અને તેને મસાલામાં અડધી નાની ચમચી હળદર, ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર, ૧ નાની ચમચી ધાણાજીરુ પાઉડર ઉમેરી ચમચીની મદદથી સરસ રીતે મિક્ષ કરી લેવું.

હવે શાકમાં નાખવા માટે એક મિડીયમ સાઈઝ નો ઝીણું ઝીણું ટમેટુ કાપી લેવું. tomato નાખવાથી ગુવારનું શાક સરસ ખાટું-મીઠું ટેસ્ટી બને છે. હવે શાક બનાવવા માટે ગેસ પર કુકર મૂકવું અને તેમાં 2 ચમચા તેલ ઉમેરી અને તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ ઉમેરી અને તેમાં ચપટી અજમો ઉમેરવો.

અજમા નાખવાથી ગુવારનું શાક નડતું નથી, એટલે કે ગુવાર થી ઘણા લોકોને ગેસ થતો હોય છે, પરંતુ અજમો તમે થોડો નાખો તો ગેસ નો પ્રોબ્લેમ થતો નથી. હવે તેમાં ઝીણા કાપેલા ટામેટા ઉમેરી અને એકાદ મિનિટ સાંતળી તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી દેવો. ગુવાર બટેટા નું શાક તો તમે એક હજાર વખત બનાવ્યું હશે પરંતુ આ રીતે ક્યારેય નહીં બનાવ્યુ હોય.

હવે તે મસાલા ને બે મિનિટ ચલાવતા રહી સરસ રીતે સાંતળી લેવાનું છે અને તેમાં કાપેલા બટેટા ઉમેરી દેવા અને તેને મિક્સ કરી, તેમાં કાપેલો ગુવાર ઉમેરી દેવો અને ચમચાની મદદથી સરસ રીતે મિક્ષ કરી લેવું.

હવે તેમાં એક નાનો ગ્લાસ પાણી ઉમેરી તમે જો તીખું ખાતા હોવ તો અડધી ચમચી લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરી દેવું અને કૂકરનું ઢાંકણ બંધ કરી ત્રણ થી ચાર વ્હિસલ કરી લેવી અને તે વ્હિસલ થઈ જાય તો તેની જાતે જ કુકરમાંથી હવા નીકળી જશે એટલે કુકરનો ઢાંકણ ખોલી લેવું અને ચમચાની મદદથી સરસ રીતે મિક્ષ કરી લેવું.

તો એકદમ મસ્ત ટેસ્ટી એવું ગુવાર બટેટા નું શાક તમે પણ આ રીતે એક વાર જરૂર ટ્રાય કરજો. અને આ યુનિક ગુવાર બટેટાના શાકની રેસિપી પસંદ આવી હોય તો તમે પણ અમારી વેબ સાઇટ માંથી જોઇને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

લીલી હળદરનું શાક બનાવવાની રીત
આથેલા મરચાં બનાવવાની રીત
સરગવા બટેટાનું શાક બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.