The Devyani's KitchenTest of Restaurant at Home
હાંડવો બનાવવાની રીત | ટ્રેડિશનલ હાંડવો રેસિપિ | ગુજરાતી સ્પેશિયલ ડિશ હાંડવો રેસિપિ | ક્રિસ્પી ટેસ્ટી હાંડવો રેસિપિ | Gujarati Handvo | Handvo banavani rit | Dangelu recipe in Gujarati

હાંડવો બનાવવાની રીત | ટ્રેડિશનલ હાંડવો રેસિપિ | ગુજરાતી સ્પેશિયલ ડિશ હાંડવો રેસિપિ | ક્રિસ્પી ટેસ્ટી હાંડવો રેસિપિ | Gujarati Handvo | Handvo banavani rit | Dangelu recipe in Gujarati

handvo recipe

આજે બનાવવાનું છે એકદમ ટેસ્ટી ચટપટો ટ્રેડિશનલ હાંડવો. હાંડવો બનાવવા માટેનું કુકર આવે છે પરંતુ હાંડવાના કુકર વગર કડાઈમાં કુકર જેવો હાંડવો બનાવવાનો છે, અને ટ્રેડિશનલ હાંડવો બહારથી એકદમ ફ્રેશ અને અંદરથી એકદમ સોફ્ટ એવો લાગે છે. તો આજે દાળ ચોખા ના પરફેક્ટ માપ સાથે હાંડવાનુ બેટર અને હાંડવો બનાવવાનું છે, તો ચાલો એકદમ ટેસ્ટી ચટપટા એવો ટ્રેડિશનલ હાંડવો નીચે મુજબ છે.

( Tags – હાંડવો બનાવવાની રીત | ટ્રેડિશનલ હાંડવો રેસિપિ | ગુજરાતી સ્પેશિયલ ડિશ હાંડવો રેસિપિ | ક્રિસ્પી ટેસ્ટી હાંડવો રેસિપિ | Gujarati Handvo | Handvo banavani rit | Dangelu recipe in Gujarati | How to make Handvo recipe | Traditional Gujarati Handvo recipe )

હાંડવો બનાવવાની રીત ( How to make Handvo recipe )

હવે સૌપ્રથમ હાંડવો બનાવવા માટે દોઢ કપ ખીચડીયા ચોખા લેવાના છે. માત્ર બાસમતી ચોખાનો ઉપયોગ કરવાનો નથી, સાથે એક નાનો કપ ચણાની દાળ, એક ચોથાઈ કપ એટલે પાંચ મોટી ચમચી તુવેરની દાળ, સાથે હાંડવો અને એકદમ ફટાફટથી આથો આવી જાય તેના માટે અડધી ચમચી મેથીના દાણા અને હાંડવો એકદમ ફુલેલો બને તેના માટે ત્રણ ચમચી જેટલી અડદની દાળ અને આ સિવાય તમે મોગર દાળ પણ લઈ શકો છો, તો હવે તેમાં પાણી નાખીને દાળ અને ચોખાને સરસ રીતે સાફ કરી લેવા, દાળ અને ચોખાને બે થી ત્રણ વાર પાણી વડે સાફ કરી અને બધી જ વસ્તુ પલાળવા માટે તેમાં પાણી ઉમેરી દેવું અને તેને ઢાંકી ચાર કલાક માટે પલાળી દેવી.

હવે પલળી જાય એટલે હાથમાં લઈને ચોખાને અને દાળને ચેક કરી લેવી અને દાળ ચોખાને દળવા માટે એક મિક્સર જાર લેવું અને તે પલાળેલા દાળ ચોખામાંથી અડધા દાળ ચોખા પાણી નિતારી મિક્સર જારમાં ઉમેરી દેવું અને સાથે બે ચમચી ખાટું દહીં ઉમેરી, ખાટુ દહીં ઉમેરવાથી આથો સરસ રીતે આવી જાય છે અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી સરસ રીતે પીસી લેવું.

હવે બેટર થોડું જાડું નહિ અને પતલુ પણ નથી રાખવાનું, અને પિસાય જાય એટલે એક બાઉલમાં કાઢી લેવું અને તે જ રીતે બાકી વધેલા ચોખાને પીસી લેવું, હવે તે પીસેલું બેટરને સરસ રીતે મિક્સ કરી આથો લાવવા માટે મુકવાનું છે અને બેટરને ઢાંકી ચાર થી પાંચ કલાક માટે કોઈપણ ગરમ જગ્યા પર મૂકી દેવું અને તમારી પાસે જો ચારથી પાંચ કલાકનો સમય ના હોય તો થોડું મીઠું ઉમેરીને એકાદ કલાકમાં ફટાફટ આથો લાવી શકો છો, હવે ચારથી પાંચ કલાક જેવું થઈ જાય એટલે ઢાંકણ ખોલી ચેક કરી લેવું.

હવે બેટર માંથી થોડું બેટર અલગ બાઉલમાં લઈ તેમાં એક નાની વાટકી ખમણેલી દુધી એડ કરી દેવી, હાંડવામાં ખમણેલી દુધી એડ કરવાથી હાંડવો ખાવામાં એકદમ સોફ્ટ બને છે અને ટ્રેડિશનલ રીતે બનતા હાંsવામાં દુધી જ એડ કરવામાં આવે છે, શાકભાજી ઉમેરવામાં આવતાં નથી, પરંતુ તમારી પસંદ પ્રમાણે શાકભાજી ઉમેરી શકો છો અને તેમાં એક ચમચી આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરી અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી નાની ચમચી હળદર, ૧ ચમચી લાલ મરચું પાઉડર, અડધી ચમચી ધાણાજીરું, અને એક હાંડવાની ખટાશ બેલેન્સ કરવા માટે તેમાં એક નાની ચમચી ખાંડ ઉમેરવી અને બધાજ મસાલાને બેટર સાથે સરસ રીતે મિક્ષ કરી લેવું.

હવે હાંડવાને ફૂલેલો બનાવવા માટે તેમાં ૧/૪ સ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરવો અને સોડા સરસ રીતે એક્ટિવેટ થાય તે માટે તેના ઉપર થોડો લીંબુનો રસ ઉમેરીને એકાદ મિનીટ માટે એક જ દિશામાં સરસ રીતે ફેંટી લેવું અને હાંડવાના બેટરમાં વઘાર એડ કરવા માટે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઇ ઉમેરી અને રાય ફૂટી જાય એટલે અડધી ચમચી જીરૂ ઉમેરી દેવું અને થોડા સીંગદાણા ઉમેરી દેવા અને હાંડવામાં સિંગદાણાનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે.

હવે ચપટી હિંગ ઉમેરી સાથે થોડા તલ ઉમેરી દેવા.તલ વગર હાંડવો અધૂરો લાગે છે, હવે લીમડાના પાન ઉમેરી ગેસ ની ફ્રેલેમને બંધ કરી દેવી અને વઘારને થોડો બેટર માં એડ કરી દેવો અને થોડો વઘારને મિક્સ કરી લેવો અને રેગ્યુલર અને ટ્રેડિશનલ સ્ટાઇલ વઘારને બેટરમાં જ એડ કરવાનો છે.

હવે હાંડવો બનાવવા માટે ગેસ પર એક પેન મૂકવો અને તેમાં થોડું તેલ નાખી ગ્રીસ કરી લેવો અને પેનમાં વચ્ચે ગ્લાસ મુકી દેવો અને તે ગ્લાસની ફરતે તૈયાર કરેલું હાંડવાનું બેટર એડ કરવું. ટ્રેડિશનલ સ્ટાઇલમાં હાંડવો હાંડવા કુકરમાં બનાવવામાં આવે છે, પરંતુ ટ્રેડીશનલ હાંડવો કડાઈમાં બનાવવાનો છે તો બેટરને રેડી દેવું અને વધેલા વઘારને એડ કરી દેવો અને વચ્ચે રહેલા ગ્લાસમાં થોડું પાણી એડ કરી દેવું અને ઢાંકણ ઢાંકી મીડીયમ ફ્લેમ ઉપર 30 થી 35 મિનિટ ચઢવા દેવું.

હવે 35 મિનિટ પછી ચેક કરી લેવું હાંડવો ચડ્યો છે કે નહીં તો ચેક કરવા માટે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તે ગેસની મીડિયમ સ્લો ફ્લેમ પર જ રાખવાનો છે નહીં તો હાંડવો બહારથી ચડી જશે પરંતુ અંદરથી નહીં ચડે. અને ચપ્પુની મદદથી ચેક કરી જે સળીમાં બેટર ચોટેલું છે તે કાચો હોય અને શરીરમાં ચોંટે નહીં તો તે ચડી ગયો હશે અને હાંડવો એકદમ સરસ રીતે ચડી જાય એટલે હાંડવાની વચ્ચે રહેલા ગ્લાસને સાંસણીની મદદથી કાઢી લેવો અને તે હાંડવા વાળા પેનને ગેસ પર થી નીચે ઉતારી ૧૦ મીનીટ ઠંડુ થવા દેવું.

હવે દસ મિનિટ પછી હાંડવા ને ટ્રેનમાંથી સ્ટેપ ચૂલાની મદદથી ડિશમાં કાઢી લેવો અને એકદમ પરફેક્ટ ટ્રેડિશનલ હાંડવો બનીને તૈયાર થઈ ગયો હોય તો હાંડવાની ટોમેટો કેચપ સાથે સર્વ કરવો અને ગાર્નિશીંગ માટે લીલા ધાણા કરી દેવા અને એકદમ મસ્ત ટ્રેડિશનલ હાંડવાની રેસીપી તમને પસંદ આવી હોય તો તમે પણ અમારી વેબ સાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

ખાટા ઢોકળા બનાવવાની રીત
લીલી તુવેરના ઢેકરા બનાવવાની રીત
પાવભાજી બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.