The Devyani's KitchenTest of Restaurant at Home
હૈદરાબાદી બિરયાની બનાવવાની રીત | શાકભાજી થી ભરપૂર બિરયાની રેસિપિ | રેસ્ટોરેન્ટ જેવી બિરયાની રેસિપિ | Haydrabadi biryani banavani rit | Veg biryani recipe | Restaurant style biryani recipe

હૈદરાબાદી બિરયાની બનાવવાની રીત | શાકભાજી થી ભરપૂર બિરયાની રેસિપિ | રેસ્ટોરેન્ટ જેવી બિરયાની રેસિપિ | Haydrabadi biryani banavani rit | Veg biryani recipe | Restaurant style biryani recipe

આજે હોટલ કે રેસ્ટોરન્ટમાં મળે તેવી વેજ બિરયાની બનાવવાની છે જો તમે બિરયાની ન બનાવી હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો એકદમ ટેસ્ટી,ચટપટી, મસાલેદાર વેજ દમ બિરયાની નીચે મુજબ છે.

( Tags- હૈદરાબાદી બિરયાની બનાવવાની રીત | શાકભાજી થી ભરપૂર બિરયાની રેસિપિ | રેસ્ટોરેન્ટ જેવી બિરયાની રેસિપિ | Haydrabadi biryani banavani rit | Veg biryani recipe | Restaurant style biryani recipe | How to make biryani recipe | Veg biryani recipe in Gujarati )

હૈદરાબાદી બિરયાની બનાવવાની રીત ( How to make biryani recipe )

સૌપ્રથમ એક બાઉલમાં ચોખા પલાળી લેવા અને ૪ વ્યક્તિ માટે બિરયાની બનાવવાની છે. તો માપ માટે એક ગ્લાસ ચોખા લેવાના છે અને તમારી પાસે જે પ્રકારનો ગ્લાસ હોય તે પ્રમાણે માપ લેવાનું છે અને ચોખા બિરયાનીના ચોખા લેવાના છે. તમે બાસમતી ચોખા પણ લઈ શકો છો. હવે તે ચોખા ને બે થી ત્રણ વાર પાણી વડે સાફ કરી અને બે ગ્લાસ પાણી નાખી 30 મિનિટ માટે પલાળવા મૂકી દેવા છે.

હવે ૩૦ મિનિટ પછી ચોખા સરસ રીતે પલળી જાય એટલે તેને ચડવા માટે એક પેનમાં ૨ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવું. તેમાં બે ચમચી મીઠું, 1 તજનો ટુકડો, ૩ નંગ એલચી, એક કમાલ પાન અને ત્રણ થી ચાર લવિંગ નાખી પાણીને બબલ્સ થાય ત્યાં સુધી ઊકળવા દેવું અને પાણી સરસ રીતે ઉકળી જાય એટલે તેમાં પલાળેલા ચોખા ઉમેરી દેવાના છે અને ૧૦ થી ૧૨ મિનીટ ચોખાને ગેસની મીડીયમ ફ્લેમ ઉપર ચડવા દેવા અને ચોખાને સાવ ચોડવવાના નથી, ચોખાને ૫૦ ટકા જેટલા ચોડાવવાના છે. થોડા અધકચરા રાખવાના છે નહીં તો બિરયાની છે તે એકદમ વઘારેલી ખીચડી જેવા બની જશે.

હવે ગરમ કરતી વખતે ચોખા તેમાં બફાઈ જાય એટલે ચોખાને હાથમાં લઈને ચેક કરી લેવા, થોડા કડક લાગે એટલે ગેસ ની ફ્રેલેમને બંધ કરી દેવી અને તેમાં ભાતને ઓછાવી લેવાના છે. તેની માટે એક બાઉલ ઉપર ચારણી મૂકી તેમાં ચઢેલા ભાત ઉમેરી દેવા, જેથી ભાતમાં રહેલું એક્સ્ટ્રા પાણી નીકળી જાય અને તે ભાત ઉપર ઠંડું ફ્રીજનું પાણી ઉમેરી જેથી ભાત છે તે ગરમ ગરમ વરાળમાં વઘારે ચડી જાય બિરયાનીના ભાત હંમેશા છૂટા હોય છે, હવે બધા જ ભાતમાં ઠંડું પાણી નાખી સરસ રીતે ફેલાવી સાઈડ પર મૂકી દેવું. જેથી બધું જ પાણી ભાત માંથી નીકળી જશે અને બિરયાની માટેના શાકભાજી તૈયાર કરી લેવા.

હવે તેની માટે ફ્લાવરના પીસ કરી તેને મીઠાવાળા ગરમ પાણીમાં એક થી બે મિનિટ ઉકાળી લેવું. તેને પાણીમાંથી નિતારી ડીસમાં લઈ લેવું. સાથે ત્રણ મીડિયમ સાઇઝના બટેટાની છાલ કાઢી લેવી અને મિડીયમ સાઈઝમાં કાપી લેવાનું છે અને બે મિનિટ બોઈલ કરેલું ફ્લાવર, એક ગાજરની સ્લાઈસ કરી લેવી, ગ્રીન કેપ્સિકમ, ૧ નાની વાટકી જેટલા ફોલેલા લીલા વટાણા, સમારેલા લીલા ધાણા, ૧ સૂકું લાલ મરચું, ૧ નાની ચમચી આખા મરી, એલચી, તજ અને ત્રણ લીલી મરચી લેવાની છે અને સાથે એક નાની ડીશ કાજુના ફાડા કરી લેવાના છે. હવે બિરયાની માટે મેરીનેશન તૈયાર કરી લેવું.

હવે તેની માટે એક બાઉલમાં એક કપ દહીં લેવું અને દહીં બહુ ખાટું નથી લેવાનું, મીડીયમ એવું દહીં લેવાનું છે અને તેમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, એક ચમચી બિરયાની મસાલો, ચપટી જેટલો ગરમ મસાલો, એક નાની ચમચી મીઠું નાખી બધા જ મસાલા ને દહીં સાથે સરસ રીતે મિક્સ કરી લેવું અને તેમાં કાપેલા શાકભાજી ઉમેરી દહીં સાથે સરસ રીતે મિક્સ કરી દેવું અને શાકભાજી સીધું જ બિરયાનીમાં નાખવાનું છે. પરંતુ શાક બિરયાનીમાં એકદમ સોફ્ટ થઈ જશે, એટલે અહીં મેરીનેશન બનાવવાનું છે. તેમાં શાકભાજી ઉમેરી દેવું અને એકદમ સારી રીતે મેરીનેશન સાથે મિક્સ કરી દેવું, હવે તે શાકભાજી અને 20 થી 25 મિનિટ રેસ્ટ થવા દેવું અને ચોખા પલળે ત્યાં સુધી શાકને પણ સાથે મેરીnation કરી સાઈડમાં મૂકી દેવાનું છે, જેથી ચોખા પલળે ત્યાં સુધીમાં શાકભાજી પણ સરસ રીતે મેરિયોટ થઈને રેસ્ટ થઈ જાય છે.

હવે ગેસ પર એક પેન મૂકવું અને તેમાં ૩ થી ૪ ચમચી જેટલું તેલ ગરમ કરવું તેલ ગરમ થાય એટલે તેમાં કાજુના ફાડાને સાંતળી લેવાનું છે. કાજૂને સાંતળાઈ જાય ને હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે અને તેને એક ડિશમાં કાઢી લેવું. હવે તે જ તેલમાં એક ડુંગળીની સ્લાઈસને સાંતળી લેવાની છે. એટલે ડુંગળી કેરલાઇઝ એટલે કે સંતળાઈને લાલ જેવી થઇ જાય ત્યાં સુધી હલાવતા રહેવું, સંતળાઈ જાય એટલે ડુંગળીનો કલર ચેન્જ થવા લાગશે અને તેલ બધું જ અલગ થઈ જશે અને ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે એક ડિશમાં કાઢી લેવી અને તે જ તેલમાં શાકને થોડું સાંતળી લેવાનું છે.

હવે તેમાં એક તમાલ પાન, તજનો ટુકડો, એક નંગ એલચી, ત્રણથી ચાર લવિંગ, થોડા આખા મરી અને એક સૂકું લાલ મરચું , સાથે એક નાની ચમચી આખું જીરૂ ઉમેરી અને ખડા મસાલા થોડા ચચરવા લાગે એટલે તેમાં ફરી એક નાની વાટકી ડુંગળીની સ્લાઈસ ઉમેરી દેવી અને તેને પણ સરસ રીતે સાંતળી લેવાનું છે અને સાથે એક નાની ચમચી પીસેલું લસણ ઉમેરી તેનાથી બિરયાનીનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે અને સાથે બે ચમચી મરચાની પેસ્ટ ઉમેરી દેવી અને સરસ રીતે સાંતળી લેવું.

હવે તેમાં અડધી ચમચી હળદર પાઉડર, એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, એક ચમચી ધાણાજીરું પાઉડર અને એક ચમચી બિરયાની મસાલો નાખી, બધા જ મસાલા ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી લેવા અને મેરીનેશન કરેલા બધા જ શાકભાજીને તેલમાં તળવા માટે સરસ રીતે ચાર થી પાંચ મિનિટ શાકભાજી માંથી પાણી એકદમ બળી જાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે અને ચલાવતા રહી બધા શાકભાજી સાંતળી લેવા.

હવે શાકભાજી માંથી પાણી એકદમ બળી જાય એટલે તેમાં કાપેલા લીલા ધાણાને સરસ રીતે મિક્સ કરી દેવા અને શાકભાજીને ૫૦ થી ૬૦ ટકા જેટલા ચોડાવવાના છે અને તેલનું પ્રમાણ તમારે ઘરે જેટલું ખાતા હોય તે પ્રમાણે કરવાનું છે બહારની બિરયાનીમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે તો બિરયાનીમાં ખટાશ માટે માત્ર દહીં વપરાય છે, ટામેટાનો ઉપયોગ કરવામાં આવતો નથી, તો હવે બિરયાનીનું શાકભાજી તૈયાર થઈ ગયું હોય તો તેમાં એક જાડા તળિયાવાળા વાસણમાં લેવાનું છે.

હવે ન હોય તો જાડા તળિયાવાળું કુકર લઈ શકો છો, તો ચાલો તેને ગેસ પર મૂકી અને તેમાં સૌથી પહેલાં તૈયાર થયેલા ભાતનો લેયર કરવાનો છે અને આખા તળિયામાં સરસ રીતે શાકને પાથરી દેવાનો છે અને તેની ઉપર બનાવેલા ભાતનું લેયર કરવાનું અને સરસ રીતે પાથરી દે તેની ઉપર કાપેલા લીલા ધાણા સાંતળેલા કાજૂ ના ફાડા અને કેરેમલ કરેલી ડુંગળી સ્પ્રેડ કરી દેવી અને ફરી શાકભાજીનું લેર કરી દેવું, તેની ઉપર ફરી પાછું ભાતનો લેયર કરવું અને તેની ઉપર કાપેલા લીલા ધાણા સાંતળેલા કાજૂ ના ફાડા અને કેરેમલ એટલે કે સાંતળી લેવું ડુંગળીનું લેયર કરી દેવું અને સરસ રીતે બિરયાનીને મિક્સ કરી દેવાની છે અને ફોલપેપર પેક કરી દેવાનું છે, તમારી પાસે ફોરપેપર ના હોય તો, તમારી પાસે કોઈ નેપકીન હોય એ પણ કિનારીએ સુધી આવે તે રીતે ઢાંકી દેવાનું છે.

હવે તેને ઢાંકણ ઢાંકી ફીટ કરી લેવું અને ઢાંકણ ના હોય તો તમે લોટ બાંધી શકો છો. તે બાંધેલા લોટની મદદથી કિનારીને સીલ કરી શકો છો અને ગેસની આંચ સ્લો રાખી 15 મિનિટ જેટલું દમ આપી, તળિયું પાતળું હોય તો નીચે લોઢી મૂકી દેવી અને 15 મિનિટ જેટલું દમ આપી દેવું અને 15 મિનિટ પછી બિરયાની એકદમ સરસ રીતે બનીને તૈયાર થઇ જાય એટલે ચોખા અને શાકભાજી બન્ને એકદમ સરસ રીતે ચડી ગયું હોય તો સાઇડમાંથી મિક્સ કરી લેવાનું છે, જેથી મસાલો અને શાક છે તે બધા ભાતમાં સરસ રીતે મિક્સ થઈ જાય અને બિરયાનીને એક ડિશમાં કાઢી લેવી અને સાથે અડદના પાપડ મસાલા છાશ સાથે સર્વ કરી શકો છો અને બિરયાની ઉપર લીલા ધાણા sprinkal કરી દેવાના છે, તો એકદમ ઝડપથી, ટેસ્ટી એવી વેજ હૈદરાબાદી બિરયાનીની રેસિપી તમને પસંદ આવે તો તમે પણ અમારી વેબસાઈટમાંથી જોઈને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

લીલી હળદરનું શાક બનાવવાની રીત
આથેલા મરચાં બનાવવાની રીત
મસાલા રોટલો રેસિપિ

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.