The Devyani's KitchenTest of Restaurant at Home
ગુજરાતી ખાંડવી બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ ખાંડવી રેસિપિ | હોમ મેડ ખંડવી રેસિપિ | Gujarati khandvi recipe | Instant khandvi recipe

ગુજરાતી ખાંડવી બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ ખાંડવી રેસિપિ | હોમ મેડ ખંડવી રેસિપિ | Gujarati khandvi recipe | Instant khandvi recipe

આજે આપણે બનાવવાનું છે એકદમ સરળ રીતે ઓછી મહેનતમાં ગુજરાતી ફેમસ ખાંડવી રેસીપી. પરફેક્ટ માપ સાથે ખાંડવી બનાવવાની છે, કુકર પણ નહીં, કડાય પણ નહીં અને પાથરવાની ઝંઝટ વગર ત્રણ થી ચાર મિનિટ માં ખાંડવી બનાવવાની છે. આ ખાંડવી તમે બનાવશો તો પરફેક્ટ બહાર જેવી જ બનશે. તો ચાલો ગુજરાતની ફેમસ ખાંડવી રેસીપી બનાવવાનું શરૂ કરીએ.

( Tags- ગુજરાતી ખાંડવી બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ ખાંડવી રેસિપિ | બહાર જેવી જ ખાંડવી બનાવવાની રીત | હોમ મેડ ખંડવી રેસિપિ | Gujarati khandvi recipe | Instant khandvi recipe | Easy khandvi recipe in Gujarati | How to make Khandvi )

ખાંડવી બનાવવાની સામગ્રી ( Ingredients for Khandvi )

  • 3 લીલા મરચાં
  • 1 આદુનો ટુકડો
  • 1 વાટકી ચણાનો લોટ
  • 1 ચમચી મીઠું
  • અડધી ચમચી હળદર પાઉડર
  • 3 વાટકી છાશ

સૌપ્રથમ ખાંડવી બનાવવા માટે 3 લીલા મરચાં અને એક આદુનો ટુકડો લેવાનો છે. હવે એક મિક્સર જાર લેવું. તેમાં મરચાને મીડીયમ પીસમાં કાપીને ઉમેરી દેવા અને સાથે આદુના ટુકડા ને પણ કાપી ને ઉમેરી દેવા. હવે તેમાં એક વાટકી ચણાનો લોટ ઉમેરવો અને ચમચી મીઠું ઉમેરવું. હવે તેમાં અડધી ચમચી હળદર પાઉડર અને જે વાટકીના માપથી ચણાનો લોટ લીધો હતો તે વાટકીના માપથી ૩ વાટકી છાશ ઉમેરવાની છે.

હવે પરંતુ પીસતી વખતે જરૂર મુજબ છાશ ઉમેરવાની છે. હવે મિક્સર ઝારનું ઢાંકણ બંધ કરી સરસ રીતે પીસી લેવું. અને આદુ મરચાંને સરસ રીતે પીસાઈ ગયા હોય તો લોટ અને છાશ સરસ રીતે મિક્સ કરી દેવા અને તે મિશ્રણને એક બાઉલમાં કાઢી લેવું. હવે તેમાં બાકીની બે વાટકી છાશ અને એક વાટકી પાણી નાખી સરસ રીતે મિક્ષ કરી લેવું.

હવે આ ખાંડવી બનાવવાનું બેટર તૈયાર થઈ ગયું હોય તો ગેસ ઉપર એક લોખંડનો તવો મૂકવો અને તેના ઉપર નોનસ્ટિક લોઢી અથવા પેન મૂકવું અને સરસ રીતે ફેલાવી, ઢાંકણ ઢાંકી 2 મીનીટી ચડવા દેવું. તમારે જેટલી જાડી પાતળી ખાંડવી બનાવી હોય તે પ્રમાણે લોઢીમાં બેટરને ઉમેરવાનું છે.

હવે બે મિનિટ પછી ઢાંકણ હટાવી આંગળીની મદદથી ચેક કરી લેવાનું છે, જો બેટર હાથ પર ચોટતું ના હોય તો સમજવું કે તે સરસ રીતે ચડી ગયું છે. હવે ચપ્પુની મદદથી કટ કરી લેવી અને સ્પચૂલાની મદદથી સાઈડ પરથી ઉખાડી લેવી અને તેના ઉપર કાપેલા લીલા ધાણા sprinkle કરી દેવા અને હવે જે કટ કરેલી પટ્ટી છે, તેના રોલ વાળી લેવાના છે તો હળવે હળવે રોલ વાળતા જવાના છે અને એકદમ સરળતાથી રોલવાળી લેવા. હવે ખાંડવી ઉપર તમે લીલા ધાણા સાથે ખમણેલું કોપરું પણ ઉમેરી શકો છો બધી જ ખાંડવી બની જાય એટલે તેની ઉપર વઘાર કરવાનો છે.

હવે વઘાર કરવા માટે વઘારીયામાં એક ચમચો તેલ ઉમેરી અને ગેસ ઉપર મૂકી દેવું. તેલ ગરમ થઇ જાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરી, રાઈ સરસ રીતે ફૂટી જાય એટલે તેમાં અડધી ચમચી ચપટી હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરી દેવા અને વઘારને ગેસ પરથી ઉતારી તેમાં થોડા તલ ઉમેરવા અને તૈયાર કરેલા વઘારને ખાંડવી ઉપર રેડી દેવો અને તેની ઉપર લીલા ધાણા sprinkle કરી દેવા સાથે ખમણેલું કોપરું પણ sprinkle કરી દેવું.

તો એકદમ ઝડપથી બની જાય તેવી ગુજરાતની ફેમસ ખાંડવી. તમારે ખાંડવી બનાવવામાં પ્રોબ્લેમ થતો હોય તો તમે અમારી વેબ સાઇટ માંથી જોઇને જરૂર ખાંડવી બનાવજો, 100% તમારી ખાંડવી એકદમ બજાર જેવી બનશે. જો તમને અમારી આ ગુજરાત ની ફેમસ ખાંડવી બનાવવાની રીત પસંદ આવી હોય તો તમે અમારી વેબ સાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

પોટેટો બર્ડ્સ નેસ્ટ બનાવવાની રીત
બટેટા ધાણાની ચિપ્સ બનાવવાની રીત
ચીઝ બ્રેડ પિઝા બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.