The Devyani's KitchenTest of Restaurant at Home
એક નવા સ્વાદમાં મસાલા મેગી ભેળ | ઇન્સ્ટન્ટ પાપડ ભેળ રેસિપિ | ભેળ બનાવવાની રીત | Instant Snack Recipe | Bhel recipe in Gujarati

એક નવા સ્વાદમાં મસાલા મેગી ભેળ | ઇન્સ્ટન્ટ પાપડ ભેળ રેસિપિ | ભેળ બનાવવાની રીત | Instant Snack Recipe | Bhel recipe in Gujarati

આજે આપણે બનાવવાના છીએ ચટપટા રેસિપી. આજે આપણે ક્રંચી ચટપટી મેગી ભેળ અને પાપડ બનાવવાના છીએ. આ પાંચ મિનિટશ ની રેસીપી ચટપટી ટેસ્ટી બને છે અને બાળકોને ખૂબ જ ભાવે તેવો આ ચટપટો નવો નાસ્તો છે. અને ભેળ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય તેવી એકદમ યુનિક આઈડીયાથી ભેળ બનાવવાની છે. મમરાની ભેળ તો તમે ખાતા જ હશો પરંતુ મેગી અને પાપડ એમ બન્ને ભેળ બનાવવાના છીએ.

( Tags-ઇન્સ્ટન્ટ સ્નેક રેસિપિ | નવો ચટપટો નાસ્તો | ચટપટા ચાટ રેસિપિ | એકદમ નવો નાસ્તો | ઇન્સ્ટન્ટ પાપડ ભેળ રેસિપિ | ભેળ બનાવવાની રીત | Instant Snack Recipe | Masala Maggi bhel and Papad bhel | Crunch Maggi chat | Crunch Papad chat )

ઇન્સ્ટન્ટ ભેળ બનાવવાની સામગ્રી ( Ingredients for Instant Bhel )

  • 1 મેગીનું નાનું પેકેટ
  • 1 મસાલાનું પેકેટ
  • 2 ચમચી ઝીણું કાપેલું કેપ્સિકમ
  • 2 ચમચી ઝીણા કાપેલા ટામેટા
  • 1 મિડીયમ સાઈઝનું ઝીણું કાપેલું ટામેટું
  • અડધું લીંબુ
  • 1 નંગ ઝીણું કાપેલું મરચું
  • 1 નાની ચમચી ચીલી ફ્લેક્સ
  • થોડા સમારેલા લીલા ધાણા

સૌપ્રથમ મેગી ભેળ બનાવવાની છે તો તેના માટે એક મેગીનું નાનું પેકેટ લેવાનું છે, એક મસાલાનું પેકેટ લેવાનું છે, બે ચમચી જેટલું ઝીણું કાપેલું કેપ્સિકમ, બે ચમચી ઝીણા કાપેલા ટામેટા, એક મિડીયમ સાઈઝનું ઝીણું કાપેલું ટામેટું, અડધું લીંબુ, ૧ નંગ ઝીણું કાપેલું મરચું, ૧ નાની ચમચી ચીલી ફ્લેક્સ અને થોડા સમારેલા લીલા ધાણા લેવાના છે.

હવે સૌપ્રથમ ગેસ ઉપર એક પેન મૂકવું. તેમાં મેગીને તોડીને ઉમેરવી. બધી જ મેગીને નાના-નાના ટુકડા કરી તોડી લેવાની છે અને તેમાં બે ચમચી તેલ ઉમેરવું અને મેગીને ચલાવતા રહી થોડી ગોલ્ડન જેવી થાય ત્યાં સુધી cook કરવાની છે અને તેને ગોલ્ડન બ્રાઉન થતાં પાંચ થી સાત મિનિટ જેટલો સમય લાગે છે.

હવે ચારથી પાંચ મિનિટ પછી તેમાં મેગી મસાલો ઉમેરવાનો છે. (મેગીના પેકેટ માં જે સાથે આવે છે તે જ ઉમેરવાનો છે) હવે એક બાઉલમાં મસાલો કાઢી તેમાં થોડું પાણી નાખી મિક્સ કરી લેવું અને તે મસાલાવાળી પેસ્ટ છે તે મેગીમાં ઉમેરી દેવાની છે.

હવે ફરી ૨ થી ૩ મિનિટ તેને ચલાવતા રહેવું અને પછી ગેસ ની ફ્રલેમ બંધ કરી તેને એક બાઉલમાં કાઢી લેવું. હવે બાઉલમાં ઝીણી કાપેલી ડુંગળી ઉમેરવી, ઝીણા કાપેલા ટામેટા ઉમેરવા, સાથે કાપેલા કેપ્સીકમ એડ કરવા અને તેમાં કાપેલું લીંલું મરચું, લીલા ધાણા અને સાથે ચીલી ફ્લેક્સ ઉમેરવો. અને અડધા લીંબુનો રસ ઉમેરી બધું જ સરસ રીતે મિક્ષ કરી લેવું.

તો ઇન્સ્ટન્ટ chatpati માત્ર પાંચ જ મિનિટમાં બની જાય તેવી એકદમ નવી મેગી હેઠળ તૈયાર હશે તેની ઉપર તમે ચાટ મસાલો પણ sprinkle કરી શકો છો અને તે મેગી ભેળવીને એક સર્વિંગ ડીશમાં કાઢી લેવી.

પાપડ ભેળ ( Papad Bhel Recipe )

હવે આપણે બનાવીશું ખીચીયા પાપડ ભેળ. તેની માટે ત્રણ શેકેલા ખીચી ના પાપડ લેવાના છે. તમે કોઈપણ પાપડ લઈ શકો છો. હવે સાથે એક મિડીયમ સાઈઝ નું ઝીણું કાપેલું ટામેટું, 1 નાની ચમચી ચીલી ફ્લેક્સ, થોડું એવું ઝીણું કાપેલું કેપ્સીકમ, અડધું લીંબુ, કાપેલા લીલા ધાણા, લીલુ કાપેલું મરચું, 1નાની ઝીણી કાપેલી ડુંગળી અને બે ચમચી જેટલો ટોમેટો કેચપ લેવાનો છે.

હવે એક બાઉલમાં તેને લઈ લેવું અને તેમાં જે શેકેલા પાપડ છે તે તોડી ને લેવાના છે. અને તેને નાના પીસ માં તોડી લેવાના છે. હવે તેમાં કાપેલું ટામેટું, ડુંગળી, કેપ્સીકમ, લીલા ધાણા, લીલુ મરચું, ચીલી ફ્લેક્સ અને અડધા લીંબુનો રસ અને સાથે ટોમેટો કેચપ, ચપટી મરી પાઉડર, અડધી નાની ચમચી શેકેલા જીરાનો પાઉડર ઉમેરી બધું જ સરસ રીતે મિક્ષ કરી લેવું. આ પાપડ મીઠાવાળા જ હોય છે એટલે તેમાં મીઠું નાખવાનું નથી.

તમારે થોડી નમકીન ભેળ બનાવવી હોય તો તમે થોડો ચાટ મસાલો પણ નાખી શકો છો અને તે પાપડ ભેળને એક સર્વિંગ ડીશમાં કાઢી લેવી. માત્ર પાંચ મિનિટમાં બની જાય તેવો આ નવો નાસ્તો તમે પણ ઘરે જરૂર બનાવી શકો છો. તમને આ ચટપટી રેસિપી પસંદ આવે તો તમે પણ અમારી વેબ સાઇટ માંથી જોઇને કરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

રાજ કચોરી બનાવવાની રીત
બટેટા ભૂંગળા બનાવવાની રીત
વેજીટેબલ સૂપ બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.