The Devyani's KitchenTest of Restaurant at Home
ગુજરાતી ખાટા ઢોકળા બનાવવાની રીત | પ્રસંગ માં બને તેવા ખાટા ઢોકળા | લાઈવ ખાટા ઢોકળા | Khata Dhokla recipe in Gujarati | Live khata dhokla

ગુજરાતી ખાટા ઢોકળા બનાવવાની રીત | પ્રસંગ માં બને તેવા ખાટા ઢોકળા | લાઈવ ખાટા ઢોકળા | Khata Dhokla recipe in Gujarati | Live khata dhokla

આજે આપણે બનાવવાના છીએ ગુજરાતી ફેમસ ડીસ ખાટા ઢોકળા રેસીપી. આ ખાટા ઢોકળા ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે. ઢોકળાનો લોટ તૈયાર કરવાની માથાકૂટ વગર દાળ ચોખા પલાળીને એકદમ ટેસ્ટી એવા લાઈવ ઢોકળા તો ખુબ જ સરસ બને છે. ખાટા ઢોકળા તો તમે બનાવતા જ હશો પરંતુ આજે વેજીટેબલ વાળા ખાટા ઢોકળા બનાવવાના છે આખા ઢોકળાને કાચા સીંગતેલ સાથે સર્વ કરવામાં આવે છે જો તમે આવા વેજીટેબલ વાળા ખાટા ઢોકળા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો આપણે ટેસ્ટી એવા લાઈવ ખાટા ઢોકળા બનાવવાનું શરૂ કરીએ.

( Tags- ગુજરાતી ખાટા ઢોકળા બનાવવાની રીત | ખાટીયા ઢોકળા | ઉનાળાના નવા સ્વાદ સાથે ખાટા ઢોકળા બનાવવાની રીત | ગુજરાતના કાઠિયાવાડીની ઓળખ ખાટા ઢોકળા | ઢોકળાના લોટની ઝંઝટ વગર દાળ – ચોખા ના ખાટા ઢોકળા | પ્રસંગ માં બને તેવા ખાટા ઢોકળા | લાઈવ ખાટા ઢોકળા | Khata Dhokla recipe in Gujarati | Live khata dhokla | How to make khata Dhokla Recipe | Kathiyawadi khata dhokla )

ખાટા ઢોકળા બનાવવાની સામગ્રી ( Ingredients for Khata Dhokla )

  • 6 વાટકી ચોખા
  • 2વાટકી ચણાની દાળ
  • 1 કળચી ખાટી છાશ
  • અડધી ચમચી મીઠું
  • ચપટી હળદર પાઉડર
  • 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ
  • 1 ચમચી કાપેલું લીલું લસણ
  • લીલા સમારેલા ધાણા
  • થોડું ઝીણું સમારેલું કેપ્સિકમ
  • 1 નંગ ઝીણું ખમણેલું ગાજર
  • 2 થી 3 ચમચી ખમણી દુધી

સૌપ્રથમ દાળ અને ચોખા પલાળવાના છે. તો તેની માટે કોઈપણ એક માપ ની વાટકી લેવી. છ વાટકી ચોખા ઉમેરવા. ( આપણે ખીચડીયા ચોખા લેવાના છે. ) હવે તેની સાથે બે વાટકી ચણાની દાળ લેવી અને ત્રણ જેમ એક નો રેશિયો લેવાનો છે. હવે આ દાળ અને ચોખાને પાણીમાં બે થી ત્રણ વાર સાફ કરી લેવાના છે. આપણે છ વ્યક્તિ માટે ઢોકળા બનાવવાના છે.

હવે દાળ અને ચોખાને સરસ પાણી વડે સાફ કરી તેને પાણીમાં પલાળવાના છે તો તેના માટે બંને વાસણમાં પાણી ઉમેરી દાળ અને ચોખાની ઉપર થોડું પાણી આવે તે રીતે પાણી ઉમેરવાનું છે અને તેને ઢાંકી ચાર થી પાંચ કલાક માટે પલાળવા મૂકી દેવા. ચાર થી પાંચ કલાક પછી ચોખા અને દાળ સરસ રીતે પલળી જાય પછી તેમાંથી પાણી કાઢી લેવાનું છે.

હવે એક મિક્સર જાર લેવું અને તેમાં અડધા ચોખા જારમાં ઉમેરવા અને સાથે એક કળચી ખાટી છાશ, અડધી ચમચી મીઠું, ચપટી હળદર ઉમેરવી. ત્યારબાદ મિક્સર નું ઢાંકણ બંધ કરી તેને smooth રીતે પીસી લેવું.

હવે આ પીસેલા ચોખાને તપેલીમાં કાઢી લેવા અને તે જ રીતે મિક્સર જારમાં બાકીના ચોખાને પીસી લેવા. બધા જ ચોખા પીસાઈ જાય એટલે, તે જ મિક્સર જારમાં ચણાની દાળ ઉમેરવી અને તેમાં પણ એક કળચી છાશ, અડધી ચમચી મીઠું, ચપટી હળદર ઉમેરી મિક્સર નું ઢાંકણ બંધ કરી તેને પણ smooth રીતે પીસી લેવું અને સરસ રીતે દાળ પીસાઈ જાય એટલે તેને ચોખા પીસેલી તપેલીમાં ઉમેરી દેવું અને દાળ-ચોખા ના મિશ્રણને સરસ રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી પાંચ થી છ કલાક ફર્મેન્ટેશન માટે મૂકી દેવું.

હવે છ કલાક પછી તમે ઢોકળાના બેટર નો એકદમ સરસ આથો આવીને ફુલી ગયું હોય અને તેમાં બબલ્સ દેખાઈ રહ્યા હોય તો આ તો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો હશે. અને આ બેટરમાં ચપટી હળદર નાખવાથી ઢોકળાના બેટર નો કલર light yellow જેવો તૈયાર થાય છે.

હવે આ તૈયાર થયેલા ઢોકળાના બેટર માંથી એક વાસણમાં ત્રણ ડોયા જેટલું બેટર લેવું અને આ લાઈવ વેજીટેબલ ખાટા ઢોકળામાં નાખવાના શાકભાજી લેવા. તો તેના માટે એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ, 1 ચમચી જેટલું કાપેલું લીલું લસણ, લીલા સમારેલા ધાણા, થોડું એવું ઝીણું સમારેલું કેપ્સિકમ, ૧ નંગ ઝીણું ખમણેલું ગાજર અને બે થી ત્રણ ચમચી જેટલી ખમણી દુધી તે લેવાની છે તમારી પાસે જો લીલી મકાઈ હોય તો તેના દાણા પણ ઉમેરી શકો છો. તેનાથી ઢોકળા નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે અને જે બેટર અલગ કાઢ્યું છે તેમાં આ તૈયાર કરેલાં વેજિટેબલ્સ ઉમેરી દેવા.

તમે સાદા ખાટા લાઇવ ઢોકળા તો બનાવતા જ હશો પરંતુ આ રીતે વેજીટેબલ વાળા ઢોકળા તમે જો ક્યારેય ન બનાવ્યા હોય તો ખાસ બનાવજો ખુબ જ સરસ બને છે. આ બધા જ વેજિટેબલ્સને સરસ રીતે મિક્સ કરી લેવા અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી, અને પીસતી વખતે મીઠું ઉમેરયું હોય તો તે પ્રમાણે મીઠું ઉમેરવાનું રહેશે. હવે તેમાં ચપટી થોડો વધારે એટલો ખાવાનો સોડા ઉમેરવો અને સરસ રીતે એક થી બે મિનિટ માટે મિક્સ કરી લેવું. તમે ઈ નો ફ્રુટસોલ્ટ પણ વાપરી શકો છો અને હવે ઢોકળીયાની એક પ્લેટને બ્રશની મદદથી તેલ વડે ગ્રીસ કરી લેવી અને તૈયાર કરેલું ઢોકળાનું બેટર ડીશમાં ઉમેરી દેવું અને આ ડીશને સેટ કરી લેવાની છે.

હવે ઢોકળા ચડવા માટે ગેસ પર ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકવું અને ઢોકળીયું અંદર કાળું ન થઈ જાય તેની માટે અડધુ લીંબુ નું ફાડું ઉમેરવું અને પાણી ઉકળવા લાગે એટલે તેમાં તૈયાર કરેલી બેટરીવાળી ડિશને ઢોકળીયામાં મૂકવી અને તેની ઉપર લાલ મરચું પાવડર sprinkle કરવું અને ૧૦ થી ૧૨ મિનીટ માટે ગેસ ની હાઇ ફ્લેમ ઉપર રાખી. ઢાંકણ બંધ કરી ચડવા દેવું.

હવે બાર મિનિટ પછી ઢાંકણ ખોલીને ચપ્પુની મદદથી ચેક કરવું. જો ચપ્પુ માં બેટર ચોંટે નહીં તો સમજવાનું કે ઢોકળા સરસ ચડી ગયા છે. અને ઢોકળીયા માંથી ડીશને બહાર કાઢી લેવી અને તેની ઉપર થોડું સિંગ તેલ લગાડવું અને લીલા ધાણા sprinkle કરી લેવા. હવે ચપ્પુની મદદથી ઢોકળાને ચોરસ શેઈપમાં કટ કરી લેવા.

આ ઢોકળાને એક સર્વિંગ ડીશમાં મૂકી દેવા. અને એકદમ મસ્ત આ લાઈવ ખાટા ઢોકળા જે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બને છે. અને આ ખાટા ઢોકળાને કાચું સીંગતેલ અને ટોમેટો કેચપ સાથે સર્વ કરવા. આ ઢોકળા કાચા સીંગતેલ સાથે ખાવાની મજા આવે છે તો તમે પણ આ રીતે લાઈવ ખાટા ઢોકળા ઘરે એકવાર જરૂરથી બનાવજો અને આ વેજીટેબલ લાઇવ ઢોકળા ની રેસીપી તમને પસંદ આવી હોય તો તમે પણ અમારી વેબ સાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

ખાટા ઢોકળા બનાવવાની રીત
લીલી તુવેરના ઢેકરા બનાવવાની રીત
પાવભાજી બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.