The Devyani's KitchenTest of Restaurant at Home
લસ્સી બનાવવાની રીત | ગરમી માટે ઠંડી ઠંડી રેસિપિ | અલગ અલગ ત્રણ પ્રકારની લસ્સી | Lassi banavani rit | Sweet lassi recipe

લસ્સી બનાવવાની રીત | ગરમી માટે ઠંડી ઠંડી રેસિપિ | અલગ અલગ ત્રણ પ્રકારની લસ્સી | Lassi banavani rit | Sweet lassi recipe

આજે બનાવવાના છીએ ગરમીમાં શરીરને ઠંડક આપે અને પીવાની મજા પડે તેવી ઠંડી ઠંડી અલગ-અલગ ત્રણ પ્રકારની લસ્સી. ગરમીમાં ખાવા કરતાં ઠંડુ ઠંડુ પીવા ની જ ઈચ્છા થાય છે. અને ઠંડીમાં તો કોલ્ડ્રિંક વધારે બધા પિતા હોય છે પરંતુ કોલ્ડ્રિંક્સ કરતા લસ્સી હેલ્થ માટે પણ સારી અને નડે નહીં અને શરીરને ઠંડક આપે તેવી બને છે તો ચાલો અલગ-અલગ ત્રણ પ્રકારની રસી બનાવવાનું શરૂ કરીએ.

( Tags- લસ્સી બનાવવાની રીત | ગરમી માટે ઠંડી ઠંડી રેસિપિ | મેંગો લસ્સી રેસિપિ | ચોકલેટ લસ્સી રેસિપિ | સાદી લસ્સી રેસિપિ | અલગ અલગ ત્રણ પ્રકારની લસ્સી | Lassi banavani rit | Sweet lassi recipe | Punjabi lassi recipe | Easy recipe of lassi | How to make 3 types lassi )

લસ્સી બનાવવાની રીત ( Make a Lassi )

સૌપ્રથમ લસ્સી બનાવવા માટે સરસ જામેલુ દહીં લેવાનું છે દૂધમાં તમારે 8 કલાક માટે એક ચમચી ખાટી છાશ નાખીને મૂકી દેવાનું અને આઠ કલાક પછી દૂધમાંથી એકદમ સરસ દહીં બનીને તૈયાર થઇ જાય છે. હવે તૈયાર થયેલા દહીમાંથી સાદી, મેંગો અને ચોકલેટ એમ ત્રણ પ્રકારની લસ્સી બનાવવાની છે હવે સાદી લસ્સી બનાવવા માટે એક બાઉલમાં બે ચમચા જેટલું દહીં ઉમેરો અને એક ગ્લાસ લસ્સી બનાવવાની છે.

સાદી લસ્સી ( Simple lassi )

હવે દહીંમાં ૨ ચમચી ખાંડ ઉમેરો અને જેરણીની મદદથી સરસ રીતે મિક્સ કરી લસ્સી બનાવી લેવી. તેમાં બે થી ત્રણ બરફના ટુકડા ઉમેરી ફરી સરસ રીતે ફેંટી લેવું. તો લસ્સી બનાવવા માટે બ્લેન્ડર નો યુઝ નહી કરવો. અને જેરણી આવે છે, તેના મદદથી જ લસી બનાવવાની છે. તો તૈયાર તૈયાર થઈ ગયેલ લસ્સીને એક સર્વિંગ ગ્લાસમાં કાઢી લેવી.

મેંગો લસ્સી ( Mango Lassi )

હવે બનાવવાની છે મેંગો લસ્સી બનાવવા માટે ફરી તે જ બાઉલમાં બે ચમચા લઈ લેવું અને બે ચમચી ખાંડ ઉમેરી અને એક કેરીની છાલ ઉતારી તેના પીસ કરી લેવા અને તેને બ્લેન્ડર વિચારમાં નાખી ક્રશ કરી પેસ્ટ બનાવી લેવું.

હવે મેંગો પલ્પને બાઉલમાં ઉમેરી દેવું અને ચપટી યલો કલર ઉમેરવું, તે બિલકુલ optional છે. હવે જેરણીની મદદથી ઝેરી લેવું. અને સાથે બે થી ત્રણ બરફના ટુકડા ઉમેરી દેવા. તો તૈયાર થઈ ગયેલી મેંગો લસ્સી ને એક સર્વિંગ ગ્લાસમાં કાઢી લેવું.

ચોકલેટ લસ્સી ( Chocolate lassi )

હવે ચોકલેટ લસી બનાવવાની છે. તેની માટે ફરી બાઉલમાં બે ચમચા દહીં ઉમેરી તેમાં 1 ચમચી જેટલી ચોકલેટ સીરપ અને બે થી ત્રણ બરફના ટુકડા ઉમેરી સાથે બે ચમચી ખાંડ ઉમેરી ઝેરણીની મદદથી સરસ રીતે ઝેરી લેવું જો તમને ચોકલેટ વધારે ભાવતી હોય તો તમે વધુ એડ પણ કરી શકો છો અને તેને સરસ રીતે મિક્ષ કરી લેવું ચોકલેટ લસ્સી તૈયાર હોય તો તેને એક સર્વિંગ ગ્લાસમાં કાઢી લેવી. થોડી ચોકલેટ લગાવી અને પછી ઉમેરવી.

તો એકદમ મસ્ત ટેસ્ટી ગરમીમાં પીવાની મજા પડે તેવી ઠંડી ઠંડી સાદી મેંગો લસ્સી અને ચોકલેટ લસ્સી એકદમ સરસ અને અલગ-અલગ પ્રકારની 3 લસ્સી ની રેસીપી તમને પસંદ આવે તો તમે પણ અમારી વેબ સાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

મેંગો ફ્રૂટી બનાવવાની રીત
તૂટી-ફૂટી બનાવવાની રીત
વેનીલા આઇસક્રીમ બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.