The Devyani's KitchenTest of Restaurant at Home
વધેલા ભાતમાંથી કપુરિયા બનાવવાની રીત | વધેલાનો અલગ અલગ નવો નાસ્તો | વેસ્ટમાંથી બેસ્ટ નાસ્તો | Leftover rice recipe | instant navo nasto

વધેલા ભાતમાંથી કપુરિયા બનાવવાની રીત | વધેલાનો અલગ અલગ નવો નાસ્તો | વેસ્ટમાંથી બેસ્ટ નાસ્તો | Leftover rice recipe | instant navo nasto

આજે આપણે બનાવવાનું છે વધેલા ભાત માંથી એક નવી આઈટમ, આ વધેલા ભાતમાંથી જે આઈટમ બને છે તે ખૂબ જ ટેસ્ટી બને છે, વધેલા ભાતનો નવો નાસ્તો તમે પહેલા ક્યારેય નહીં બનાવ્યો હોય, વધેલા ભાતની ઘણી બધી આઇટમ બને છે પરંતુ આજે જે આઈટમ બનાવવાની છે તે એકદમ ટેસ્ટી બને છે અને તેનું નામ છે વધેલા ભાતના કપુરીયા.તો ચાલો વધેલા ભાતની એક એવી ટેસ્ટી, ચટપટી હેલ્થી એવી રેસિપી બનાવવાનું શરૂ કરીએ.

( Tags-વધેલા ભાતમાંથી કપુરિયા બનાવવાની રીત | વધેલાનો અલગ અલગ નવો નાસ્તો | વેસ્ટમાંથી બેસ્ટ નાસ્તો | Leftover rice recipe | instant navo nasto | How to make Leftover rice recipe | Leftover rice recipe in Gujarati )

વધેલા ભાતના કપુરિયા બનાવવાની રીત ( make a Leftover rice recipe )

સૌ પ્રથમ વધેલા ભાતના કપુરીયા બનાવવા માટે એક બાઉલમાં વધેલા ભાત લેવા અને આ ભાતને હાથ વડે સરસ રીતે મસળી લેવાના છે, તે સરસ ભાત મસળી જાય એટલે તેમાં મીડિયમ સાઇઝના બે બટેટાને બાફીને ઉમેરી દેવા અને તેની બટેટાની છાલ ઉતારી લેવાની છે. હવે બટેટા ને પણ સરસ રીતે ભાત સાથે મિક્સ કરી મસળી લેવાના છે.

હવે બધા જ વેજિટેબલ્સ ઉમેરી દેવાના છે. સૌપ્રથમ એક નંગ ઝીણી સમારેલી ડુંગળી, અડધી ચમચી ખમણેલું બીટ, થોડું ખમણેલું કોબી, એક મિડીયમ સાઈઝ ઝીણું કાપેલું કેપ્સિકમ, એક નાનો ખમણેલું ગાજર અને થોડો ચાટ મસાલો સાથે અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાઉડર, અડધી થી ઓછી ચમચી જેટલો મરી પાવડર, ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ, અડધી ચમચી ચીલી ફ્લેક્સ સાથે બે ચમચી કોર્નફ્લોર અને એક ચમચી ચોખાનો લોટ ઉમેરવો. હવે ચપટી ઉમેરી અને હવે બધા જ મસાલા ને હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવા.

થોડો કોર્નફ્લોર નાખવાની સ્ટફિંગ માં બાયડિંગ આવે છે. અને ચોખાનો લોટ નાખવાથી કપૂરીયા ટેસ્ટી બને છે. હવે વધારે ક્રિસ્પી ખાવા હોય તો ચોખાનો લોટ વધારે નાખવાનો છે અને સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તે કપુરીયા માંથી મીડિયમ સાઇઝની ટીકી બનાવવાની છે. હવે અડધી ચમચી મીઠું તેમાં એડ કરી દેવાનું છે અને એક લીંબુનો રસ ઉમેરો અને કપુરીયા ખાટા-મીઠા બંને તે માટે થોડી ખાંડ ઉમેરવી અને સરસ રીતે મિક્સ કરી લેવું.

હવે તે તૈયાર કરેલા મિશ્રણમાથી થોડું મિશ્રણ હાથમાં લઇ મીડિયમ સાઇઝની ટીક્કી બનાવી લેવાની છે અને એક પછી એક એમ બધી જ ટીકી બનાવીને તૈયાર કરી લેવી. ખરેખર આ વધેલા ભાતના કપુરીયા ટેસ્ટ માં ખુબ જ સરસ બને છે.

હવે બધી ટીકકીઓ બનીને રેડી થઈ ગઈ હોય તો તે ટીક્કીઓને તળવાની છે, હવે તેની માટે ગેસ પર એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું, તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરી તેલમાં જેટલી સમાંય તેટલી ટીકકી તળવા માટે મૂકવાની છે.

હવે ગેસની સ્લો મીડીયમ flame ઉપર ટીકીને એક સાઇડ બે થી ત્રણ મિનિટ તળાવા દેવાની અને પછી બે થી ત્રણ મિનિટ એક એક કરીને બધી ટીકીની સાઇડને ચમચીની મદદથી ચેન્જ કરવાની છે. બધી જ ટિકિની સાઇડ ચેન્જ કરી, તેને ફરી ૨ થી ૩ મિનિટ ફ્રાય કરી લેવાની છે. એમ બંને સાઇડ ફેરવતા જઈ ટિક્કીને સરસ રીતે ગોલ્ડન, બ્રાઉન થાય ત્યાં સુધી તળાવવાં દેવાની છે.

હવે બધી જ ટીક્કીઓ ને સરસ રીતે તળાઈને ગોલ્ડન, બ્રાઉન થઈ જાય, એટલે તેને એક પછી એક એમ બધી જ ટીકીને કિચન પેપર ઉપર કાઢી લેવી, કિચન પેપર ઉપર ટીકીઓને મૂકવાથી ટીક્કીમાં રહેલું એક્સ્ટ્રા તેલ નીકળી જાય છે અને ટિક્કી એકદમ સરસ કોરી પડી જાય છે. તો રેડી થયેલ કપુરીયાને સર્વિંગ ડીશમાં કાઢી લેવા અને તેને ટોમેટો કેચપ સાથે ગરમ ગરમ સર્વ કરવું. તો આ ચટપટી એવી સોફ્ટ વધેલા ભાતના કપુરીયાની રેસીપી પસંદ આવે તો તમે પણ અમારી વેબસાઇટ માંથી જોઈ ને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

ગુજરાતી ખાટા ઢોકળા બનાવવાની રીત
ચટણી સેન્ડવીચ
પાવભાજી બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.