The Devyani's KitchenTest of Restaurant at Home
લીલી હળદરનું શાક | લીલી હળદરનું શાક બનાવવાની રીત | Lili Haldar nu shaak banavani rit | Lili Haldar nu shaak Recipe in Gujarati

લીલી હળદરનું શાક | લીલી હળદરનું શાક બનાવવાની રીત | Lili Haldar nu shaak banavani rit | Lili Haldar nu shaak Recipe in Gujarati

આજે આપણે બનાવીશું શિયાળામાં બનતું અને ખવાતું લીલી હળદર નુ શાક આ શાકનો વાડીયામાં પ્રોગ્રામ પણ કરવામાં આવે છે અને આ લીલી હળદરનું શાક ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે તો ચાલો આપણે લીલી હળદરનું શાક બનાવીએ.

(Tags-શિયાળામાં બનતું હળદર નું ટેસ્ટી શાક | લીલી હળદરનું શાક બનાવવાની રીત | શિયાળામાં બનતી રેસિપિ | લીલી હળદરનું શાક | How to make Lili Halder nu shaak | Lili Halder nu shaak banavani rit | Lili Halder nu shaak Recipe in Gujarati | Winter Special recipe in Gujarati )

લીલી હળદર નું શાક બનાવવાની સામગ્રી ( Ingredients for Lili Halder nu shaak )

  • 5 થી 6 પીળી હળદરના અને સફેદ હળદરના ગાંઠિયા ને છાલ કાઢી ખમણી લેવા
  • 1 નંગ ડુંગળી
  • 1 વાટકી બાફેલા લીલા વટાણા
  • 2 નંગ લીલા મરચાં
  • 10 થી 12 સૂકા લસણની કળીઓ
  • તજ,લવિંગ,તમાલપત્ર
  • 1 વાટકી ઘી

સૌપ્રથમ લીલી હળદરનું શાક બનાવવા માટે ગેસ ઉપર એક પેનમાં ઘી ને ગરમ કરવા મૂકી દેવું અને હવે ઘી ગરમ થાય એટલે તેમાં ખમણેલી પીળી અને સફેદ હળદરને સાંતળવા માટે નાખી દેવું અને તેને સરસ રીતે સાંતળી લેવું

જો ઘી તમને ઓછું લાગે તો તમે વધારે પણ નાખી શકો છો હવે હળદર સરસ રીતે સાંતળાઈ જાય એટલે તેમાં ઝીણી કાપેલી ડુંગળી, કાપેલું લસણ અને ઝીણા કાપેલા લીલા મરચા ઉમેરવા અને તેને પણ હળદર સાથે સાંતળી લેવું

હવે તેમાં એક ચમચી આદુ મરચાની પેસ્ટ અને બાફેલા લીલા વટાણા ઉમેરવા અને બે મિનિટ જેટલું ચડવા દેવું.

હવે તેમાં મસાલા એડ કરી લેવા. હવે સૌપ્રથમ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું સાથે જ તેમાં બે ચમચી લાલ મરચું પાવડર, એક ચમચી ધાણાજીરું પાવડર, એક ચમચી શેકેલા જીરાનો પાઉડર, અને થોડો એવો ગરમ મસાલા પાવડર નાખી બધા જ મસાલા ને સારી રીતે મિક્સ કરી લેવું અને એક બે મિનીટ ચડવા દઈ ગેસની આંચને બંધ કરી દેવો.

હવે ગેસ પરથી પેન ઉતારી ગેસ ઉપર એક વઘારીયું મૂકી તેમાં એક ચમચી ઘી ઉમેરી અને ઘી ગરમ થાય એટલે તેમાં ચપટી આખું જીરૂ ચપટી હિંગ તજ લવિંગ અને તમાલપત્ર નાંખી આ વઘાર ને હળદર ના શાક ઉપર રેડવાનું છે.

તો હવે રેડી હશે એકદમ પેસ્ટ્રી હેલ્થ માટે ફાયદાકારક શિયાળામાં ખાસ ખવાતું એવો લીલી હળદરનું શાક અને આ રેસિપી તમને પસંદ આવે તો તમે પણ અમારી વેબ સાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

રોટલો બનાવાની એકદમ સરળ રીત
વણેલા ગાંઠિયા બનાવાની રીત
મસાલા ભાત બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.