The Devyani's KitchenTest of Restaurant at Home
લીલી તુવેરના ઢેકરા | લીલી તુવેરના ઢેકરા બનાવવાની રીત | લીલી તુવેરના વડા રેસિપિ | Lili tuver na dhekra recipe in Gujarati

લીલી તુવેરના ઢેકરા | લીલી તુવેરના ઢેકરા બનાવવાની રીત | લીલી તુવેરના વડા રેસિપિ | Lili tuver na dhekra recipe in Gujarati

આજે આપણે બનાવવાનું છે શિયાળાની સિઝનમાં માર્કેટમાં ઈજીલી મળી જાય તેવી લીલી તુવેર ની ઇન્સ્ટેટિંગ વાનગી અને આ વાનગી કડકડતી ઠંડીમાં નાસ્તામાં સર્વ કરી શકાય છે તેવા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા એવા લીલી તુવેરના ઢેકરા અથવા તમે તેને લીલી તુવેર ના વડા પણ કહી શકો છો.

( Tags- લીલી તુવેરના ઢેકરા બનાવવાની રીત | ટેસ્ટી લીલી તુવેર ના ઢેકરા | Lili Tuver na Dhekra banavani rit | How to Make Lili Tuver na dhekra | Lili Tuver na dhekra Recipe in Gujarati | લીલી તુવેરના ઢેકરા | શિયાળા ની રેસિપિ | Winter special recipe )

લીલી તુવેર ના ઢેકરા બનાવવાની સામગ્રી ( Ingredients for Lili Tuver na Dhekra )

  • 1 કપ લીલી તુવેરના દાણા
  • 1 કપ સમારેલા લીલા ધાણા
  • 1 કપ ચોખાનો લોટ
  • 1 ચમચી જેટલો ગોળ
  • 3 થી 4 ચમચી જેટલું લીલું લસણ
  • 2 થી 3 ચમચી જેટલો મેંદાનો લોટ

ચાલો લીલી તુવેર ના ઢેકરા બનાવવાનું શરૂ કરીએ. તેની માટે એક કપ લીલી તુવેરના દાણા, એક કપ સમારેલા લીલા ધાણા, એક કપ ચોખાનો લોટ, 1 ચમચી જેટલો ગોળ, 3 થી 4 ચમચી જેટલું લીલું લસણ, બે થી ત્રણ ચમચી જેટલો મેંદાનો લોટ, તમારી પાસે જો જુવાર નો લોટ હોય તો તે યુઝ કરી શકો છો.તમે જેટલું તીખું ખાતા હોવ તે પ્રમાણે લીલા આદુ મરચાની પેસ્ટ અને સફેદ તલ લેવાના છે.

હવે તુવેરના દાણાને બાફી લેવાના છે (ફ્રેશ તુવેરના દાણા લેવાના) તમે તેને પ્રેશર કુકર માં પણ બાફી શકો છો પરંતુ ગરમ પાણીમાં પણ બાફી શકાય, અને બે કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દેવું અને તેમાં 1 કપ તુવેર ના દાણા ઉમેરવાના છે.

હવે સાથે સાથે તેમાં ચપટી જેટલો બેકિંગ પાઉડર ઉમેરવો તેનાથી તુવેરનો જે ગ્રીન કલર છે તે જળવાઈ રહે અને સાથે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી ૧૦ થી ૧૨ મિનીટ માટે ગેસની medium flame ઉપર ચડવા દેવું. જો તમે કુકર મા બાફતા હોવ તો તમારે બે થી ત્રણ વ્હીસલ વગાડવાની છે.

હવે એક જાડા તળિયાવાળું પેન લેવું અને તેમાં 2 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દેવું જે રાતે તમે ખીચું બનાવો ત્યારે પાણી ગરમ કરો તે જ રીતે પાણી ઉકળે એટલે તેમાં અડધી ચમચી હળદર પાઉડર ,એક-બે ચપટી જેટલા સફેદ તલ ઉમેરવા.

તલ થી ખુબ જ સરસ ટેસ્ટ આવે અને ગેસની flame ને મીડીયમ જ રાખવાની છે અને હવે તેમાં બે ચમચી જેટલો ગોળ ઉમેરવો. ( ટ્રેડિશનલ ઢેકરા છે તે શેરડીના રસમાં ઉકાળીને બનાવવામાં આવે છે ) અહી આપડે ગોળ ઉમેરીયે છીએ. અને હવે ગોળ પીગળે ત્યાં સુધી આપણે મિશ્રણ ને ગરમ કરીશું.

ગોળ પીગળી જાય એટલે હવે તેમાં બફાઇ ગયેલા તુવેરના દાણા ઉમેરવા અને સાથે તેમાં એક કપ જેટલા સમારેલા લીલા ધાણા અને અડધો કપ જેટલું લીલું લસણ, સ્વાદ પ્રમાણે મીઠું અને તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે આદુ-મરચાની પેસ્ટ ઉમેરી બધું જ મિક્સ કરી દેવાનું છે.

હવે થોડીવાર medium flame કરી ઉકળવા દેવું અને ગેસની flem સ્લો રાખી એક કપ ચોખાનો લોટ થોડો થોડો ઉમેરતો જવો અને મિક્સ કરતું જવાનું અને સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં થોડો મેંદાનો લોટ ઉમેરવો. ( જો તમારી પાસે જુવારનો લોટ હોય તો તે ઉમેરી શકો છો. અને તેને પણ સારી રીતે મિક્ષ કરી લેવું.)

હવે મિક્સ થઈ જાય એટલે મિશ્રણને હાથમાં લઈ ચેક કરી લેવું જો તમને વધારે ઢીલું લાગતું હોય તો ઘઉંનો લોટ જે કકરો લોટ હોય તે તમે બે થી ત્રણ ચમચી જેટલો ઉમેરી શકો છો.

હવે એક ચમચી જેટલું તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવું અને હવે પેન ને ગેસ પરથી નીચે ઉતારી એક નોનસ્ટિક લોઢી અથવા કોઈપણ તવો મૂકી તેના ઉપર કઢાઈ મૂકવાની અને ગેસની flame સ્લો રાખી અને કઢાઈને ટાંકણું ઢાંકી આઠથી દસ મિનિટ માટે બાફી દેવાનું છે.

હવે વચ્ચે વચ્ચે તમે તમને એમ લાગે તો કઢાઈ ચીપકે તેવી છે તે ચેક કરતા રહેવું અને દસ મિનિટ પછી ઢાંકણ ખોલી સારી રીતે મિક્સ કરી લેવું જો તમને મિશ્રણ ડ્રાય લાગતું હોય તો બે ચમચી જેટલું પાણી છાંટી દેવાનું છે અને અડધા લીંબુનો રસ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવું

હવે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દેવાનું છે હવે મિશ્રણ ઠંડું થઈ જાય એટલે તેલ નાખી તેને હાથની મદદથી સારી રીતે મસળી લેવું જો તમને મિશ્રણ હાથ પર વધારે ચીપકતું હોય તેવું લાગે તો હાથ પર થી વધારે તેલ લગાવી અને થોડું મિશ્રણ હાથમાં લઇ ક્રેક ન રહે તેવી રીતે લુઆ જેવું એટલે કે વડા જેવું બનાવી લેવાનું છે.

હવે બધા જ લોટમાંથી આવા નાના-નાના ગોળ કરી ઢેકરા બનાવી લેવાના છે. હવે બધા જ વડા બની ગયા હોય તો તેને તળી લેવાના છે અને ઢેકરા તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દેવું અને તેલ ગરમ થઇ જાય એટલે તેલમાં સમાઈ તેટલા ઢેકરા તળવા પેનમાં નાખી દેવાના છે.


હવે ઢેકરાને શેલો ફ્રાય કરી તમે તેને deep fry પણ કરી શકો છો અને એક સાઈડ થોડાક તળાય એટલે સાઈડ ચેન્જ કરી લેવી અને તેવી જ રીતે બધા જ ઢેકરા ને સાઈડ ચેન્જ કરતા જઈ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા.

હવે ઢેકરા સરસ રીતે ફ્રાય કરી ચૂક્યા હોય તો તેને એક ડીશમાં લઈ લેવા અને એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા ટેસ્ટી લીલી તુવેર ના ઢેકરા તૈયાર કરી લેવાના છે અને તેને ગાર્નિશ કરવા માટે તેના પર લીલી તુવેરના દાણા નાખી અને ગરમાગરમ સર્વ કરી શકો છો.

હવે આ લીલી તુવેરના ઢેકરા ની રેસીપી તમને પસંદ આવી હોય તો તમે અમારી વેબ સાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો અને ઘરના બધા જ સભ્યો સાથે સર્વ કરી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

પાવભાજી ની ભાજી બનાવવાની રીત
પોટેટો બર્ડ્સ નેસ્ટ બનાવવાની રીત
ચટણી સેન્ડવીચ

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.