The Devyani's KitchenTest of Restaurant at Home
લીંબુ સોડા બનાવવાની રીત | લીંબુ મસાલા સોડા | લીંબુ સોડાનો મસાલો બનાવવાની રીત | Limbu soda banavani rit | Limbu masala soda | Limbu soda no masalo banavani rit

લીંબુ સોડા બનાવવાની રીત | લીંબુ મસાલા સોડા | લીંબુ સોડાનો મસાલો બનાવવાની રીત | Limbu soda banavani rit | Limbu masala soda | Limbu soda no masalo banavani rit

આજે આપણે બનાવીશું બે રીતે ઘરે જ લીંબુ સોડા એકદમ. પરફેક્ટ મસાલા સાથે ઘરે જ લીંબુ સોડા બનાવવાની છે. આ ઠંડી ઠંડી લીંબુ સોડા તમે જમ્યા પછી પીવો તો તમારું જમેલું એકદમ સરસ digest થઈ જાય છે અને ઘણીવાર પેટમાં ગડબડ થઈ જાય તો પણ આ મસાલો પાણીમાં એક ચમચી અને સાથે 1 લીંબુનો રસ ઉમેરી પી જાવ એટલે તરત જ તમને સારું થઈ જશે. તો ચાલો આપણે બે રીતે લીંબુ સોડા અને સોડા મસાલો બનાવવાનું શરૂ કરીએ.

( Tags- લીંબુ સોડા બનાવવાની રીત | લીંબુ મસાલા સોડા | લીંબુ સોડાનો મસાલો બનાવવાની રીત | લીંબુ સોડાનો મસાલો અને લીંબુ સોડા | Limbu soda banavani rit | Limbu masala soda | Home made Limbu masala soda | Salted Limbu soda masala | How to make soda at home | Kathiyawadi Limbu masala soda | Limbu soda no masalo banavani rit | How to make Limbu soda & Soda masalo )

મસાલો અને લીંબુ સોડા બનાવવાની સામગ્રી ( Ingredients for Masalo , Limbu Soda )

  • 1 કપ સૂકા ધાણા
  • 2 ચમચી આખું જીરૂ
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી કાળા મરી
  • 1 ગ્લાસ છાશ
  • 6 થી 7 ફુદીનાના પાન
  • 1 તીરખી લીલા ધાણા
  • 1 ચમચી હિંગ
  • 1 ચમચી ફૂદીના પાઉડર
  • 1 ચમચી મીઠું
  • 1 ચમચી સંચળ પાઉડર

સૌપ્રથમ મસાલો બનાવવા માટે એક કપ સૂકા ધાણા લેવાના છે અને સાથે બે ચમચી આખું જીરૂ, એક ચમચી અજમો, એક ચમચી કાળા મરી અને એક ચમચી જેટલા લીલા ધાણાની સુકવણી કરેલા ધાણા લેવાના છે.

હવે મસાલો બનાવવા માટે ગેસ પર એક પેન મૂકવું અને હવે પેનમાં ધાણા ઉમેરવા સાથે આખું જીરું, અજમા અને કાળા મરી ઉમેરી અને આ બધી જ સામગ્રીને ગેસની slow flame ઉપર ત્રણ થી ચાર મિનિટ શેકી લેવાની છે. ઘરમાં એકદમ સરસ સુગંધ આવવા લાગે ત્યાર પછી ગેસની flame ને બંધ કરી દેવી અને તેને ચલાવતા રહી સરસ રીતે બધી જ સામગ્રીને શેકી લેવાની છે.

હવે આ ત્રણેક મિનિટ જેવું છે કે તેને એક ડીશમાં લઈ લેવું અને તેને ડીશમાં પાતળી ઠંડુ થવા જ મૂકવો હવે શેકેલા મસાલાને ઇન્ગ્રેડીન્ટ્સ ઠંડા થઇ ગયા છે તો એક મિક્સર જાર લેવું અને તેમાં શેકેલા ઇન્ગ્રેડીન્ટ્સ ઉમેરી અને ઇન્ગ્રેડીન્ટ્સ અને દળીને પાવડર કરી લેવાનો છે.

હવે દળાઈને પાવડર તૈયાર થઈ ગયો હોય તો તેને ચાળવા માટે એક ડીશમાં મેંદો ચાળવાની ઝીણી ચારણી લેવી અને તેમાં દળેલો મસાલો ઉમેરવો અને હાથની મદદથી મસાલાને સરસ રીતે ચાળી લેવાનો છે.

હવે સરસ ચળાઈ જાય એટલે તેને એક ડીશમાં લઈ લેવો. અને તેમાં અડધી ચમચી હીંગ, ૧ ચમચી ફુદીનાનો પાઉડર, ( લીલો ફુદીનો સૂકવીને તેનો પાઉડર બનાવી સ્ટોર કરી લેવો અને તે પાઉડર લેવાનો છે.) એક ચમચી મીઠું અને એક ચમચી સંચળ પાવડર નાખી બધા જ મસાલા ચમચીની મદદથી સરસ રીતે મિક્ષ કરી લેવું.

તે ચાટ મસાલો તમારે બનાવવો હોય તો માત્ર એક જ ingredients વધારે ઉમેરવાનું રહેશે, અને તે છે આમચૂર પાવડર. આ મસાલો છાશ માટે બનાવવાનો છે એટલે તેમાં આમચૂર પાઉડર ઉમેરવો, કારણ કે છાશ ખાટી જ હોય છે. હવે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એરટાઇટ કાચની બોટલમાં આ મસાલો ભરી દેવાનો છે.

લીંબુ સોડા અને સોડાનો મસાલો બનાવવાની સામગ્રી ( Ingredients for Limbu soda and Soda masalo )

2 મોટા ગ્લાસ અને એક નાનો ગ્લાસ
2 ચમચી લીંબુનો રસ
2 – 2 બરફના ટુકડા
1 ચમચી મસાલો
1 ચમચી ઇ નો
1 ગ્લાસ સાદી સોડા

સોડા બનાવવા માટે સૌ પ્રથમ બે મોટા અને એક નાનો એમ ત્રણ કાચના ગ્લાસ લેવા અને ગ્લાસમાં બે ચમચી લીંબુનો રસ ઉમેરવો અને બે – બે બરફના ટુકડા ઉમેરી સાથે એક ચમચી બનાવેલો મસાલો ઉમેરી દેવો અને સાથે નાના ગલાસમાં એક ચમચી લીંબુનો રસ અને એક નાની ચમચી મસાલો ઉમેરી અને એક ice cube ઉમેરી ચમચીની મદદથી મિક્સ કરી લેવું.

હવે એક ગ્લાસમાં એક ચમચી ઈનો ઉમેરવો અને ઉપર ઠંડું પાણી ઉમેરી, ( તમારી પાસે ઈ નો ના હોય તો તમે અડધી ચમચી બેકિંગ સોડા પણ ઉમેરીને બનાવી શકો છો. ) હવે તેને ચમચીની મદદથી મિક્સ કરી લેવું.

બીજા ગલાસમાં સાદી સોડા ઉમેરવી. તો આ રીતે તમે ઘરે જ એકદમ પરફેક્ટ સોડા શોપ જેવી જ લીંબુ સોડા ઘરે બનાવી શકો છો. તો આ રીતે ઘરે બનાવેલો સોડા મસાલો અને લીંબુ સોડા તમે ઘરે બનાવી ઘરના બધા જ સભ્યોને પીવડાવી શકો છો. અને આ ઘરે બનાવેલો સોડા મસાલો ટેસ્ટમાં એકદમ સોડાવાળા ની શોપ જેવો જ બને છે તો તમે ઘરે જરૂર બનાવજો અને આ સોડા મસાલો અને સોડા બનાવવાની રીત તમને પસંદ આવી હોય તો તમે પણ અમારી વેબ સાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

ફૂલઝર સોડા બનાવવાની રીત
તરબૂચ મોજીટો બનાવવાની રીત
મસાલા છાશ બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.