The Devyani's KitchenTest of Restaurant at Home
લીચીનું જ્યુસ બનાવવાની રીત | લીચીનું જ્યુસ રેસિપિ | litchi juice recipe in Gujarati | litchi nu sarbat

લીચીનું જ્યુસ બનાવવાની રીત | લીચીનું જ્યુસ રેસિપિ | litchi juice recipe in Gujarati | litchi nu sarbat

આજે આપણે બનાવવાનું છે ગરમી માટે ઠંડુ ઠંડુ જ્યુસ કે પછી તેને શરબત પણ કહી શકો છો. લીંબુ વરિયાળીનું સરબત તો તમે પિતા જ હશો, પરંતુ ગરમીમાં તમે એકવાર ઠંડુ-ઠંડું લીચીનું શરબત પીજો, ખૂબ જ મજા આવશે, તો ચાલો એનર્જીથી ભરપુર તેવુ ઠંડુ ઠંડુ, ખાટું-મીઠું લીચીનું જ્યુસ બનાવવાનું શરૂ કરીએ.

( Tags- લીચીનું જ્યુસ બનાવવાની રીત | લીચીનું જ્યુસ રેસિપિ | ગરમી માટે લીચીનું જ્યુસ | ઉનાળા માટે લીચીનું જ્યુસ | litchi juice recipe in Gujarati | litchi nu sarbat | How to make litchi juice | litchi drinks | Summer refreshing juice )

લીચીનું જ્યુસ બનાવવાની રીત ( Make a Litchi juice )

સૌપ્રથમ લીચી નું જ્યુસ અથવા શરબત બનાવવા માટે 250 ગ્રામ લીચી લેવાની છે. ૧ લીંબુ અને જરૂર મુજબ ખાંડ,મીઠું અને સંચળ રહેવાનું છે. સૌપ્રથમ શરબત બનાવવા માટે લીચીને ઉપરથી ચાપુ વડે છાલ કાઢી લેવી અને એક પછી એક બધી જ લીચીની છાલ કાઢી લેવાની છે.

હવે છાલ નીકળી ગઈ હોય તો તેમાંથી જે બીજ છે તેને અલગ કરી લેવા અને એક પછી એક બધીજ લીચી માંથી બીજ કાઢી પલ્પને અલગ કરી લેવો.

હવે શરબત બનાવવા માટે એક પેન લેવું અને તેમાં કાઢેલો લીચીનો પલ્પ ઉમેરવો અને એક લીંબુને કાપી તેને હાથની મદદથી રસ કાઢી લેવો અને તેમાં બે ગ્લાસ ઠંડું પાણી ઉમેરવું જો તમારે થોડું પતલુ શરબત પીવું હોય તો તમે ચાર ગ્લાસ પણ બનાવી શકો છો. હવે તેમાં છ થી સાત નાની ચમચી ખાંડ ઉમેરી અને અડધી નાની ચમચી સંચળ પાવડર અને 1/4 ચમચી જેટલું મીઠું ઉમેરી બ્લેન્ડર ની મદદથી બ્લેન્ડ કરી લેવું.

હવે ચમચીની મદદથી મિક્સ કરી ગરણી વડે સર્વિંગ ગલાસમાં ગાળી લેવું. તો આ ખાટું-મીઠું એવું ઠંડું-ઠંડું લીચીનું જ્યુસ બનીને તૈયાર હશે. જો વધારે ચિલ્ડ એટલે કે ઠંડુ પીવું હોય તો તેમાં એક થી બે ice cube ઉમેરી શકો છો અને ઠંડું ઠંડું સર્વ કરી શકો છો. તો આ લીચીના જ્યુસની રેસીપી પસંદ આવી હોય તો તમે પણ અમારી વેબ સાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

તરબૂચ મોજીટો બનાવવાની રીત
મસાલા છાશ બનાવવાની રીત
લીંબુ સોડા બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.