The Devyani's KitchenTest of Restaurant at Home
કાચી કેરીનું ખાટું અથાણું બનાવવાની રીત | કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત | Mango pickle recipe | Kachi keri nu athanu

કાચી કેરીનું ખાટું અથાણું બનાવવાની રીત | કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત | Mango pickle recipe | Kachi keri nu athanu

આજે આપણે બનાવવાના છીએ આખુ વર્ષ સ્ટોર કરી શકાય તેવું કેરીનું મેથી વાળુ ખાટું અથાણું. આ ખાટું અથાણું એક વર્ષ નહીં પરંતુ બે વર્ષ સુધી આ અથાણાંને કંઈ જ નહીં થાય તેવું અથાણું બનાવવાનું છે, અને ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે તો આજે ટ્રેડિશનલ અને પરફેક્ટ માપ સાથે કાચી કેરીનું ખાટું અથાણું ઘરે બનાવીએ. આ અથાણું એકવાર તમે ખાશો તો સો ટકા તમારો જમવાનો સ્વાદ બદલાઈ જશે અને તમે દર વર્ષે આવું અથાણું બનાવીને સ્ટોર કરતા થઈ જશો તો ચાલો બધી જ ટ્રીક અને ટીપ્સ સાથે ખાટું અથાણું બનાવવાનું શરૂ કરીએ.

( Tags- કાચી કેરીનું ખાટું અથાણું બનાવવાની રીત | કાઠીયાવાડનું સ્પેશિયલ અથાણું | ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું | કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત | Mango pickle recipe in Gujarati | Kachi keri nu athanu | Instant mango pickle recipe | How to make Mango pickle recipe | Home made mango pickle )

કાચી કેરીનું ખાટું અથાણું બનાવવાની સામગ્રી ( Ingredients for Mango pickle )

  • દોઢ કિલો રાજાપુરી કેરીના પીસ
  • 2 ચમચી હળદર પાઉડર
  • 3 થી 4 ચમચી મીઠું
  • 1 વાટકો સૂકી મેથી

સૌપ્રથમ ટ્રેડિશનલ કેરીનું ખાટું અથાણું બનાવવા માટે દોઢ કિલો રાજાપુરી કેરીના પીસ લેવાના છે, રાજાપુરી કેરીના જાળી પડી ગઈ હોય એટલે ચપ્પુની મદદથી તેને બરાબર કાપી શકાતી નથી, તેથી માર્કેટમાંથી જ્યાંથી કેરી લીધી હોય ત્યાં જ કેરીના પીસીસ કરાવી લેવા. હવે તે કટકાને સરસ પાણી વડે સાફ કરી લેવાના છે અને તમારે જેવડી સાઈઝના કેરીના પિસિસ કરવા હોય તેવા કરી શકો છો.

હવે કેરીના કટકાને હળદર મીઠા માં 24 કલાક પલળવા મૂકી દેવાના છે. તે તૈયાર કરેલા કેરીના કટકામાં બે ચમચી હળદર પાઉડર અને ત્રણથી ચાર ચમચી મીઠું ઉમેરવાનું છે હવે હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને સરસ મિક્સ થઈ જાય એટલે તેને ઢાંકણ ઢાંકી 24 કલાક માટે મૂકી દેવું.

હવે 24 કલાક પછી કેરીના કટકા માં સરસ રીતે મીઠું ચડી ગયું હોય તો તેને સરસ રીતે મિક્સ કરી તેને એક ડિશમાં કાઢી લેવું. હવે જે બચેલું મીઠાવાળું ખાટુ પાણીમાં એક વાટકો સૂકી મેથી ને પાણી વડે સાફ કરી, આ ખાટા પાણીમાં ૩ થી ૪ કલાક પલાળી દેવાની છે, અને મેથીને પહેલા સાદા પાણીમાં પલાળી અને પછી એક થી બે કલાક ખાટા પાણીમાં ઉમેરી, તેથી મેથી સરસ રીતે ખાટી થઇ જશે.

હવે હળદર મીઠા માંથી કાઢેલા કેરીના કટકાને સરસ પાણી વડે સાફ કરી લેવાના છે અને કોઈ કોટનનું કપડું લઈ તેમાં કેરીના કટકા ને પવન આવે તેવી જગ્યાએ એક થી બે કલાક સુકાવવા મૂકી દેવા અને બધા જ કેરીના કટકા ને છુટા છુટા ગોઠવી દેવાના છે.

હવેજ બનાવવા માટે ની સામગ્રી ( Ingredients for Havej )

  • 1 વાટકો લાલ મરચું પાવડર
  • 1 વાટકો મેથીના કુરિયા ( મેથીના કુરિયા થી અડધા રાયના કુરિયા)
  • 1 નાની વાટકી ધાણાના કુરિયા
  • 2 ચમચી લીલી વરીયાળી
  • 1 નાની વાટકી મીઠું
  • 1 નાની વાટકી કાશ્મીરી લાલ મરચું પાઉડર
  • 1 ચમચી હળદર પાઉડર
  • અડધી ચમચી હિંગ

હવે હવેજ બનાવી લેવું. હવેજ બનાવવા માટે એક વાટકો લાલ મરચું પાવડર, એક વાટકો મેથીના કુરિયા, ( મેથીના કુરિયા થી અડધા રાયના કુરિયા), ૧ નાની વાટકી ધાણાના કુરિયા, બે ચમચી લીલી વરીયાળી, ૧ નાની વાટકી મીઠું, ૧ નાની વાટકી કાશ્મીરી લાલ મરચું પાઉડર, એક ચમચી હળદર પાઉડર અને અડધી ચમચી હિંગ લેવાની છે.

હવેજ બનાવવા માટે કુરિયાને અધકચરા દળી લેવાના છે. તેની માટે મિક્સર જારમાં અધકચરા દળી લેવા, તો કુરિયા સરસ રીતે દળાઈ જાય એટલે તેને એક ડિશમાં કાઢી લેવા. અને હવે તે જ રીતે રાયના કુરિયાને અધકચરા કરી લેવા. તેજ રીતે ધાણાના કુરિયા અને અધકચરા પીસી લેવા અને તેને પણ ડિશમાં કાઢી લેવા અને ધાણાના કુરિયાની બાજુમાં વરીયાળી એડ કરવી.

હવેજ બનાવવા માટે એક તપેલીમાં તેલ ને ગરમ કરવા મૂકવું, 500 ગ્રામ જેટલું તેલ લેવાનું છે. તેલમાં ધુમાડા નીકળે એટલું તેલ ગરમ કરવાનું છે અને તૈયાર કરેલી કુરિયા વાળી ડિશમાં સૌપ્રથમ તજ લવિંગ ઉમેરવું અને ગરમ ગરમ તેલને કુરીયા ઉપર રેડવું અને ચમચાની મદદથી સરસ રીતે મિક્સ કરી તેને ઠંડુ થવા મૂકી દેવું.

હવે ઠંડુ થઇ જઈ ત્યાં સુધી જે મેથી પલાળી હતી તેની ચાર કલાક થઈ ગઈ હોય તો તેને ખાટા પાણીમાંથી ચારણીમાં નીતારી લેવી અને પાણી વડે સાફ કરી, તે પલાળેલી મેથી ને એક કોટન ના કપડા ઉપર પાથરી દેવી.અને પંદરથી વીસ મિનિટ તેને પંખા નીચે સૂકવી દેવું.

હવે બનાવેલી હવેજ ઠંડી થઈ ગઈ હોય તો તેમાં લાલ મરચું પાવડર ઉમેરવું. સૌપ્રથમ એકથી બે વાટકો લાલ મરચું પાઉડર અને એક નાની વાટકી કાશ્મીરી લાલ મરચું ઉમેરી ચમચાની મદદથી સરસ રીતે મિક્ષ કરી લેવું, અને તેમાં તેલ નાખતા જઈને હવેજને મિક્સ કરી લેવાનું છે. મેથી પણ સુકાઈ ને પંદર મિનિટ થઈ ગઈ હોય તો તેને પણ હવેજ સાથે ઉમેરી દેવું અને હવે ગરમ તેલ નાખતા જઈ ચમચાની મદદથી સરસ રીતે મિક્સ કરતા જવાનું છે.

આ કેરીના ખાટા અથાણામાં તેલ અને મીઠુંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. આ ખાટું અથાણું લાંબા સમય માટે સ્ટોર કરવું હોય તો એરટાઈટ કાચની બોટલમાં ભરી તેની ઉપર તેલ રેડી બોટલનું ઢાંકણું બંધ કરી ને સાઈડ પર મૂકી દેવાનું છે. જો તેલ ડુબ ડૂબા હશે તો જ અથાણું આખું વર્ષ સારું રહેશે. જો તમારે તેલ વધારે નાખવું હોય તો તમે આ અથાણાંને ફ્રિજમાં મૂકીને પણ લાંબા સમય માટે સ્ટોર કરી શકો છો. તો રેડી હશે એકદમ મસ્ત ટ્રેડિશનલ એવું કાચી કેરીનું મેથી વાળું ખાટું અથાણું. જો તમને આ અથાણાં ની રેસીપી પસંદ આવે તો તમે અમારી વેબસાઈટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

વરીયાળી કોલ્ડડ્રિંક બનાવવાની રીત
લીંબુ સોડા બનાવવાની રીત
મસાલા છાશ બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.