The Devyani's KitchenTest of Restaurant at Home
મસાલા છાશ બનાવવાની રીત | મસાલો બનાવવાની રીત | હોટેલ જેવી મસાલા છાશ | Masala Chaas Recipe in Gujarati | chaas no masalo

મસાલા છાશ બનાવવાની રીત | મસાલો બનાવવાની રીત | હોટેલ જેવી મસાલા છાશ | Masala Chaas Recipe in Gujarati | chaas no masalo

આજે આપણે આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવો છાશ નો મસાલો બનાવવાના છીએ. આ મસાલો મલ્ટીપર્પસ છે. તમે સલાડમાં, શરબતમાં, સોડામાં, ફ્રૂટમાં કે પછી ફ્રુટજ્યુસ અને પાણીપુરી, દહીપુરી કે ચાટપુરી આ બધી જ વાનગી માં સુટેબલ એવો આજે મસાલો બનાવવાના છીએ. આ મસાલો છાશમાં નાખીને પીવાથી આપણી પાચન ક્રિયામાં મદદ કરે છે. તો ચાલો આપણે એકદમ સરળતાથી બની જાય તેવો છાશ નો મસાલો બનાવવાનું શરૂ કરીએ.

( Tags-મસાલા છાશ બનાવવાની રીત | સરબત મસાલો | સોડા મસાલો | મસાલો બનાવવાની રીત | હોટેલ જેવી મસાલા છાશ | બજાર જેવો છાશનો મસાલો | | Masala Chaas Recipe in Gujarati | chaas no masalo | Kathiyawadi tadka chaas | Fruit juice masalo | Masala Chaas | Masala Taak-spiced Butter milk | Indian summer Drink | How to make Masala chaas )

મસાલો અને મસાલા છાશ બનાવવાની સામગ્રી ( Ingredients for Masalo & Masala Chaas )

  • 1 કપ સૂકા ધાણા
  • 2 ચમચી આખું જીરૂ
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી કાળા મરી
  • 1 ગ્લાસ છાશ
  • 6 થી 7 ફુદીનાના પાન
  • 1 તીરખી લીલા ધાણા
  • 1 ચમચી હિંગ
  • 1 ચમચી ફૂદીના પાઉડર
  • 1 ચમચી મીઠું
  • 1 ચમચી સંચળ પાઉડર

સૌપ્રથમ મસાલો બનાવવા માટે એક કપ સૂકા ધાણા લેવાના છે અને સાથે બે ચમચી આખું જીરૂ, એક ચમચી અજમો, એક ચમચી કાળા મરી અને એક ચમચી જેટલા લીલા ધાણાની સુકવણી કરેલા ધાણા લેવાના છે.

હવે મસાલો બનાવવા માટે ગેસ પર એક પેન મૂકવું અને હવે પેનમાં ધાણા ઉમેરવા સાથે આખું જીરું, અજમા અને કાળા મરી ઉમેરી અને આ બધી જ સામગ્રીને ગેસની slow flame ઉપર ત્રણ થી ચાર મિનિટ શેકી લેવાની છે. ઘરમાં એકદમ સરસ સુગંધ આવવા લાગે ત્યાર પછી ગેસની flame ને બંધ કરી દેવી અને તેને ચલાવતા રહી સરસ રીતે બધી જ સામગ્રીને શેકી લેવાની છે.

હવે આ ત્રણેક મિનિટ જેવું છે કે તેને એક ડીશમાં લઈ લેવું અને તેને ડીશમાં પાતળી ઠંડુ થવા જ મૂકવો હવે શેકેલા મસાલાને ઇન્ગ્રેડીન્ટ્સ ઠંડા થઇ ગયા છે તો એક મિક્સર જાર લેવું અને તેમાં શેકેલા ઇન્ગ્રેડીન્ટ્સ ઉમેરી અને ઇન્ગ્રેડીન્ટ્સ અને દળીને પાવડર કરી લેવાનો છે.

હવે દળાઈને પાવડર તૈયાર થઈ ગયો હોય તો તેને ચાળવા માટે એક ડીશમાં મેંદો ચાળવાની ઝીણી ચારણી લેવી અને તેમાં દળેલો મસાલો ઉમેરવો અને હાથની મદદથી મસાલાને સરસ રીતે ચાળી લેવાનો છે.

હવે સરસ ચળાઈ જાય એટલે તેને એક ડીશમાં લઈ લેવો. અને તેમાં અડધી ચમચી હીંગ, ૧ ચમચી ફુદીનાનો પાઉડર, ( લીલો ફુદીનો સૂકવીને તેનો પાઉડર બનાવી સ્ટોર કરી લેવો અને તે પાઉડર લેવાનો છે.) એક ચમચી મીઠું અને એક ચમચી સંચળ પાવડર નાખી બધા જ મસાલા ચમચીની મદદથી સરસ રીતે મિક્ષ કરી લેવું.

તે ચાટ મસાલો તમારે બનાવવો હોય તો માત્ર એક જ ingredients વધારે ઉમેરવાનું રહેશે, અને તે છે આમચૂર પાવડર. આ મસાલો છાશ માટે બનાવવાનો છે એટલે તેમાં આમચૂર પાઉડર ઉમેરવો, કારણ કે છાશ ખાટી જ હોય છે. હવે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એરટાઇટ કાચની બોટલમાં આ મસાલો ભરી દેવાનો છે

આ મસાલાને તમે ફ્રીજ ની બહાર પણ રાખી શકો છો. આખા વર્ષ સુધી તેને ટેસ્ટ એવો ને એવો જ રહેશે હવે બોટનું ઢાંકણ બંધ કરી તેને સ્ટોર મૂકી દેવાનો અને જોતા પ્રમાણમાં તેમાંથી મસાલો લેવાનો છે. હવે તેની માટે એક મિક્સર લેવું અને તેમાં એક ગ્લાસ જેટલી છાશ ઉમેરી. ( જો તમારી પાસે દહી હોય તો તમારે દહીં લેવાનું છે ). હવે તે જ જારમાં છ થી સાત ફુદીનાના પાન, એકાદ તીરખી લીલા ધાણા અને બે ચમચી જેટલો બનાવેલો છાશ નો મસાલો ઉમેરી જારનું ઢાંકણ બંધ કરી તેને સરસ રીતે મિક્સર કરી લેવાનું છે.

હવે મસાલા છાશ ને સર્વ કરવા માટે એક કાચ નો ગ્લાસ લેવો અને તેમાં બે થી ત્રણ બરફના ટુકડા ઉમેરવા અને ગ્લાસમાં બનાવેલી મસાલા છાશ ઉમેરી દેવી અને રેસ્ટોરેન્ટ જેવો જ મસાલો અને મસાલા છાશ એકદમ સરળતાથી બનાવી શકો છો. જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો તમને પણ અમારી વેબ સાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

વરીયાળી કોલ્ડડ્રિંક બનાવવાની રીત
મોજીટો બનાવવાની રીત
ઇન્સ્ટન્ટ સોડા બનવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.