The Devyani's KitchenTest of Restaurant at Home
મસાલા રોટલો રેસિપિ | રોટલો બનાવાની એકદમ સરળ રીત | Masala Rotlo banavani rit | How to make rotlo |

મસાલા રોટલો રેસિપિ | રોટલો બનાવાની એકદમ સરળ રીત | Masala Rotlo banavani rit | How to make rotlo |

-Hello Foodies ધ દેવયાનીસ કિચન(The Devyani’s kitchen) માં તમારું સ્વાગત છે.આજે આપણે બનાવવાના છીએ શિયાળાની ઠંડીમાં શરીરને ગરમાટ આપે તેવો કાઠીયાવાડીઓ નો ફેમસ મસાલા રોટલો. આ મસાલા રોટલો ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે અને શિયાળામાં લગભગ બધા ના ઘરે રોટલા બનતા જ હોય છે અને કાઠીયાવાડી ઓ ના ઘરે તો ખાસ સાદા રોટલા બધા જ બનાવતા હોય છે પરંતુ આજે હું તમને મસાલા રોટલો બનાવતા શીખવીશ.(Rotlo by The Devyani’s kitchen | winter special recipe in Gujarati | Bajara no rotlo recipe | ચટપટો રોટલો બનાવાની રીત | Bajara na Rotla ni navi recipe)

Masala Rotlo Recipe


આ મસાલા રોટલો YouTube પર પહેલી વાર છે તો જોવાનું ચૂકતા નહીં આ મસાલા રોટલો YouTube ઉપર ભરેલા રોટલાના તો ઘણા વિડીયો છે પરંતુ આ રીતે મિક્સ લોટ માંથી બનતો મસાલા રોટલો પહેલી જ વાર છે. તો ચાલો આપણે ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવો મસાલા રોટલો બનાવવાનું શરૂ કરીએ.

masala rotlo no video step by step

મસાલા રોટલો બનાવવા માટે ની સામગ્રી ( Ingredients for Masala Rotlo )

  • બે ચમચી જેટલી આદુ-મરચાની પેસ્ટ
  • 2 ચમચી જેટલી લીલી ડુંગળી
  • બે ચમચી જેટલા લીલા ધાણા
  • 2 ચમચી જેટલું લીલું લસણ
  • લીલા લસણ ના પાંદડા
  • ડુંગળીના લીલા પાન
  • બે ચમચી જેટલી લીલી મેથી

સૌપ્રથમ મસાલા રોટલો બનાવતા બનાવવા માટે અહીં મેં બે ચમચી જેટલી આદુ-મરચાની પેસ્ટ, 2 ચમચી જેટલી લીલી ડુંગળી નો વાઈટ ભાગ હોય તે બે ચમચી જેટલા લીલા ધાણા, 2 ચમચી જેટલું લીલું લસણ તેનો વાઈટ ભાગ લીલા લસણ ના પાંદડા, ડુંગળીના લીલા પાન અને બે ચમચી જેટલી લીલી મેથી અહીં મેં લીધી છે.

મસાલો રોટલો બનાવાની રીત( Making of Masala Rotlo )

સૌ પ્રથમ આપણે મસાલાને સાંતળવાનો છે. તો તેને માટે આપણે ગેસ પર એક બેન મુકીશું અને તેમાં એક ચમચી ઘી ઉમેરી ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ ઉમેરીશું. અને હવે તેમાં લીલા લસણ નો વાઈટ ભાગ અને ડુંગળી નો વાઈટ ભાગ ઉમેરીશું સાથે આદુ મરચાની પેસ્ટ ઉમેરી થોડું સાંતળી લઈશું.

હવે તેમાં લીલા લસણ ના પાન લીલી ડુંગળી ના પાન નાખી બધું જ સરસ મિક્સ કરી લઈશું અને હવે તેમાં લીલા ધાણા નાખી ૧ થી ૨ સાંતળી લઈશું. સરસ સંતળાઈ જાય એટલે ગેસ ની ફ્લેમ બંધ કરી મસાલાને ઠંડો થવા દઈશું.


હવે મસાલો ઠંડો થઈ જાય એટલે કાથરોટ લો અને તેમાં એક વાટકા જેટલો બાજરીનો લોટ લઈશું લોટ સરસ રીતે ચલાઈ જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અહીં આપણે મસાલામાં મીઠું નથી ઉમેરીશું કારણ કે મીઠું ઉમેરવાથી પાણી થાય એટલે આપણે લોટમાં જ મીઠું ઉમેરીશું


હવે લોટમાં આપણે જે મસાલો સાંતળીને તૈયાર કર્યો હતો તે હવે ઠંડો થઈ ગયો છે તો તેને આપણે લોટમાં ઉમેરી દઈશું
અને મસાલા ને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનો છે આજે મસાલા રોટલો તૈયાર થાય છે તે એકદમ ટેસ્ટી બને છે અને શરદી થઇ હોય તો તેમાં પણ આ મસાલા રોટલો એક દવાનું કામ કરે છે.

હવે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી લેતા જઈ લોટ મીડીયમ બાંધી લેવાનો છે. અને આ લોટ ને હથેળીના નીચેના ભાગથી સારી રીતે મસળી લેવાનો છે. કારણ કે ઘઉં ના લોટ માં થોડો ચીકાશ હોય છે અને બાજરી ના લોટ માં નથી હોતો એટલે થોડો મસળવો પડે છે.


આ રીતે આંગળી પ્રેસ થાય તેવો આપણે લોટ બાંધવાનો છે અને બધો લોટ ભેગો કરી આ રીતનો બોલ બનાવી લેવાનો છે હવે હાથ પર થોડું પાણી લગાવી ગોળગોળ સરસ બોલ બનાવી દઈશું.

હવે પાટલી ઉપર આપણે એક પ્લાસ્ટિક મૂકીશું તમે કોઈપણ ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકની થેલી કાપીને યુઝ કરી શકો છો. હવે તેના ઉપર થોડો લોટ ભભરાવી શું અને તેની ઉપર આપણે તે લોટનો લૂઓ તૈયાર કર્યો છે તે મુકીશું. હવે બીજુ પ્લાસ્ટિક તેની ઉપર મૂકી આપણે વેલણની મદદથી થોડો વણી લઈશું.


હવે પ્લાસ્ટિક કાઢી તેને હાથની મદદથી સાઇડની કોર પ્રેસ કરતા જઈ રોટલો થેપી લેવાનો છે. આ મસાલા લોટને ઘી માં સાંતળેલો મસાલો ઉમેર્યો હોવાથી તેનો રોટલો ટીપાતો નથી અને તે ફાટી જાય છે. આ મસાલા રોટલા ને પાટલી પર થેપીને જ બનાવવો પડે છે.

હવે બધી જ સાઇડથી સરસ રીતે એકસરખો રોટલો બની જાય પછી વેલણની મદદથી એકદમ રાઉન્ડ શેપ આપી જાડો અને પાતળો ન રહે તે રીતે વેલણ ની મદદથી વણી લઈશું. હવે રોટલાને તાવડીમાં નાખીશું. (Note:- તાવડી ને પહેલેથી જ ગરમ કરવા મૂકી દેવી)

તાવડી સરસ તપી ગયેલી હોય તો જ રોટલો તાવડીમાં નાખવાનો, નહિતર રોટલો સારો બનશે નહીં. હવે તમને જો રોટલો તાવડીમાં નાખતા ન ફાવતું હોય તો તમે રોટલા ને બંને હાથની મદદથી ધીમેથી તાવડીમાં મૂકી શકો છો.


અહી ગેસની flame ને આપણે હાઈ રાખવાની છે અને હવે ૨ થી ૩ મિનિટ એક સાઈડ રહેવા દઇ, ચપ્પુની મદદથી રોટલા ને ફરતી કોરને સેજ ઉખાડી ચેક કરી લેવાનું, કે રોટલો ચડયો છે કે નહીં. ચડી ગયો હોય તો રોટલા ની સાઈડ ને ચેન્જ કરી લેવાની અને બીજી સાઈડ સરસ રીતે ચોડવી લેવાનો.

ચેક કરતા રહેવાનું, બીજી સાઈડ ચડી જાય એટલે ફરી રોટલાની સાઈડ ચેન્જ કરી તાવડીમાં ઉંધો નાખી દેવાનો અને રોટલો સરસ રીતે તૈયાર થઈ જાય એટલે કે ચડી જાય એટલે તેને એક ડીશમાં લઈ લેવાનો.

હવે રોટલા ઉપર ઘી લગાવવું, અને ચપ્પુની મદદથી રોટલાનું ઉપરનું પડ ખોલી અંદર પણ ઘી લગાવી દેવું. તો રેડી છે આપણો એકદમ ટેસ્ટી એવો મસાલો રોટલો. આ રોટલા ને તમે દહીં, ચા અથવા કેરીના ગળ્યા આચાર સાથે સર્વ કરી શકો છો.


ફ્રેન્ડ્સ તમને મારી આ રેસિપી પસંદ આવી હોય અને આવી નવી નવી રેસીપી જોવી હોય તો મારી ચેનલ પર જઈને પણ જોઈ શકો છો. અમારી બીજી વાનગીઓ પણ જોઈ શકો છો જે નીચે મુજબ છે,

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.