The Devyani's KitchenTest of Restaurant at Home
માવા મલાઈ રોલ કટ કુલ્ફી બનાવવાની રીત | સમર સ્પેશિયલ રેસિપિ | હોમમેડ માવા મલાઈ રોલ કટ કુલ્ફી | Mawa malai roll cut kulfi recipe | Summer special recipe | Roll cut malai kulfi | Mawa malai kulfi recipe in Gujarati

માવા મલાઈ રોલ કટ કુલ્ફી બનાવવાની રીત | સમર સ્પેશિયલ રેસિપિ | હોમમેડ માવા મલાઈ રોલ કટ કુલ્ફી | Mawa malai roll cut kulfi recipe | Summer special recipe | Roll cut malai kulfi | Mawa malai kulfi recipe in Gujarati

આજે બનાવવાનું છે ગરમીઓ માટે સ્પેશિયલ ઓછા સમયમાં બની જાય તેવી malai kulfi અને રોલ કટ kulfi રેસિપી આ કુલ્ફી એકદમ બહારની માવા મલાઈ કુલ્ફી જેવી જ બને છે જો એવી ન બનતી હોય તો અમારી વેબ સાઇટ માંથી જોઇને બનાવી શકો છો અને એકદમ બહાર જેવી બને છે. તો ચાલો વગર માવા મલાઈ રોલ કટ છે. તે નીચે મુજબ છે.

( Tags- માવા મલાઈ રોલ કટ કુલ્ફી બનાવવાની રીત | સમર સ્પેશિયલ રેસિપિ | હોમમેડ માવા મલાઈ રોલ કટ કુલ્ફી | Mawa malai roll cut kulfi recipe | Summer special recipe | Roll cut malai kulfi | Mawa malai kulfi recipe in Gujarati | How to make Mawa malai roll cut kulfi recipe )

માવા મલાઈ રોલ કટ કુલ્ફી બનાવવાની રીત ( How to make Mawa malai roll cut kulfi recipe )

સૌપ્રથમ ગેસ પર એક પેન મૂકવું અને તેમાં ૧ લિટર દૂધ ઉમેરવું અને મલાઈ કાઢેલું દૂધ લેવાનું છે. તમે full faith વાળું દૂધ અથવા ગરમ કર્યા વગરનુ દૂધ પણ લઇ શકો છો. હવે તે દૂધમાં ચાર ચમચી મિલ્ક પાઉડર અને કોઈપણ બ્રાન્ડનો મિલ્ક પાઉડર લઈ શકો છો. અને મિક્સ કરી લેવું અને સરસ રીતે મિક્સ થઈ જાય, એટલે ૩થી ૪ નંગ એલચી પાઉડર ઉમેરી અને સાથે બે ચમચી મલાઈ ઉમેરી દેવાની છે અને ઘરે જે દૂધ ગરમ કરીને મલાઈ કાઢતા હોય છે, તે લેવાની છે.

હવે બધી જ વસ્તુને દૂધ સાથે સરસ રીતે મિક્ષ કરી લેવું અને આઠથી દસ મિનિટ ઊકળવા દેવું અને ઉભરો આવે એટલે ચલાવતા રહિ દૂધને ઉકાળી લેવાનું છે અને દૂધ સરસ રીતે ઊકળી જાય એટલે તેને સાઇડ પર મૂકી દેવું અને ગેસ પર ફરી એક પેન મૂકવું

હવે પેનમાં ૧ વાટકી ખાંડ ઉમેરી દેવી તમે જો વધારે ગળ્યું ખાતા હોવ તો વધારે ઉમેરવાની છે અને ખાંડને ગેસની slow આંચ ઉપર રહેવા દેવાની છે. તેની સાથે જ ખાંડ થોડી પીગળવા લાગે પછી જ ચમચાની મદદથી ખાંડને ચલાવતા રહેવું અને કેરેમલ કરી લેવાનું છે અને ખાંડ સરસ રીતે કેરેમલ થઈ જાય એટલે ગેસ ની ફ્રેલેમને બંધ કરી દેવાની છે અને ઘણી વખત ખાંડ પૂરેપૂરી કેરેમલ નથી થતી, તો કોઈ પ્રોબ્લેમ નહીં. મેલ થઈ જાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી લેવાનો છે.

હવે ફરી પાછું દૂધવાળું પેન ગેસ પર મૂકવું અને તેમાં કેરેમલ કરેલી ખાંડ ઉમેરી દેવી અને ખાંડને ગેસની મીડીયમ આંચ પર દૂધ સાથે ચલાવતા રહી, સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડું દૂધ વાટકામાં ઉમેરી, તે દૂધમાં બે ચમચી જેટલું કોર્નફલોર ઉમેરી મિક્સ કરી દેવું અને તે કોર્નફ્લોર વાળું દૂધ પેનમાં ઉમેરવાનું છે અને ચલાવતા રહી ચાર થી પાંચ મિનિટ જેટલું ઉકળવા દેવાનું છે.

હવે પાંચ મિનિટ પછી કોર્નફ્લોર સરસ રીતે ક્રોપ થઈ જાય એટલે દૂધનું મિશ્રણ પણ સરસ જાડું થઈ ગયું હોય તો ખાંડ પણ સરસ રીતે મિક્ષ કરી લેવી અને બબલ્સ થવા લાગે એટલે ગેસની ફ્રેલેમને બંધ કરી તેને નીચે ઉતારી લેવું. હવે તે મિશ્રણમાં બે મિનીટ જેટલું બ્લેન્ડર ફેરવી લેવું અને મિશ્રણને 10 થી 15 મિનિટ જેટલું ઠંડુ થવા મૂકી દેવું.

હવે 15 મિનિટ પછી મલાઈ રોલ કટ કુલ્ફીનું મિશ્રણ ઠંડું થઈ ગયું હોય તો એક પ્લાસ્ટિક નો લાંબો ડબ્બો અને એક સ્ટીલ નો ડબ્બો લેવો અને પ્લાસ્ટિકના ડબ્બામાંથી મલાઈ કુલ્ફી કટ કરી અને સ્ટીલના ડબ્બામાંથી રોલ કટ કરી લેવું. અને બન્ને ડબ્બામાં મિશ્રણ ભરી દેવાનું છે અને પ્લાસ્ટિકના ડબ્બો એરટાઈટ હોય તો તેને ઢાંકણ ઢાંકી બંધ કરી દેવો અને સ્ટીલ નો ડબ્બો એરટાઈટ નથી તો તેની ઉપર પેપર ઢાંકી તેને ઢાંકણ બંધ કરી દેવું અને પાંચ થી છ કલાક માટે તેને રેફ્રિજરેટરમાં જામવા મૂકી દેવાનું છે.

તો છ કલાક પછી રોલ કટ અને કેન્ડી જામીને થઈ ગઈ તૈયાર થઈ ગઈ હોય તો સૌપ્રથમ સ્ટીલના ડબ્બામાંથી રોલ કટ કરવો અને ડબ્બામાંથી રોલ કટ કાઢવા માટે ડબ્બાને એક મિનિટ ડુબાડી અને પછી તેને mold કરી લેવું.હવે ડીશમા ડબ્બાને ઉંધો કરી કાઢી લેવું અને ધારદાર ચપ્પુથી પડે તેને રોલ કટ કાપી લેવો અને તેની ઉપર dry fruits pickle કરી દેવું.

હવે પ્લાસ્ટિક નો ડબ્બો લઈ ઢાકણ ખોલી અને તે રીતે પતંગની લાંબી સળી લઈ તેને એક સરખા માપમાં કાપી લેવું અને તે જ રીતે 4 કુલ્ફી બનાવવી. તો ડબ્બામાં જ સળીને પ્રેસ કરી લગાવી દેવી અને કુલ્ફીની ડી મોલ્ડ કરવા માટે ડબ્બાને એક મિનિટ પાણીમાં મૂકી દેવું અને સળીને પકડીને ડબ્બામાંથી કાઢી લેવું અને ધારદાર ચપ્પુથી તેને કાપી લેવું અને તેને એક ડીશમાં મૂકી દેવું.

તો એકદમ ટેસ્ટી માવા મલાઈ કુલ્ફી અને રોલ કટ તમે પહેલા ક્યારેય, માવા કટ કુલ્ફી ના બનાવી હોય તો અમારી વેબ સાઇટમાંથી જોઇને તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

વેનીલા આઇસક્રીમ બનાવવાની રીત
કાજુ દ્રાક્ષ આઇસક્રીમ બનાવવાની રીત
વેનીલા આઇસક્રીમ બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.