The Devyani's KitchenTest of Restaurant at Home
રાજા રાણી પરોઠા બનાવવાની રીત | સુરતના ફેમસ લારી જેવા પરોઠા રેસિપિ | એકદમ નવા ટેસ્ટમાં પરોઠા રેસિપિ | Surti raja-rani paratha recipe | Street food recipe | Mix vegetable paratha recipe

રાજા રાણી પરોઠા બનાવવાની રીત | સુરતના ફેમસ લારી જેવા પરોઠા રેસિપિ | એકદમ નવા ટેસ્ટમાં પરોઠા રેસિપિ | Surti raja-rani paratha recipe | Street food recipe | Mix vegetable paratha recipe

આજે બનાવવાનું છે સુરતના ફેમસ લારી પર મળે તેવા ગરમા ગરમ રાજા-રાણી પરોઠા. તો આ પરોઠા મિક્સ વેજીટેબલ પનીર અને ચીઝના બનેલા છે.ખુબ જ સરસ ટેસ્ટી બને છે. તો ચાલો એકદમ ટેસ્ટી એવા રાજા રાણી પરાઠા બનાવવા માટેની રીત કે જે નીચે મુજબ છે.

( Tags- રાજા રાણી પરોઠા બનાવવાની રીત | સુરતના ફેમસ લારી જેવા પરોઠા રેસિપિ | એકદમ નવા ટેસ્ટમાં પરોઠા રેસિપિ | Surti raja-rani paratha recipe | Street food recipe | Mix vegetable paratha recipe | How to make Mix vegetable paratha recipe )

રાજા રાણી પરોઠા બનાવવાની રીત ( How to make Mix vegetable paratha recipe )

સૌપ્રથમ પરોઠાનો લોટ બાંધી લેવો અને ૪ વ્યક્તિ માટે પરોઠા બનાવવાના છે. તો એક વાટકો ઘઉંનો ઝીણો લોટ લેવો સાથે અડધો વાટકો મેંદાનો લોટ અને અડધી નાની વાટકી રવો લેવાનો છે અને એક ચમચી દહીં ઉમેરો.

હવે એકલા મેંદા અને રવાના પણ બનાવી શકો છો તમને ખબર હશે કે મેંદો હેલ્થ માટે હાનિકારક છે તો મેંદો સાથે ઘઉંનો લોટ પણ લેવાનો છે અને તેમાં એક પાવલો તેલ ઉમેરી દેવું. સાથે એક ચમચી દૂધની મલાઈ ઉમેરવી, પરાઠા એકદમ સોફ્ટ બને છે અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું અને હવે બધું જ સરસ રીતે મિક્ષ કરી લેવું. અને થોડું થોડું કરી પાણી નાખતા જઈ લોટ બાંધી લેવાનો છે.

હવે બહુ કડક પણ નહિ અને ઢીલો પણ નહીં તેવો લોટ બાંધવાનો છે અને સરસ લોટ બાંધી તેને પંદર થી વીસ મિનિટ ઢાંકીને સાઈડ પર રેસ્ટ કરવા મૂકી દેવો અને રેસ્ટ થાય ત્યાં સુધીમાં પરોઠાનો સ્ટફિંગ તૈયાર કરી લેવું.

સૌપ્રથમ રાજા-રાણી પરોઠાનું સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલ લેવું અને તેમાં સાફ કરેલા લીલા ધાણા ઝીણા ઝીણા સમારી લેવા અને પરાઠામાં મિક્સ વેજીટેબલનો યુઝ કરવાનો છે.અને ધાણા કપાઈ જાય એટલે એક ડિશ લેવી અને કોબીને ઝીણી ખમણીની મદદથી ખમણી લેવાની છે અને બધું જ શાકભાજી ખમણીને વાપરવાનું છે જેથી પરાઠા વણતી વખતે શાકભાજી નડે નહીં.

હવે સરસ કોબીજ ખમણી તેને સાઈડ પર કરી દેવી અને એક ગાજરની છાલ ઉતારી તેને પણ ખમણી વડે છીણી લેવું અને ગાજરને સાઈડ પર કરી તેની બાજુમાં બીટ ખમણી લેવું અને હવે બીટ સાઈડ પર મૂકી તેની બાજુમાં કેપ્સિકમને એકદમ ઝીણું ઝીણું સમારી લેવું, કારણ કે કેપ્સિકમને ખમણી શકાતું નથી એટલે ઝીણું ઝીણું સમારી લેવાનું છે અને આ બધું ખમણેલું શાકભાજી એક બાઉલમાં ઉમેરી દેવું.

હવે બાઉલમાં એક ચમચી આદુ મરચાની પેસ્ટ અને અડધી નાની ચમચી ફુદીનાનો પાઉડર ઉમેરવો અને પરાઠાંમાં ફુદીનાનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. તમારી પાસે લીલો ફુદીનો હોય તો તેના પાનને ઝીણાં ઝીણાં કાપીને ઉમેરી દેવાના છે અને તેમાં ૧/૪ ચમચી શેકેલા જીરાનો પાઉડર ઉમેરવો અને તેમાં થોડી જલ જીરાનો પાઉડર ઉમેરવો અને સાથે તેમાં મકાઈને થોડી ખમણીને ઉમેરી દેવી અને સાથે થોડો ચાટ મસાલો ઉમેરવો અને હવે તેમાં અડધી ડુંગળીને ખમણીને ઉમેરી દેવી અને આ સ્ટફિંગમાં અડધી ક્યુબ ચીઝ ઉમેરી દેવાનું છે. તમને વધારે ચીજ ભાવતું હોય તો તમે વધારે પણ નાખી શકો છો.

આ રાજા રાણી પરાઠા માં પનીર અને ચીઝનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે અને આ બધા જ વેજીટેબલ મસાલાને હાથની મદદથી સરસ રીતે મસળીને મિક્સ કરી લેવા. વેજીટેબલ વધારે રસ વાળા હોય તો ખમણીને થોડું પાણી કાઢી લેવું અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમારે પરાઠા બનાવવા હોય ત્યારે જ તમારા સ્ટફિંગ બનાવવાનું છે. સ્ટફિંગ સરસ રીતે મિક્સ થઈ ગયું હોય તો તેમાં એક ચમચી ધાણાજીરું પાઉડર ઉમેરવું અને સાથે અડધી ચમચી મીઠું ઉમેરી દેવું. ધાણાજીરું ઉમેરવાથી સ્ટફિંગમાંથી પાણી એબજોવ કરી લે છે. એક ચમચી લાલ મરચું પાઉડર ઉમેરી અને સરસ રીતે મિક્ષ કરી લેવું.

હવે પરોઠાનો લોટ રેસ્ટ થઈને પંદર થી વીસ મિનિટ થઈ ગયું હોય તો તેમાં થોડું તેલ નાખી લોટ સરસ રીતે કુણવી લેવો. અને લોટમાંથી થોડો લોટ લઈ લુઓ બનાવી લેવો અને કોરો લોટ થોડો છાંટી વેલણની મદદથી થોડું વણી લેવું અને તૈયાર કરેલું સ્ટફિંગ બે થી ત્રણ ચમચી જેટલું એટલે કે તમારા પરાઠાની સાઈઝ પ્રમાણે મુકવાનું છે અને કોરેથી ફોલ્ડ કરતા જવાનું છે અને ફરી પાછો લુઓ બનાવી લેવાનો છે અને તે લોટને ડીપ કરી હાથની મદદથી ફેલાવી દેવું.હવે થોડો ફુલાવી દેવાનો અને વેલણની મદદથી હળવા હાથે વણી લેવાનો છે. કોઈ કોઈ જગ્યાએ વણતી વખતે ફાટે તો તેના ઉપર થોડો કોરો લોટ ઉમેરવો. પરાઠાને તેલમાં કે ઘીમાં પણ ફ્રાય કરી શકો છો અને સરસ રીતે બંને સાઇડ પર પરાઠું વણાઈ જાય એટલે તેને એક ડીશમાં લઈ કોરો લોટ નાખી વણવાનું જેથી વેલણ પરાઠા સાથે ચીપકે નહીં.

હવે સરસ રીતે પરાઠા વણાઈ જાય એટલે તેને તળવા માટે ગેસ પર લોખંડની તવિ મૂકવી અને ગેસની medium flame ઉપર પરાઠાને તળવાનું છે હવે તવી પર એક ચમચી ઘી ઉમેરી અને તવિ હલકી ગરમ થાય એટલે તવીમાં પરાઠું હળવા હાથે મૂકવું.

હવે એક મિનિટ રહેવા દેવું. તાવેથાની મદદથી પરાઠાની સાઈડ ચેન્જ કરી લેવી અને ચમચીની મદદથી પરાઠાની કિનારી પર ઘી નાખવું અને બ્રશની મદદથી થોડું ઘીને પરાઠા પર લગાવી દેવું અને તે જ રીતે સાઈડ ચેન્જ કરતા જઈ બંને સાઇડ સરસ રીતે પરાઠાને તળી લેવા. અને તમે પરાઠાને તેલમાં કે બટરમાં ફ્રાય કરી શકો છો. સરસ રીતે બંને સાઇડ ઉપર પરાઠું તળાઈ જાય એટલે એક ડીશમાં લઈ લેવું.

હવે પરાઠા બની જાય એટલે તેની ઉપર સ્ટફિંગ પણ પાથરવાનું હોય છે. તો તેની માટે તૈયાર કરેલા સ્ટફિંગમાંથી બે થી ત્રણ ચમચી જેટલું સ્ટફિંગ તવા પર ઉમેરી દેવું અને ચમચી ઘી નાખી તેને સાંતળી લેવું અને સ્ટફિંગ સંતળાઈ જાય એટલે ગેસ ની ફ્લેમને બંધ કરી દેવી.

-હવે પરોઠું તૈયાર કરવું. તો તેની માટે તળેલા પરોઠા ઉપર સાંતળેલો સ્ટફિંગ મસાલો ચમચીની મદદથી સરસ રીતે આખા પરોઠા ઉપર પાથરી દેવો અને તેની ઉપર પનીર ખમણીને ઉમેરી દેવું અને સાથે ચીજ પણ ખમણીને ઉમેરી દેવું અને પરોઠાંને થોડો એવો spicy ટેસ્ટ આપવા માટે તેની ઉપર ચીલી ફ્લેક્સ sprinkal કરવું અને તેની ઉપર ટોમેટો કેચપ લગાવી અને સાથે ગાર્નિશસિંગ માટે લીલા ધાણા એડ કરી દેવા. તો એકદમ મસ્ત ખાવાનું મન થઈ જાય તેવા ચટપટા એવા સુરતના ફેમસ રાજા-રાણી પરોઠાની રેસીપી તમને પસંદ આવી હોય તો તમે પણ અમારી વેબ સાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

ગુવાર બટેટાનું શાક બનાવવાની રીત
બટેટા ભૂંગળા બનાવવાની રીત
સરગવા બટેટાનું શાક બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.