The Devyani's KitchenTest of Restaurant at Home
બટેટાના પરોઠા બનાવવાની રીત | સુરતના ફેમસ આલુ પરોઠા બનાવવાની રીત | આલુ પરોઠા બનાવાની રીત | Perfect aloo paratha recipe | Panjabi aloo paratha recipe | Most healthy aloo paratha

બટેટાના પરોઠા બનાવવાની રીત | સુરતના ફેમસ આલુ પરોઠા બનાવવાની રીત | આલુ પરોઠા બનાવાની રીત | Perfect aloo paratha recipe | Panjabi aloo paratha recipe | Most healthy aloo paratha

આજે બનાવવાનું છે એકદમ નવા સ્વાદમાં આલુ પરોઠા. પરાઠા તો તમે હજાર વાર બનાવ્યા હશે, પરંતુ આ તમને એક અલગ રીતે આલુ પરોઠા બનાવતા શીખવાડીશું, તેનો ટેસ્ટ એવો સરસ આવે છે કે તમે આ પરોઠા વારંવાર બનાવવાનું પસંદ કરશો. તો ચાલો એકદમ નવા સ્વાદમાં આલુ પરોઠા બનાવવાનું શરૂ કરીએ.

( Tags- બટેટાના પરોઠા બનાવવાની રીત | સુરતના ફેમસ આલુ પરોઠા બનાવવાની રીત | આલુ પરોઠા બનાવાની રીત | Perfect aloo paratha recipe | Panjabi aloo paratha recipe | Dhaba style aloo paratha | Most healthy aloo paratha | How to make aloo paratha recipe in Gujarati )

આલુ પરોઠા બનાવવાની રીત ( How to make aloo paratha recipe )

સૌપ્રથમ આલુ પરોઠા બનાવવા માટે પરોઠાનો લોટ બનાવી લેવો. તેની માટે એક કાથરોટ લેવી અને તેમાં બે મોટા વાટકા ઘઉંનો લોટ ઉમેરવો, સાથે બે ચમચી ચણાનો લોટ ઉમેરવો અને એક ચમચી જેટલું મીઠું ઉમેરી ચણાનો લોટ નાખવાથી પરોઠા ટેસ્ટી બને છે અને બધું જ મિક્સ કરી થોડું થોડું કરી પાણી નાખતા જઈ લોટ બાંધી લેવાનો છે મેંદાના લોટના પણ પરોઠા બને છે. પરંતુ હેલ્થ માટે મેંદો હાનિકારક છે. તેથી ઘઉંનો લોટ લેવાનો છે અને સરસ રીતે મીડીયમ લોટ પરાઠાનો બાંધી લેવાનો છે.

હવે સરસ મીડીયમ એવો લોટ બંધાઈ જાય એટલે તેને ઢાંકીને પંદર થી વીસ મિનિટ રેસ્ટ કરવા મૂકી દેવું અને પરોઠાનું સ્ટફિંગ બનાવવા માટે, સૌ પ્રથમ બટેટાને બાફી લેવાના છે. તો બટેટાને બાફી લીધા પછી તેની છાલ કાઢી લેવાની છે. અને આ બનાવેલા આલુ પરોઠા ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે બધા જ બટેટાની છાલ નીકળી જાય પછી તે છાલ કાઢેલા બટેટાને એક ડીશમાં લઈ લેવા.

હવે ખમણી લેવી અને તેમાં બાફેલા બટેટાને છીણી લેવા. બટેટાને ખમણવાથી પરોઠાનું સ્ટફિંગ ગાંઠા વગરનું તૈયાર થાય છે. જો બટેટાને છૂંદો કરીએ તો તેમાં બટેટાની ગાંઠ રહે છે અને પરોઠા વણતી વખતે ફાટી જાય છે એટલે બટેટાને ખમણી લેવા.

હવે બધા જ બટેટા સરસ રીતે ખમણી જાય એટલે તેમાં બાકીના ingredients ઉમેરી દેવા. હવે એક બાઉલમાં એક નંગ ઝીણી સમારેલી ડુંગળી, ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ, થોડી એવી રીતે જલજીરા, અડધી નાની ચમચી સંચળ પાવડર, અડધી નાની ચમચી ચાટ મસાલો, કસૂરી મેથી હથેળીમાં મસાળીને ઉમેરી દેવી, ૧ નાની ચમચી ચીલી ફ્લેક્સ, ચીલી ફ્લેક્સ ઉમેરવાથી પરોઠા ટેસ્ટી અને થોડા spicy બને છે. અને તેમાં અડધી નાની ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું પાઉડર, અડધી નાની ચમચી શેકેલા જીરાનો પાઉડર, અડધી નાની ચમચી આખું જીરૂ, આખું જીરાનો ટેસ્ટ પરોઠા ખૂબ જ સરસ લાગે છે અને ચપટી હિંગ ઉમેરી દેવી અને આ બધા જ મસાલા અને હાથની મદદથી સરસ રીતે મિક્ષ કરી લેવું.

હવે સરસ રીતે સ્ટફિંગ તૈયાર થઈ જાય એટલે તેમાંથી થોડું સ્ટફિંગ હાથમાં લઇ તેને મીડિયમ સાઇઝની ટીક્કી બનાવી લેવી અને તેમાં થોડી હળદર પણ ઉમેરી શકો છો. અને બધી જ ટીક્કીઓ બનાવી લેવી.

હવે પરોઠાનો લોટ રેસ્ટ થઈ ગયો હોય તો લોટમાં ૧ ચમચી જેટલું તેલ નાખી તેને હાથની મદદથી સરસ રીતે કુણવી લેવાનું છે. અને લોટ સરસ કુણવાઈ જાય એટલે તેમાંથી થોડો લોટ હાથમાં લઇ તેને લૂઓ બનાવી લેવાનો છે.

હવે લુઓ બની જાય એટલે પાટલી લઇ લુવાને કોરા લોટમાં વેલણની મદદથી થોડો વણી લેવાનો છે અને તૈયાર કરેલી ટિક્કીને વણેલી થેપલીની ઉપર મૂકવાની અને હાથની મદદથી ફોલ્ડ કરી પોટલી કરી વધારાનો લોટ કાઢી લેવાનો છે અને ફરી પાછો લુઓ બનાવી કોરા લોટમાં ડીપ કરી હાથની મદદથી સેટ કરી લેવાનો છે અને પાટલી ઉપર મૂકી વેલણની મદદથી હળવા હાથે પરોઠાને વણી લેવાનો છે.

હવે સરસ રીતે વણાઈ જાય એટલે ગેસ ઉપર લોઢી મૂકી દેવાની છે અને વણેલા પરોઠાને લોઢીમાં નાખી ચમચાની મદદથી સાઈડ ચેન્જ કરી લેવી અને બટરને પરાઠા પર ફરી ઉમેરી, ફરી પરાઠાની સાઈડને ચેન્જ કરી પરોઠા ઉપર થોડું બટર નાંખી દેવું અને પછી બટરને સ્પ્રેડ કરી બંને સાઇડ પર સરસ રીતે શેકી લેવાનું છે. ( પરોઠાને ઘી તેલમાં પણ બનાવી શકો છો.) હવે સરસ રીતે બંને સાઇડ શેકાઈ જાય એટલે તેને એક ડીશમાં લઈ લેવું.

હવે તે જ રીતે બાકીના પરોઠા બનાવી લેવા. તો આ પરોઠાને બટર, ટોમેટો કેચપ અને દહીં સાથે સર્વ કરી શકો છો. આ એકદમ ટેસ્ટી ચટપટા પંજાબી સ્ટાઇલ ઢાબા જેવા આલુ પરોઠા તમે ઘરે પણ બનાવી શકો છો. અને આ આલુ પરોઠાની રેસીપી પસંદ આવે તો તમે પણ અમારી વેબ સાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

ગુવાર બટેટાનું શાક બનાવવાની રીત
બટેટા ભૂંગળા બનાવવાની રીત
સરગવા બટેટાનું શાક બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.