The Devyani's KitchenTest of Restaurant at Home
નાયલોન ખમણ બનાવવાની રીત | ટેસ્ટી નાયલોન ખમણ | અમદાવાદી ખમણ રેસિપિ | Nylon Khaman banavani rit | Nylon Khaman recipe in Gujarati

નાયલોન ખમણ બનાવવાની રીત | ટેસ્ટી નાયલોન ખમણ | અમદાવાદી ખમણ રેસિપિ | Nylon Khaman banavani rit | Nylon Khaman recipe in Gujarati

આજે આપણે બનાવવાના છીએ એકદમ બજાર જેવા નાયલોન ખમણ. આપણા ઘરે અચાનક કોઇ મહેમાન આવી જાય તો તમે ઝડપથી ઘરે જ બજાર જેવા ખમણ બનાવી શકો છો. આ ખમણ બનાવવા ખુબ જ સહેલા છે અને તમે એકદમ સરળતાથી નાયલોન ખમણ બનાવી શકો છો તો ચાલો આપણે નાયલોન ખમણ બનાવવાનું શરૂ કરીએ.

( Tags-નાયલોન ખમણ બનાવવાની રીત | ઇન્ટન્ટ નાયલોન ખમણ રેસિપિ | ગુજરાતી નાયલોન ખમણ | ટેસ્ટી નાયલોન ખમણ | અમદાવાદી નાયલોન ખમણ રેસિપિ | Nylon Khaman banavani rit | Nylon Khaman recipe in Gujarati | Instant Nylon Khaman | How to make Nylon Khaman recipe )

નાયલોન ખમણ બનાવવાની સામગ્રી ( Ingredients for Nylon Khaman )

  • 1 કપ ચણાનો લોટ
  • અડધો કપ ખાંડ
  • 1 ગ્લાસ પાણી
  • 1 ચમચી આખા ધાણા
  • 1 ચપટી હિંગ
  • 2 ચપટી હળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ચમચી તેલ
  • અડધી નાની ચમચી લીંબુના ફૂલ
  • 1 ચમચી ખાવાનો સોડા

સૌપ્રથમ 1 કપ ચણાનો લોટ, અડધો કપ ખાંડ પાણી, એક ચમચી આખા ધાણા, 1 ચપટી હિંગ, 2 ચપટી હળદર, મીઠું સ્વાદ અનુસાર, બે ચમચી તેલ, અડધી નાની ચમચી લીંબુના ફૂલ અને એક ચમચી ખાવાનો સોડા લેવાના છે.

હવે એક વાસણમાં ચણાનો લોટ અને ચારણીની મદદથી તેને ચાળી લેવાનો છે અને ચણાનો ચાળ્યાપછી, એક બાઉલમાં 3/4 કપ પાણી નાખવું અને તેમાં ખાંડ નાખવી. ત્યારબાદ લીંબુના ફૂલ, હળદર પાઉડર, હિંગ અને મીઠું નાખીને બધી જ સામગ્રીને ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરી લેવી.

હવે મસાલાવાળું પાણી છે તેને થોડું થોડું કરીને જે લોટ ચાળ્યો છે એમાં નાખી દેવું. અને તેને સારી રીતે મિક્સ કરી સ્મુથ બેટર બનાવવાનું છે. હવે તે બેટર માં હવાના બબલ્સ ન થાય ત્યાં સુધી સતત એક જ દિશામાં ફેટવાનું છે અને તે તૈયાર થયેલા બેટર ને પાંચ થી દસ મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેવું અને જે વાસણમાં ખમણ બનાવવાના છે તેને ઓઇલ વડે ગ્રીસ કરી લેવું.

હવે એક એલ્યુમિનિયમ નો ડબ્બો લેવાનો છે. અને તમારી પાસે ડબ્બો ના હોય તો તમે કાંઠાવાળી થાળી પણ લઈ શકો છો. હવે બેટરે રેસ્ટ કરી લીધો હોય તો તેમાં તેલ અને ખાવાના સોડા નાખીને તેને સતત બે થી ત્રણ મિનિટ હલાવતા રહેવું અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેને એક જ દિશામાં ચલાવતા રહેવાનું છે. અને બેટર એકદમ ફ્લોરિંગ consistency વાળું થઈ ગયું હોય તો તે બેટર ને ઓઇલ વાળો ડબ્બો તૈયાર કર્યો હતો તેમાં નાખી દેવું અને તેની ઉપર આખા ધાણા sprinkle કરી દેવા.

હવે એક પેનમાં પાણી ગરમ કરવા મૂકવું અને તે ડબ્બાને સ્ટેન્ડ ઉપર મૂકી દેવું. હવા ન જાય એ રીતે પેનનું ઢાંકણ ઢાંકીને કમસેકમ 20 મિનિટ માટે ગેસની હાઇ flame ઉપર ચડવા દેવું.

હવે 20 મિનિટ પછી પેનનું ઢાંકણ ખોલી સળીની મદદથી ચેક કરવું કે ખમણ સારી રીતે ચડી ગયા છે કે નહીં, જો સળીમાં ખમણ ચોંટે નહી તો માનવાનું કે, ખમણ નીચે સુધી સરસ રીતે ચડી ગયા છે અને તે ખમણને એક ડિશમાં કાઢી લેવા અને ખમણને ચપ્પુની મદદથી પીસ કરી લેવા.

હવે ખમણ ઉપર વઘાર કરીશું તો તેની માટે એક પેનમાં 2 ચમચી તેલ નાખી તેને ગરમ કરવું. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં એક અડધી ચમચી રાઈ નાખવી, બધી જ રાય ફૂટી જાય એટલે તેમાં લીમડાના પાન, લીલું કાપેલું મરચું નાખીને એક મિનિટ રહેવા દઇ તેમાં અડધા ગ્લાસ કરતા થોડું પાણી નાખી ને પાણીમાં પરપોટા થાય ત્યાં સુધી ઊકળવા દેવું.

હવે તેમાં ખાંડ અને મીઠું નાખી, એક ઉભરો આવે ત્યાં સુધી ચડવા દેવું અને આ વઘારને કાપેલા ખમણ ઉપર રેડી દેવું અને તેની ઉપર લીલા ધાણા sprinkle કરી દેવા તો રેડી હશે આ એકદમ બજાર જેવા પોચા અને ખાવામાં પણ એટલા જ ટેસ્ટી એવા નાયલોન ખમણ. જો તમને આ રેસિપી પસંદ આવે તો તો તમે પણ અમારી વેબ સાઇટ માંથી જોઈ લે ઘરે સરળતાથી આ નાયલોન ખમણ બનાવી શકશો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

ખાટા ઢોકળા બનાવવાની રીત
દૂધીના ઢોકળા બનાવવાની રીત
લીલી તુવેરના ઢેકરા બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.