The Devyani's KitchenTest of Restaurant at Home
પાન કોલ્ડડ્રિંક્સ બનાવવાની રીત | પાન શેક બનાવવાની રીત | પાન શૉટ રેસિપિ | પાન મિલ્ક શેક બનાવવાની રીત | Paan cold-drinks banavani rit | Paan shorts recipe in Gujarati | paan milk shek recipe

પાન કોલ્ડડ્રિંક્સ બનાવવાની રીત | પાન શેક બનાવવાની રીત | પાન શૉટ રેસિપિ | પાન મિલ્ક શેક બનાવવાની રીત | Paan cold-drinks banavani rit | Paan shorts recipe in Gujarati | paan milk shek recipe

pan shots

આજે બનાવવાનું છે ઉનાળા માટે સ્પેશિયલ એવું રિફ્રેશિંગ drink. પાનનું દૂધ કોલ્ડ્રીંક અને પાનનું શરબત બનાવવાનું છે અને સાથે મસાલા પાન બનાવવાનું છે, તે પાનનું દૂધ કોલ્ડ્રીંક અને શરબત એટલું મસ્ત બને છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું પસંદ કરશો અને તે ડ્રીંક બનાવવા માટે તેનું premix બનાવી લેવું, તો તમે એક વિક માટે ફ્રિજમાં સ્ટોર પણ કરી શકો છો. ખરેખર પાન દૂધ કોલ્ડ્રીંક અને શરબત ખૂબ જ ટેસ્ટી બને છે, તો ચાલો ઉનાળા માટે સ્પેશિયલ એવું રિફ્રેશિંગ drink નીચે મુજબ છે.

સૌપ્રથમ પાનનું દુધ કોલ્ડ ડ્રિંક્સ અને શરબત બનાવવા માટે,

  • 2 મોટી ચમચી ખાંડ
  • 1 ચમચી ગુલકંદ
  • 1 ચમચી જેટલી તૂટીફૂટી
  • 2 ચમચી ખમણેલું કોપરું
  • 1 ચમચી વરિયાળી
  • 2 નંગ ચેરી
  • 1 ચપટી ગ્રીન ફુડ કલર
  • થોડી કેસર પતિ
  • 2 નંગ એલચીના દાણા
  • 1 કપ દૂધ

હવે જે મસાલા પાનના પાન આવે છે તે લેવાના છે પરંતુ તમારે કલકતી પાન અથવા મગઇ પાન, બે માંથી કોઈ પણ એક જાતનાં પાન લેવાના છે અને તે પાન ગલ્લા પરથી આસાનીથી મળી જાય છે મગe પાનનો flav લાઈટ હોય છે અને તે બધી જ જગ્યાએ નથી મળતા, પરંતુ કલકત્તી પાન તમને બધી જ જગ્યાએ મળી જાય છે તો પાંચ નંગ ફ્રેશ કલકત્તી પાન લેવાના છે અને બધી જ સામગ્રીને સાઈટ પર મુકી પાન લઇ અને તે પૂજામાં પણ ઉપયોગ થાય છે, તે પાનને સરસ પાણી વડે સાફ કરી એક્સ્ટ્રા દાંડી કાઢી લેવી અને તેને ચપ્પુની મદદથી કાઢી લેવાની છે, હવે બે પાનમાંથી પાન cold drinks અને શરબત બનાવવાનો છે.

તે પાન નો મુખવાસ પણ બનાવવામાં આવે છે અને એકસાથે મુખવાસ બનાવી તમે store પણ કરી શકો છો. હવે એક બાઉલ લેવું અને તેમાં કાપેલા પાન મુકવા અને તેમા વરીયાળી, એલચીના દાણા, ખાંડ, ખમણેલું કોપરું અને કલર ઉમેરી, બધી જ સામગ્રીને એક મિક્સર જારમાં ઉમેરી અને તેમાં ત્રણ થી ચાર બરફના ટુકડા ઉમેરી ઢાંકણ બંધ કરી ક્રશ કરી લેવું અને તે premix બનાવવા માટે એક ચમચી ગુલકંદ ઉમેરવું અને ગુલકંદ નાખવાથી પાનનો premix કલર છે તે ડીમ પડી જાય છે જેથી થોડો ફૂડ કલરનો ઉપયોગ કરવાનો છે અને તે બિલકુલ optional છે.

હવે ગુલકંદ ઉમેરી, તેમાં બરફનો એક ટુકડો ઉમેરી, મિક્સરનું ઢાંકણ બંધ કરી ક્રશ કરી લેવાનું છે અને તે પાન દૂધ કોલ્ડ્રીંક અને શરબત બનાવવા માટેનું પલ્પ તૈયાર છે, અને તે કલર પણ એકદમ સરસ રીતે ગ્રીન દેખાય એટલે પલ્પને એક બાઉલમાં કાઢી લેવો અને જોઈએ તે જ પ્રમાણમાં પલ્પ લેવો બાકીનો વધેલો પલ્પને એરટાઈટ બોટલમાં ભરી ફ્રીઝમાં આઠ થી દસ દિવસ માટે સ્ટોર કરી શકો છો.

હવે સૌ પ્રથમ પાન શરબત બનાવવા માટે એક કાચનું બાઉલ લેવું અને તેમાં એક ગ્લાસ પાણી નાંખી અને બાઉલ માં ૨ ચમચી પાનનો તૈયાર કરેલો પલ્પ ઉમેરવો અને તેને સરસ રીતે મિક્ષ કરી લેવું, હવે તે શરબતને થોડું રેસ્ટ કરી લેવાનું છે, જો મોળું લાગતું હોય તો એક ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દેવાની છે અને સરસ રીતે મિક્ષ કરી લેવું અને શરબત રેડી થઈ જાય એટલે તેને એક ગલાસમાં નાખી અને તેમાં ice cube નાખી સર્વ કરી શકો છો.

હવે બનાવવાનું છે પાનનું દૂધ કોલ્ડ્રિંક્સ અથવા તેને તમે પાન શેક પણ કહી શકો છો તેની માટે ફરી તે જ બાઉલ લેવું અને તેમાં દૂધ એડ કરી દેવું. એક જ ગ્લાસ દૂધ કોલ્ડડ્રીંક બનાવવા માટે એક કપ દૂધ લેવાનું છે અને તેમાં બે ચમચી તૈયાર કરેલો પાનનો પલ્પ એડ કરવો અને સાથે બે ચમચી દળેલી ખાંડ ઉમેરી દેવી અને ચમચીની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવું. હવે તેમાં થોડું બ્લેન્ડર ફેરવી દેવું જેથી પલ્પ અને દૂધ સરસ રીતે મિક્સ થઈ જાય અને તમે ક્રીમ વાપરી શકો છો અને પાન દૂધ કોલ્ડ્રિંક્સને વેનીલા આઈસ્ક્રીમ સાથે સર્વ કરી શકો છો અને આઈસ્ક્રીમ નો ટેસ્ટ દૂધ કોલ્ડ્રીંક્સમાં ખૂબ જ સરસ લાગે છે.

હવે તે પણ દૂધકોલ્ડડ્રીંકને એક સર્વિંગ ગ્લાસમાં કાઢી લેવું અને તેને પ્રેઝન્ટ કરવા માટે બે પાન મૂકી અને એક પાન ઉપર પાન શરબત અને બીજા પાન ઉપર પાન દૂધ કોલ્ડ્રીંક્સ મૂકી દેવું અને ગાર્નીસિંગ માટે થોડી કેસર પતી મૂકી દેવી અને થોડી તૂટીફુટી એડ કરવી. અને ગ્લાસના સાઈડ પર એક ચેરી મૂકી દેવી અને તેના નાના ગલાસમાં તમે દૂધ કોલ્ડ્રીંક ભરી પાંન શોટ તરીકે પણ સર્વ કરી શકો છો અને પાન શોરીમાં વધારે પલ્પ નાખવાનો અને દૂધ ઓછું નાખવાનુ એટલે પાન શોટ રેડી થાય જશે.

હવે બનાવવાનું છે એક મસાલા પાન. તેની માટે એક મસાલા પાનનું રેપર લેવું અને તેની ઉપર એક પાન મૂકવું. તેમાં ચપટી વરિયાળી થોડી ધાણાદાળ, થોડી તૂટીફૂટી, થોડું એવું ગુલકંદ અને થોડું ખમણેલું ટોપરું ઉમેરવું અને મસાલા પાનને હાથમાં લઇ ફોલ્ડ કરી લેવું અને તેની ઉપર એક તૂટીફૂટી મૂકી ટૂથપીકની મદદથી તેને પેક કરી દેવું અને તેની ઉપર થોડું ખમણેલું કોપરું sprinkle કરી દેવું અને શરબત અને કોલ્ડડ્રિંક્સને ગાર્નિશીંગ માટે ગ્લાસની સ્ટેન્ડ ફરતે થોડું ખમણેલું ટોપરું ઉમેરવું. તો એકદમ મસ્ત ગરમીમાં શરીરને તાજગી આપે તેવું પાન દૂધ કોલ્ડ્રીંક અને પાન શરબત અને સાથે જ મસાલા પાનની રેસીપી તમને પસંદ આવી હોય તો તમે પણ અમારી વેબ સાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

મેંગો ફ્રૂટી બનાવવાની રીત
તૂટી-ફૂટી બનાવવાની રીત
વેનીલા આઇસક્રીમ બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.