The Devyani's KitchenTest of Restaurant at Home
પાન કોલ્ડડ્રિંક્સ બનાવવાની રીત | પાન શેક બનાવવાની રીત | પાનનું ઠંડું ઠંડું શરબત બનાવવાની રીત | Pan coldrinks banavani rit | Pan Shek banavani rit | Pan Milk shek

પાન કોલ્ડડ્રિંક્સ બનાવવાની રીત | પાન શેક બનાવવાની રીત | પાનનું ઠંડું ઠંડું શરબત બનાવવાની રીત | Pan coldrinks banavani rit | Pan Shek banavani rit | Pan Milk shek

આજે આપણે બનાવવાના છીએ ઉનાળા માટે સ્પેશિયલ એવું રિફ્રેશિંગ drink. પાનનું દૂધ કોલ્ડ્રીંક અને પાનું શરબત બનાવવાનું છે અને સાથે મસાલા પાન બનાવવાનું છે આ પાનનું દૂધ કોલ્ડ્રીંક અને શરબત એટલું મસ્ત બને છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું પસંદ કરશો અને આ drinks બનાવવા માટે તેનો premix બનાવવાનું અને તે તમે એક વિક માટે ફ્રિજમાં સ્ટોર પણ કરી શકો છો. ખરેખર આ પાન દૂધ કોલ્ડ્રીંક અને શરબત ખૂબ જ ટેસ્ટી બને છે. તો ચાલો ઉનાળા માટે સ્પેશિયલ એવું રિફ્રેશિંગ drink બનાવવાનું શરૂ કરીએ.

( Tags-પાન કોલ્ડડ્રિંક્સ બનાવવાની રીત | પાન શેક બનાવવાની રીત | રીફ્રેશીંગ ડ્રિંક રેસિપિ | સમર કુલર રેસિપિ | પાનનું દૂધ કોલ્ડડ્રિંક્સ બનાવવાની રીત | પાનનું ઠંડું ઠંડું શરબત બનાવવાની રીત | Pan coldrinks banavani rit | Pan Shek banavani rit | | Pan Milk shek | How to make Pan coldrinks | Summer drink recipe | pan juice | Pan milk shek recipe in Gujarati | Masala pan recipe | Mithu pan banavani rit )

સૌ પ્રથમ પાનું દુધ કોલ્ડ ડ્રિંક્સ અને શરબત બનાવવા માટે,

  • 2 મોટી ચમચી ખાંડ
  • 1 ચમચી ગુલકંદ
  • 1 ચમચી જેટલી ટુટીફુટી
  • 1 ચમચી ખમણેલું ઝીણું ટોપરું
  • 1 ચમચી વરિયાળી
  • ગાર્નિશીંગ માટે બે નંગ ચેરી
  • 1 ચપટી ગ્રીન ફુડ કલર
  • થોડી કેસર patti
  • 2 નંગ એલચીના દાણા
  • 1 કપ દૂધ

હવે આ પાન મસાલા પાન છે તે લેવાના છે તમારે કલકતી પાન અથવા મગઇ પાન, આ બેમાંથી કોઈ પણ એક જાતનાં પાન લેવાના છે આ પાન તમને ગલ્લા પરથી આસાનીથી મળી જશે મગઇ પાનનો flav લાઈટ હોય છે અને તે બધી જ જગ્યાએ નથી મળતા પરંતુ કલકત્તી પાન તમને બધી જ જગ્યાએ મળી જાય છે હવે પાંચ નંગ ફ્રેશ કલકત્તી પાન લેવાના છે.

હવે બધી જ સામગ્રીને સાઈડ પર મૂકી પાન લેવાના છે અને આ પાનનો પૂજામાં પણ ઉપયોગ કરી શકો છો. હવે આ પાનને સરસ પાણીમાં સાફ કરી તેમાં એક્સ્ટ્રા દાંડી છે તેને ચપ્પુની મદદથી કાઢી લેવાની છે અને બે પાનમાંથી જ પાન કોલ્ડ્રિંક્સ અને શરબત બનાવવાનું છે. અને બે પાનમાંથી તમે ચાર વ્યક્તિ માટે શરબત અથવા દૂધ કોલ્ડ્રીંક બનાવી શકો છો અને હવે બંને પાનની દાંડી કાઢી લેવાની છે અને બંને ચપ્પુની મદદથી કાપી લેવા.

આ પાન માંથી પાનનો પણ મુખવાસ બનાવવામાં આવે છે અને એકસાથે મુખવાસ બનાવી તમે સ્ટોર પણ કરી શકો છો. હવે એક બાઉલ લેવું અને તેમાં કાપેલા પાન મુકવા અને તેમાં વરીયાળી, એલચીના દાણા, ખાંડ, ખમણેલું સુકુ ટોપરું, અને કલર ઉમેરો અને હવે બધી જ સામગ્રીને એક મિક્સર જારમાં ઉમેરી સાથે તેમાં ત્રણ થી ચાર બરફના ટુકડા ઉમેરી જારનું ઢાંકણ બંધ કરી તેને ક્રશ કરી લેવાનું છે.

પાનનું premix તૈયાર થઈ ગયું હોય તો તેમાં એક ચમચી ગુલકંદ ઉમેરવું. ગુલકંદ નાખવાથી પાન premix નો કલર છે તે ડીમ પડી જાય છે. તેથી થોડો ફૂડ કલરનો ઉપયોગ કરવાનો છે અને તે બિલકુલ optional છે.

હવે ગુલકંદ ઉમેરી ફરી તેમાં બરફનો એક ટુકડો ઉમેરી મિક્સરનું જાર બંધ કરી ફ્રશ કરી લેવાનું છે. હવે ફ્રશ થઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લેવું અને જોતા પ્રમાણમાં પલ્પ લઈ બાકી વધેલા પલ્પને એરટાઈટ બોટલમાં ભરીને ફ્રીજમાં આઠથી દસ દિવસ માટે સ્ટોર કરી શકો છો.

સૌ પ્રથમ પાંન શરબત બનાવવા માટે એક કાચનુ બાઉલ લેવું. તેમાં એક ગ્લાસ પાણી ઉમેરવું અને બાઉલ માં ૨ ચમચી પાનનો તૈયાર કરેલો પલ્પ ઉમેરો અને તેને સરસ મિક્સ કરી લેવું હવે આ શરબત ને તમારે થોડું ટેસ્ટ કરી લેવાનું, જો મોળું લાગતું હોય તો એક ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દેવાની છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું. અને આ રેડી થઈ ગયેલા પાનના શરબતને એક ગ્લાસમાં કાઢી લેવું અને તેમાં તમે ice cube નાખી તમે સર્વ કરી શકો છો.

હવે બનાવવાનું છે પાનનું દૂધ કોલ્ડ્રીંક અથવા તમે તેને પાન શેક પણ કહી શકો છો. તેની માટે ફરી એક બાઉલ લેવું અને તેમાં દૂધ એડ કરવું અને તેમાં બે ચમચી તૈયાર કરેલો પાન નો પલ્પ એડ કરવો અને સાથે બે ચમચી દળેલી ખાંડ ઉમેરવી ચમચીની મદદથી સરસ રીતે મિક્ષ કરી લેવું અને હવે તેમાં થોડું બ્લેન્ડર ફેરવી દેવું જેથી પલ્પ અને દૂધ સરસ રીતે મિક્સ થઈ જાય તમે ફ્રીજ ક્રીમ અથવા વીપ ક્રીમ પણ વાપરી શકો છો. પરંતુ પાન દૂધ કોલ્ડ્રીંક સાથે સર્વ કરી શકાય છે. આઇસ્ક્રીમ નો ટેસ્ટ આ દૂધ કોલ્ડ્રીંક માં ખુબ જ સરસ આવે છે.

હવે આ પાનનું દુધ કોલ્ડડ્રિંક્સ રેડી હશે, તો તેને એક ગ્લાસમાં લઈ લેવું અને પ્રેઝન્ટ કરવા માટે બે પાન મૂકવા અને એક પાન ઉપર પાન શરબત અને બીજા પાન ઉપર પાન દૂધ કોલ્ડ્રીંક મૂકવું અને ગાર્નીશિંગ કરવા માટે થોડી કેસર પતી મૂકવી અને થોડી ટુટીફુટી એડ કરવી અને સાથે ગલાસ ની સાઈડ પર એક ચેરી મૂકવી અને આ દુધ કોલ્ડ ડ્રિંક્સ ને નાના ગ્લાસ માં તમે ફરી પાન શોર્ટ તરીકે પણ સર્વ કરી જો શકો છો.

હવે સાથે જ બનાવીશું એક મસાલા પાન. તેની માટે એક મસાલા પાનનું રેપર લેવું અને તેની ઉપર એક પાન મૂકવું અને તેમાં ચપટી વરિયાળી, થોડી ધાણાદાળ, થોડી તૂટીફૂટી, થોડું એવું ગુલકંદ અને થોડું ખમણેલું કોપરું ઉમેરવું. હવે બધું રેડી થઈ જાય એટલે દુધ કોલ્ડ રિંગ વાળા ગ્લાસમાં વેનીલા આઈસ્ક્રીમ ઉમેરવું અને તેની ઉપર થોડી કેસર પતી મૂકવી. જો તમને આ રેસિપી પસંદ આવે તો તમે પણ અમારી વેબસાઇટ માંથી જોઇને ઘરે બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

તરબૂચ મોજીટો બનાવવાની રીત
મસાલા છાશ બનાવવાની રીત
લીંબુ સોડા બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.