The Devyani's KitchenTest of Restaurant at Home
અમદાવાદ માણેક ચોક ફેમસ પાઉભાજી રેસીપી । Ahmedabad famous Pav Bhaji Recipe | પાવભાજી બનાવાની રીત

અમદાવાદ માણેક ચોક ફેમસ પાઉભાજી રેસીપી । Ahmedabad famous Pav Bhaji Recipe | પાવભાજી બનાવાની રીત

પાવભાજી કોને ના ભાવે !! મને તો બોવ જ ભાવે. પાઉભાજી એક એવિ રેસીપી છે જે બધા ( નાના અને મોટા બધા ) ને તેનો સ્વાદ જીભ પર હોય છે. અ‍હિ હુ તમને એક સરલ રિત સાથે પાઉભાજી બનવતા શિખવિશ. જો તમને આ રેસિપી પસંદ આવે તો તમે અમારી Youtube (The Devyani’s Kitchen – Gujarati ) ચેનલ પર પણ આ પાઉભાજી ની રેસીપી જોઈ ને ઘરે જ એક્દમ બહાર જેવીજ ભાજી બનાવી શકો છો.અમદાવાદની ફેમસ કહી  શકાય તેવી ડીશ એટલે કે પાવભાજી અને પાવ ભાજી નું નામ પડે એટલે બધાના મોંમાં પાણી તો આવી જાય. આજે આપણે બનાવવાના છીએ એક અલગ રીતે ભાજી આવી રીતે ભાજી તમે ક્યારેય નહીં બનાવી હોય. તો ખાસ તમે આ અલગ રીતે બનાવેલી ભાજીની રેસીપી ને જરૂર વાંચજો અને ઘરે જરૂર બનાવજો. ખરેખર આ રીતે બનાવેલી ભાજી ખૂબ જ ટેસ્ટી બને છે. તો ચાલો આપણે અલગ રીતે ભાજી બનાવવાનું શરૂ કરીએ. માત્ર ૨૦ થી ૨૫ મીનીટ માં એક અલગ ટેસ્ટમાં ભાજી તૈયાર થઈ જાય છે.
( Tags- Pav bhaji recipe | Homemade Pavbhaji by The Devyani’s Kitchen | Ahmedabad Famous recipes | Gujarati Pavbhahji Recipe | Pav bhaji banavani rit )

પાવભાજી બનાવવાની એકદમ સરળ રીત । અમદાવાદ માણેક ચોક ની ફેમસ પાવભાજી હવે ઘરે જ બનાવો.
  • You can make easily Pavbhaji at home by watching our YouTube Video – PavBhaji

જો તમને અમારી આ રેસીપી પસંદ આવે તો તમે અમારી બીજી વાનગીઓ પણ જોઈ શકો છો, જેવી

  • ઢોકળા ( ગ્લાસ ઢોકળા )
  • જીગી પાર્સેલ ( ડોમિનોજ સ્ટાયેલ )
  • ચીઝ સેન્ડવીચ (cheese sandwich )

    પાઉભાજી બનાવવા માટે ની સામગ્રી -( Ingredients for Pavbhaji પાવભાજી )
  • તાઝા પાવ – ૧ પેકેટ
  • ૧૦૦ ગ્રામ જેટલા કાપેલા કેપ્સીકમ
  • ૧૦૦ ગ્રામ જેટલા કાપેલા ગાજર
  • ૧૦૦ ગ્રામ જેટલું ફ્લાવર
  • ૧૦૦ ગ્રામ જેટલા લીલા વટાણા
  • ૧૫૦ ગ્રામ જેટલા બટેટા
  • ૧૦૦ ગ્રામ જેટલા રીંગણા
  • ૧૫૦ ગ્રામ જેટલી કાપેલી કોબી
  • માખણ અથવા દેશી ધી- બે મોટી ચમચી
  • પાઉભાજી મસાલા ૨ નાની ચમચી (ગરમ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર

    ભાજી વઘારવા માટે ની સામગ્રી
  • ૧૦૦ ગ્રામ જેટલી લીલી ડુંગળી
  • ૨૦૦ ગ્રામ જેટલા ટામેટાની કટરમાં કાપી લેવાના
  • ૧૦૦ ગ્રામ જેટલી આદુ-મરચા-લસણની પેસ્ટ
  • ૧ નંગ જીણી કાપેલી સુકી ડુંગળી
  • ફોલેલા લીલા વટાણા તે તમારી પસંદ પ્રમાણે ઓછા વધુ નાખી શકો છો.

તમે તમારી પસંદ પ્રમાણે ના શાકભાજી  ઓછા વધુ કરી શકો છો.નોર્મલ આપણે ભાજી બનાવતા હોઈએ તેમાં પહેલા બધા જ શાકભાજીને બાફી લેતા હોઈએ છીએ પરંતુ અહીં આપણે ભાજી એક અલગ રીતે બનાવવાના છીએ.


પાઉભાજી બનાવવાની રીત (Pav bhaji in Gujarati)

– સૌપ્રથમ ગેસ ઉપર એક કુકર મુકીશું. હવે કુકરમાં આપણે એક ચમચી ઘી ઉમેરીશું. ઘી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી આખું જીરૂ ઉમેરીશું. સાથે ચપટી હિંગ ઉમેરી શું અને હવે તેમાં કાપેલા બધા જ શાકભાજી ઉમેરી તેને બે મિનિટ સાંતળી લઈશું.બે મિનીટ તળાઈ જાય એટલે તેમાં થોડો ગરમ મસાલા પાવડર અડધી ચમચી મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લેવાનું.હવે તેમાં એક ગ્લાસ જેટલું જ પાણી નાંખી મિક્સ કરી ઢાંકણ બંધ કરી ને ૩-૪ વિસલ કરી લેવાના આપણે વધારે પાણી નથી નાખવાનું શાકભાજી ને આપણે વરાળથી જ બાફવા ની છે.

– નોર્મલ ભાજીમાં આપણે બાફવામાં વધારે પાણી નાખતા હોઈએ છીએ જેથી કરીને શાકભાજી માં પાણી ચડી જાય છે અને ભાજી નો ટેસ્ટ પણ બરાબર બેસતો નથી આથી પાણી અહીં આપણે સાવ ઓછુ જ નાખવાનું છે. હવે શાકભાજી બફાઈ ત્યાં સુધીમાં આપણે ભાજી વઘારવાની સામગ્રી તૈયાર કરી લેવાની. કૂકરમાં ત્રણ થી ચાર વિસ્તાર થઈ જાય અને કુકરમાંથી પ્રેશર એની જાતે જ નીકળી જાય પછી કુક્કર નું ઢાંકણ ખોલી  લેવાનું અને ભાજી ચેપવા નું જે મોલ્ડ આવે તેના મદદથી બાફેલા શાકભાજીને સરસ રીતે મેશ કરી લેવાના.

– સરસ રીતે મેશ થઈ જાય એટલે ભાજી બનાવવા માટે ગેસ ઉપર એક પેન મૂકવાનું અને તેમાં તમારે જેટલી ભાજી બનાવવાની હોય એટલા પ્રમાણમાં  તેલ ગરમ કરવા મૂકવાનું. ભાજી બનાવવા માટે નોર્મલ શાક કરતાં થોડા વધારે તેલ ની જરૂર પડે છે. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ ઉમેરવાની અને પછી તેમાં લીલા વટાણા ઉમેરી ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું જેથી કરીને વટાણા ઉડીને બહાર ના આવે અને થોડીવાર પછી ઢાંકણ હટાવી દેવાનું અને તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ અને જીણી સમારેલી ડુંગળી ઉમેરી તેને સાંતળી લેવાનું.

– થોડું સાંતળી પછી  તેમાં લીલી સમારેલી ડુંગળી ઉમેરી દેવાની અને તેને પણ થોડી સાંતળી લેવાની અને હવે તેમાં ટામેટા ઉમેરી બધું જ સરસ રીતે સાંતળી લેવાનું. તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું 2 ચમચી લાલ મરચું પાવડર ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ૧-૨ ચમચી પાવભાજી મસાલો તમે વધારે કે ઓછો નાખી શકો છો ૧/૨ ચમચી જેટલો ગરમ મસાલો નાખી સારી રીતે મિક્સ કરી લેવાનું.

– હવે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી શું જેથી કરીને જે ભાજી નો ટેસ્ટ છે તે એકદમ સરસ બેલેન્સ થઈ જશે. ભાજી ની કોન્ટીટી પ્રમાણે ખાંડ ઉમેરવાની ભાજી ઓછી હોય તો ચપટી ખાંડ નાખવાની તેનાથી ભાજી નો ટેસ્ટ  સ્વીટ નહીં થાય પરંતુ સરસ બેલેન્સ થઈ જશે. હવે બાફેલા મેશ કરેલા શાકભાજી આપણે ગ્રેવીમાં ઉમેરી દઈએ અને સરસ ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ અને હવે ૮ થી ૧૦ મિનિટ ગેસ low flame ઉપર ચડવા દઈશું. હવે ૮ થી ૧૦ મિનિટ પછી તૈયાર થયેલી ભાજી ને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ.

– તો રેડી છે આપણી એકદમ નવી રીતે ટેસ્ટી flavorful એવી પાવભાજી ની ભાજી રેસિપી.

– મસાલા પાવ (Masala pav) બનાવવા માટે સૌ પ્રથમ આપણે પાવ લઈશું હવે તેને આપણે ચપ્પુની મદદથી વચ્ચે થી કટ કરી લઈશું અને તેમાં આપણે ચમચી ની મદદ થી થોડી એવી ભાજી લગાવી શું અને તેલ અથવા બટર મૂકી તેને તવા ઉપર બંને સાઇડ સારી રીતે તળી લઈશું તમે ભાજી ની જગ્યાએ લાલ લસણની ચટણી મૂકી ને પણ કરી શકો છો તો રેડી છે આપણા પાવભાજી ના મસાલા પાઉ.

– ખરેખર આ રીતે બનાવેલી પાઉભાજી ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે પણ એક વાર ઘરે જરૂર બનાવજો જો તમને મારી આ રેસીપી ગમી હોય અને આ રેસીપી નો વિડીયો તમારે જોવો હોય તો મારી ચેનલ  the Devyani’s kitchen Gujarati YouTube માં જઈને જોઈ શકો છો.

આભાર 🙏
The Devyani’s Kitchen

Join the discussion

1 comment
The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.