The Devyani's KitchenTest of Restaurant at Home
પોટેટો બર્ડ્સ નેસ્ટ | પોટેટો બર્ડ્સ નેસ્ટ બનાવવાની રીત | Potato bird nest Recipe In Gujarati | Potato recipe banavani rit

પોટેટો બર્ડ્સ નેસ્ટ | પોટેટો બર્ડ્સ નેસ્ટ બનાવવાની રીત | Potato bird nest Recipe In Gujarati | Potato recipe banavani rit

Potato Bird Nest

આજે અમે તમને એક નવી જ રેસિપી શેર કરવાના છીએ જેનું નામ છે પોટેટો બર્ડ્સ નેસ્ટ બટેટા ની મદદથી પક્ષીઓ નો માળો છે જોતા જ તમને થશે કે આ તે વળી કેવી વાનગી હશે. તો unique પોટેટો બર્ડ્સ નેસ્ટ વાનગીને તમે ઘરે જરૂર બનાવી શકો છો અને અમારો વિડીયો પૂરેપૂરો જોઈને ઘરે બનાવી શકો છો ખરેખર તમને આ રેસીપી બનાવવા નો અને તેને ખાવાની ખૂબ જ મજા આવશે

( Tags-ટેસ્ટી પોટેટો બર્ડ્સ નેસ્ટ રેસિપિ | How to make Potato Bird Nest | Potato Bird Nest in Gujarati | Sweet potato bird nest | Mashed potato nests | Crispy potato nests | Potato recipe in Gujarati

તમે આ પોટેટો બર્ડ નેસ્ટ ઘરે બહુ જ આસાનીથી બનાવી શકાય છે તો ચાલો પોટેટો બર્ડ નેસ્ટ બનાવવાનું શરૂ કરીએ.

પોટેટો બર્ડ નેસ્ટ બનાવવાની સામગ્રી ( Ingredients for Potato Bird Nest )

  • ૪ થી ૫ નંગ બાફેલા બટેટા
  • 50 ગ્રામ સેવ (સેવૈયા ની સેવ આવે છે)
  • થોડા લીલા સમારેલા ધાણા
  • 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર
  • 1 ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ
  • 1 ચમચી જેટલું ધાણા-જીરુ પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • અડધી ચમચી જેટલો મરીનો પાવડર
  • 2 ચમચી જેટલો મકાઈનો લોટ
  • 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી
  • 2 ચમચી જેટલો મેંદો


સૌપ્રથમ ૪ થી ૫ નંગ બાફેલા બટેટા, 50 ગ્રામ સેવ (સેવૈયા ની સેવ આવે છે), તે લેવી થોડા એવા લીલા સમારેલા ધાણા, એક ચમચી જેટલું લાલ મરચું પાવડર, એક ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ, એક ચમચી જેટલું ધાણા-જીરુ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો મરીનો પાવડર, બે ચમચી જેટલો મકાઈનો લોટ, ૧ નંગ ઝીણી સમારેલી ડુંગળી, અને બે ચમચી જેટલો મેંદો લેવાનો છે.


બધી જ સામગ્રી તૈયાર થઈ ગઈ હોય તો હવે એક પેનમાં બાફેલા બટેટા લેવાના અને તેને સારી રીતે મેશ કરી લેવાના છે અને હવે નેસ્ટ બનાવવા માટે નું સ્ટફિંગ તૈયાર કરી લેવાનું છે


ત્યારપછી ઝીણી સમારેલી ડુંગળી, સ્વાદ અનુસાર મીઠું, આદુ મરચાની પેસ્ટ, મરી પાવડર, ધાણા-જીરુ પાવડર, લાલ મરચું પાવડર, અને ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને બધીજ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવી.


હવે નેસ્ટ બનાવવા માટે નું સ્ટફિંગ તૈયાર થઈ ગયું હોય તો સ્ટફિંગ માંથી પક્ષીના માળા જેવો શઇપ બનાવી લેવો અને થોડું સ્ટફિંગ હાથમાં લઇ તેને રાઉન્ડ શેપમાં વચ્ચેથી થોડી જગ્યા રાખી માળા જેવું શેઇપ તૈયાર કરવાનો છે. હવે પરફેક્ટ એવો માળાનો સેપ આવી ગયો હોય તો બાકીના માળા પણ તૈયાર કરી લેવાના છે.


હવે બધા જ માળા તૈયાર થઈ જાય એટલે અને સેવ ઉપર લગાવવા માટે ની સ્લરી તૈયાર કરી લેવાની છે સ્લરી બનાવવા માટે એક બાઉલમાં બે ચમચી જેટલો મકાઈનો લોટ, 2 ચમચી જેટલો મેંદો, અને થોડું પાણી નાખીને બધી વસ્તુઓને મિક્સ કરી લેવાની છે. સ્લરી માં ગઠ્ઠા ન રહી જાય તેનું ધ્યાન રાખવાનું અને પરફેક્ટ સ્લરી બનાવવાની છે.


હવે જે નેસ્ટ બનાવ્યા હતા તેમાંથી એક નેસ્ટ લઈ તેને સ્લરીમાં સારી રીતે ડીપ કરી અને તે નેસ્ટ પર સેવ લગાવી દેવાની છે. આખા માળામાં સરખી રીતે સેવ લગાવી દેવાની છે અને હળવા હાથે બધા જ માળા તૈયાર થઈ જાય એટલે બધા માળાઓને તળવા માટે તૈયાર કરવાના છે.


તળવા માટે તેલ ને સારી રીતે ગરમ કરી લેવું, તેલ ગરમ થાય એટલે તેમાં એક પછી એક નેસ્ટને ફ્રાય કરવા માટે કડાઈમાં મૂકી દેવાનું અને નેસ્ટનો કલર ચેન્જ થઈ જાય એટલે કે હલકા એવા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લેવા.


હવે પક્ષીઓના માળા તૈયાર થઈ જાય ત્યારપછી તેમાં મૂકવા માટે ઈંડા આકારના બોલ્સ બનાવવાના છે તો તેના માટે સફેદ પેંડા નો યુઝ કરવાનો છે અને એક બાઉલમાં થોડા પેંડા લઈ તેને પીસી લેવા અને તેમાંથી ઈંડા આકારના નાના-નાના બોલ્સ બનાવી લેવાના છે. હવે ઈંડા આકારના બોલ્સ તૈયાર થઈ જાય એટલે તેને જે માળા બનાવ્યા હતા તેમાં મૂકી દેવાના છે અને એક માળામાં 3 બોલ્સ મૂકવાના છે.


હવે તેનો આકર્ષક લુક એટલે કે દેખાવ માટે ફુદીનાના પાન મૂકવાના છે. આ પોટેટો બર્ડ્સ નેસ્ટને તમે ટમેટાના સોસ સાથે સર્વ કરી શકો છો. જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો તમે અમારી વેબ સાઇટ માંથી જોઇને ઘરે પણ સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

ફરાળી હાંડવો બનાવવાની રીત
ચટણી સેન્ડવીચ
પેપર ઢોંસા બનાવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.