The Devyani's KitchenTest of Restaurant at Home
બટેટાની વેફર બનાવવાની એકદમ સરળ રીત | આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી વેફર | ચટપટી બટેટાની વેફર | Potato Chips banavani rit | Potato Chips Recipe in Gujarati

બટેટાની વેફર બનાવવાની એકદમ સરળ રીત | આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી વેફર | ચટપટી બટેટાની વેફર | Potato Chips banavani rit | Potato Chips Recipe in Gujarati

આજે આપણે બનાવવાની છે બટેટાની વેફર. આ બટેટાની વેફર બાફતા સમય શું ધ્યાન રાખવું જેથી વેફર એકદમ સફેદ બને. તેની સીક્રેટ ટિપ્સ સાથે તમને બટેટાની વેફર બનાવતા શીખવાડીશું. તો ચાલો એકદમ સરસ અને ખાવામાં ટેસ્ટી અને પોચી એવી બટેટાની વેફર, આ વેફર બનાવી તમે આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો આપણે બટેટાની વેફર બનાવવાનું શરૂ કરીએ.

( Tags-બટેટાની વેફર બનાવવાની એકદમ સરળ રીત | બટેટાની વેફર કેવી રીતે બનાવવી | આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી વેફર | ચટપટી બટેટાની વેફર | Potato Chips banavani rit | batata ni Vefar | Potato Wefars | Crispy Potato Chips | Potato Chips Recipe in Gujarati | How to make Potato Chips in Gujarati )

બટેટાની વેફર બનાવવાની રીત

સૌપ્રથમ બટેટાની વેફર બનાવવા માટે પાંચ મીડિયમ સાઇઝના બટેટા લેવાના છે. તમારે જેટલા કિલોની વેફર બનાવવી હોય તેટલી વેફર તમારે આજ મેથડથી બનાવવાની રહેશે અને આ બટેટાની વેફર કેવી રીતે એકદમ સફેદ અને પરફેક્ટ બને તે જણાવીશું.

હવે આ બટેટાની છાલ ને કાઢી લેવાની છે અને વેફરના બટેટાની પસંદગી અને આ બટેટા એવા લેવાના કે બટેટુ હાથમાં લઈને પ્રેસ કરીએ તો બટાકુ પોચું ના હોવું જોઈએ.હવે બધા જ બટેટાની છાલ કાઢી લેવી.

હવે વેફર પાડવાનું મશીન આવે છે, અને તે મશીન ન હોય તો જે પતરી પાડવાની સ્લાઈસ આવે છે તેમાં બટેટુ રાખી હાથની મદદથી બટેટાની વેફર પાડવાની છે અને વેફર બહુ જાડી પણ નહીં અને પતલી પણ નહીં એવી મીડીયમ પાડવાની છે.

હવે બધી જ વેફરને એક પાણી ભરેલા બાઉલમાં ઉમેરી દેવું અને હાથની મદદથી બધી જ વેફરને સરસ પાણીમાં સાફ કરી લેવાની છે. બાઉલમાં બે વાર પાણી બદલીને બધી જ વેફરને સાફ કરી લેવી.

હવે વેફરને છુટ્ટા પાણીમાં બાફવાની છે, તો તેની માટે એક પેનમાં ચાર થી પાંચ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવું અને પાણી ગરમ થઇ જાય એટલે તેમાં એક ચમચી મીઠું ઉમેરવું અને સાથે વેફર ને સફેદ કરવા માટે એક ફટકડીનો ટુકડો ઉમેરવો ફટકડી નાખવાથી બટેટાની વેફર એકદમ સફેદ બને છે.

હવે આ ઉકળતા પાણીમાં તૈયાર કરેલી બટેટાની ચિપ્સને બાફવા માટે ઉમેરવી અને વેફરને બાફતા ત્રણેક મીનીટ જેટલો સમય લાગે છે. હવે ત્રણેક મિનિટ પછી વેફરમાંથી એક વેફર હાથમાં લઈ ચેક કરી લેવાનું કે વેફર બફાઇ ગઇ છે કે નહીં, જો વેફર બફાઈ જાય તો ગેસની flame ને બંધ કરી જારાની મદદથી વેફરને પાણીમાંથી કાઢી એક ચારણીમાં લઈ લેવી.

વેફર ને ચારણીમાં કાઢવાથી વેફરમાં રહેલું એક્સ્ટ્રા બધું જ પાણી નીકળી જશે અને વેફર એકદમ સરસ કોરી પડી જશે. હવે આ બફાઈ ગયેલી વેફરને સુકવવાની છે અને આ વેફરને છાયામાં જ સુકવવાની છે તડકે નથી સુકવવાની, તડકે સૂકવવાથી વેફર છે તે કાળી પડી જશે.

હવે કોઇપણ કાપડ લઈ તેમાં એક એક કરી બધી જ બટેટાની વેફર ને સુકવી દેવાની છે અને વેફરને સુકાતા બે દિવસનો સમય લાગે છે એક દિવસે વેફરને છાયામાં સુકવવાની અને બીજા દિવસે વેફરને એક થી બે કલાક તડકામાં સૂકવવાની, જેથી વેફરમાં રહેલો એક્સ્ટ્રા ભેજ સુકાઈ જાય અને વેફર એકદમ તપીને crunchi થઈ જાય જેથી સ્ટોર કરો તો પણ તેને વાંધો ન આવે અને આખું વર્ષ સારી રીતે રહે.

હવે બે દિવસ પછી વેફર એકદમ સરસ સુકાઈને crunchy થઈ જાય એટલે તેને એક ડીશમાં લઈ લેવી અને તેને તળી લેવી.વેફરને તળવા માટે ગેસ પર એક પેનમાં તેલ ને ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં થોડી વેફર નાખી તળી લેવાની અને ફટાફટ જારાની મદદથી એક ડિશમાં કાઢી લેવાની.

હવે વેફરને થોડી ચટપટી બનાવવા માટે તેની ઉપર લાલ મરચું પાઉડર કરવો રીંકલ કરવું અને આ વેફરને તમે સ્ટોર કરી આખું વર્ષ ખાઈ શકો છો અને વ્રત કે ઉપવાસ હોય તો પણ ખાઇ શકો છો અને બાળકોને લંચબોક્સમાં, નાસ્તામાં આપી શકો છો. જો તમને આ રેસિપી પસંદ આવે તો તમે પણ અમારી વેબસાઇટમાં જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

પાવભાજી બનાવવાની રીત
પોટેટો બર્ડ્સ નેસ્ટ બનાવવાની રીત
રાજ કચોરી બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.