The Devyani's KitchenTest of Restaurant at Home
પ્રોટીનથી ભરપૂર સલાડ | પ્રોટીનથી ભરપૂર સલાડ બનાવવાની રીત | હેલ્થી સલાડ | Protein Salad recipe in Gujarati | Healthy Protein Salad banavani rit | Protein Salad for weight loss

પ્રોટીનથી ભરપૂર સલાડ | પ્રોટીનથી ભરપૂર સલાડ બનાવવાની રીત | હેલ્થી સલાડ | Protein Salad recipe in Gujarati | Healthy Protein Salad banavani rit | Protein Salad for weight loss

આજે આપણે એકદમ સરળ અને હેલ્થી એવી ડિશ બનાવવાના છીએ, પ્રોટીન સલાડ. આ સલાડ nutrition, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર છે તો ચાલો આ ઝટપટ થી બની જાય તેવી હેલ્થી પ્રોટીન સલાડ બનાવવા નું શરૂ કરીએ.

(Tags- હાઇ પ્રોટીન સલાડ બનાવવાની રીત | હેલ્થી સલાડ | High Protein Salad | Protein Salad banavani rit | Protein Salad recipe in Gujarati | Protein Salad for weight loss | Vegetable salad for weight loss )

પ્રોટીનથી ભરપૂર સલાડ બનાવવાની સામગ્રી ( Ingredients for Protein Salad )

  • 1 નંગ ઝીણી કાપેલી સુકી ડુંગળી
  • લીલા ધાણા
  • અડધું ઝીણું કાપેલું કેપ્સિકમ
  • 1 લીલું ઝીણું કાપેલું મરચું
  • 1 નંગ ઝીણું કાપેલું ટામેટું
  • 1 નાની વાટકી શેકેલી સીંગ ના દાણા
  • અડધા લીંબુનો રસ
  • લીલી ડુંગળી ના પાન
  • બાફેલા ચણા

સૌપ્રથમ સલાડની સામગ્રી જોઈ લેવી. તો એક નંગ ઝીણી કાપેલી સુકી ડુંગળી, લીલા ધાણા, અડધું ઝીણું કાપેલું કેપ્સિકમ, એક લીલું ઝીણું કાપેલું મરચું, ૧ નંગ ઝીણું કાપેલું ટામેટું, ૧ નાની વાટકી શેકેલી સીંગ ના દાણા, અડધા લીંબુનો રસ, લીલી ડુંગળી ના પાન અને બાફેલા ચણા લેવાના છે.

ચણાને ચાર થી પાંચ કલાક ગરમ પાણીમાં પલાળી તેને કૂકરમાં બાફી લેવાના છે અને જે કાબૂલી ચણામાં તેના સફેદ ચણા આવે તે લેવાના છે.

હવે સલાડ બનાવવા માટે એક બાઉલ લેવું અને હવે તે બાઉલમાં ચણા ઉમેરી અને હવે કાપેલી ડુંગળી, કેપ્સીકમ, ટમેટા, લીલી ડુંગળીના પાન, લીલા મરચા ની કટકી, સીંગના દાણા, લીંબુનો રસ અને હવે મસાલામાં અડધી ચમચી જીરાનો પાવડર થોડો મરી પાવડર, સંચળ પાઉડર, ચાટ મસાલો અને થોડું મીઠું નાખી ચમચીની મદદથી સરસ રીતે મિક્ષ કરી લેવું અને તેની ઉપર લાલ મરચું પાવડર sprinkle કરી લેવું.

તો રેડી હશે ઝડપથી બની જાય તેવું પ્રોટીન સલાડ અને તેને એક સર્વિંગ ડીશમાં કાઢી લેવો તો હવે તમે પ્રોટીન સલાડ કરે જરૂર બનાવી શકો છો અને જો તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ અમારી વેબ સાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

ચટણી સેન્ડવીચ
સિઝલર બનાવવાની રીત
રાજ કચોરી બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.