The Devyani's KitchenTest of Restaurant at Home
રાજ કચોરી | રાજ કચોરી બનાવવાની રીત | ટેસ્ટી રાજ કચોરી | Raj kachori banavani rit | Raj kachori recipe in Gujarati

રાજ કચોરી | રાજ કચોરી બનાવવાની રીત | ટેસ્ટી રાજ કચોરી | Raj kachori banavani rit | Raj kachori recipe in Gujarati

આજે બનાવવાના છીએ એક ચાટ રેસિપિ જેનું નામ છે રાજ કચોરી. આ રાજ કચોરી ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે અને બાળકોથી મોટા સુધી બધાને ભાવે તેવી આ આઇટમ બને છે તો આજે બજારમાં મળે તેવી જ અને તેવા જ ટેસ્ટ સાથે રાજ કચોરી ઘરે બનાવાની છે. આ રાજ કચોરી જોતા મોમાં પાણી આવી જાય તેવી બનાવવાની છે તો ચાલો આપણે આ ટેસ્ટી રાજ કચોરી બનાવવાનું શરૂ કરીએ.

(Tags-ટેસ્ટી રાજ કચોરી રેસિપિ | નમકીન કચોરી રેસિપિ | રાજ કચોરી બનાવવાની રીત | ક્રિસ્પી રાજ કચોરી | માર્કેટ જેવી રાજ કચોરી બનાવવાની પરફેક્ટ રીત | How to make Raj kachori recipe | Raj kachori recipe in Gujarati | Raj kachori banavani rit )

રાજ કચોરી બનાવવાની સામગ્રી ( Ingredients for Raj Kachori )

સૌપ્રથમ કચોરી બનાવીશું તો તેના માટે સૌપ્રથમ કચોરી બનાવવા માટે લોટ બાંધી લેવો અને તેના માટે એક મોટું વાસણ લેવું અને તેમાં અઢી વાટકી ઝીણો રવો ઉમેરવો તમારી પાસે જો જાડો રવો હોય તો તેને તમારે મિક્સરમાં દળી લેવાનો છે તમારે મેજરમેન્ટ માટે કોઈપણ એક કપ ને લઇ લેવાનો છે.

હવે તે જ કપના માપથી સવા કપ મેંદો લેવાનો છે હવે એક બાઉલમાં પાણી લેવું અને તેમાં થોડો હળદર પાઉડર ઉમેરો અને તેને મિક્સ કરી લેવાનું છે હવે મેંદો અને રવો મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવું અને તેને પણ મિક્સ કરી કોઈપણ મોણ ઉમેરવાનો નથી.

હવે મિક્સ થઈ જાય એટલે થોડું થોડું હળદર વાળું પાણી ઉમેરતા જઈ લોટ બાંધી લેવાનો છે અને બહાર જેવી જ કચોરી બનાવવા માટે હળદરવાળું પાણી ઉમેરે છે. તેથી બહારની કચોરી થોડી પીળાશ પડતી મળે છે તેવી જ બનાવવાની છે.

હવે સરસ રીતે મિક્સ કરી રોટલીના લોટથી થોડો ઢીલો એવો લોટ બાંધી લેવાનો છે અને તમને ખબર જ હશે કે રવો છે, તે પાણી બહુ જ સોસી લે છે તો લોટ છે તે એકદમ કડક ના થઈ જાય એટલા માટે કચોરી ના લોટને ઢીલો બાંધવાનો છે.

હવે તેની ઉપર ભીનું કાપડ ઢાંકીને દસથી પંદર મિનિટ રેસ્ટ કરવા મૂકી દેવું અને ભીનું કાપડ ઢાંકવું જરૂરી છે નહીતો લોટ છે તે સુકાઈ જશે અને લોટ રેસ્ટ કરે ત્યાં સુધી કચોરીમાં ભરવાનો લોટનું મિશ્રણ તૈયાર કરી લેવું.

તેના માટે એક બાઉલમાં પાંચ ચમચી ચણાનો લોટ ઉમેરવો તેમાં એક ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી તેલ અને અડધી નાની ચમચી બેકિંગ સોડા ઉમેરી અને બે થી ત્રણ ચમચી પાણી નાખી સરસ રીતે મિક્સ કરી લેવું આ કચોરીમાં લગાવવાનું બેસનનું મિશ્રણ તૈયાર કરવું.

હવે લોટ રેસ્ટ થઈ જાય એટલે કાપડ હટાવી દેવું અને તેને એક થી બે મિનિટ સરસ રીતે મસળી લેવું હવે લોટમાંથી ઉપરથી નાના-નાના લુઆ ના માપ નો લોટ કાઢી લેવાનો છે અને બધા જ લોટના સરખા માપનાં લુઆ નો લોટ કાપી લેવાનો છે.

હવે આમાંથી એક લોટ નો ટુકડો લઇ તેને હાથની મદદથી પોટલી જેવું કરી લુઓ બનાવી લેવાનો છે. બધા જ લોટ ના ટુકડાના લુઆઓ તૈયાર કરી લેવાના છે અને આ બધા જ લુઆ ને ભીના કાપડથી ઢાંકી દેવા અને તેમાંથી એક એક લુવો બહાર કાઢવાનો છે જેથી કરીને લુઆનો લોટ શુંકાય નહિ.

હવે આ લુંઆ માંથી એક લોઓ હાથમાં લઇ અને આંગળીની મદદથી સેજ કુબા જેવું બનાવી તેમાં તૈયાર કરેલું બેસન નું મિશ્રણ થોડું ભરી દેવાનું અને હવે તેને ગોળ કરી પોટલી જેવું બનાવી એક્સ્ટ્રા લોટ કાઢી લેવાનો અને પ્રેસ કરી લુઓ બનાવી લેવાનો છે અને આ લુઆને મેંદામાં ડીપ કરી પાટલી ઉપર હળવા હાથે ગોળ કચોરી બનાવી લેવાનું છે.

હવે અંદર ભરેલું બેસન નું મિશ્રણ આખી કચોરીમાં સરસ રીતે ફેલાઈ જાય ત્યાં સુધી વણવાનું છે. હવે બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એવી મીડીયમ કચોરી વણી લેવાની છે અને હવે બધી જ કચોરી તૈયાર કરી લેવાની છે.

હવે ગેસ ઉપર એક પેનમાં તેલ ને ગરમ કરવા મૂકી દેવું અને પેન ઉપરથી પોળું અને નીચેથી સાંકડું એટલે કે લોયું લેવાનું છે તો જેથી કરીને કચોરી તળવામાં સરળતા રહે અને કચોરી ફૂલીને સરસ તળાઈ

લેવાનું હવે ચેક કરી લેવાનું થોડો લોટ નાખી તેલ ગરમ થયું છે કે નહીં જો લોટ ભરી ઉપર આવી જાય તો સમજવાનું કે તેલ સરસ ગરમ થઇ ગયું છે. હવે કચોરી તળવા માટે નાખી દેવી અને જારાંની મદદથી પ્રેસ કરી ફુલવા દેવાની અને કચોરી ફૂલી જાય ત્યાં સુધી ગેસની ફલેમને હાય રાખવાની અને પછી તરત જ ગેસ ની ફ્લેમ સ્લો કરી દેવાની છે.

કચોરી થોડી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તળી અને એક ડિશમાં કાઢી લેવી અને તૈયાર કરી લેવાની છે.

ગ્રીન ચટણી બનાવવાની સામગ્રી ( Ingredients for Green Chutney )

2 લીલા મરચાં
થોડા લીલા ધાણા
થોડો લીંબુનો રસ
સ્વાદ પ્રમાણે મીઠું
1 ચમચી ખાંડ
થોડો એવો ફુદીનાનો પાઉડર
થોડો આદુનો પાવડર
બે થી ત્રણ ચમચી જેટલું દહીં

સૌપ્રથમ મિક્સર જારમાં 2 લીલા મરચાં, થોડા લીલા ધાણા, થોડો લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ, થોડો એવો ફુદીનાનો પાઉડર, તમારી પાસે જો ફ્રેસ ફુદીનો હોય તો દસ થી બાર પાન, નાખવા થોડો આદુનો પાવડર, તમારી પાસે જો આદુ હોય તો એક ટુકડો નાખવાનો અને બે થી ત્રણ ચમચી જેટલું દહીં નાખી સારી રીતે પીસી લેવાનું છે. તો રેડી છે ગ્રીન ચટણી.

હવે આગળના સ્ટેપ પર જઈશું એક બાઉલ માં બાફેલા બટાટાની કટકી ઉમેરી તેમાં અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી મરી પાઉડર, એક ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો અને અડધા લીંબુનો રસ અને થોડા કાપેલા લીલા ધાણા નાંખી સારી રીતે મિક્સ કરી લેવા હવે મસાલા બટેટાને એક ડિશમાં કાઢી ફરી તે જ બાઉલમાં લેવું અને તેમાં બાફેલા મગ ઉમેરવા અને સાથે જ તેમાં બાફેલા ચણા ઉમેરવા.

હવે તેમાં અડધી નાની ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી સંચળ પાવડર થોડો મરી પાવડર થોડો એવો ચાટ મસાલો ૧ ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર થોડો લીંબુનો રસ અને કાપેલા લીલા ધાણા નાંખી સારી રીતે મિક્સ કરી લેવા.

હવે કચોરી સારી રીતે ફૂલી ને તૈયાર થઈ ગઈ હોય તો તેમાં સ્ટફિંગ ભરી લેવું તેની માટે એક ડીશમાં કચોરીને ઉપરથી થોડો પૂરીની જેમ તોડીને તેમાં સૌપ્રથમ મસાલા બટેટા ઉમેરી તેમાં મસાલા મગ ચણા ઉમેરી અને થોડા સમારેલા મરચા ની કટકી ઉમેરી ત્યારપછી થોડું ચવાણું ઉમેરી હવે પછી બનાવેલી ગ્રીન ચટણી ઉમેરી તેની ઉપર ગોળ આમલીનું પાણી ઉમેરવાનું છે.

કોઈપણ ચાટ ખાતા હોય અને જો તેમાં ગોળ આમલી અથવા ખજૂર આમલીની ચટણી ના હોય તો ચાટ અધૂરી લાગે છે.

હવે પછી તેમાં મીઠું દહીં એટલે કે સ્વીટ દહીં ઉમેરી અને તેના ઉપર થોડો લાલ મરચું પાવડર અને થોડો ચાટ મસાલો પાવડર sprinkle કરી લેવાનું છે. અને તેના ઉપર ઝીણી સેવ sprinkle કરી અને ગાર્નિશીંગ માટે લીલા ધાણા sprinkle કરી અને તેના ઉપર થોડો ટોમેટો કેચપ ઉમેરી તે બિલકુલ ઓબ્સનલ છે અને હવે ગાર્નિશ માટે તેમાં સ્લાઈસ મૂકવી.

હવે આ કચોરીમાં તમે દાડમના દાણા પણ ઉમેરી શકો છો અને આ કચોરી એકદમ ચટપટી ટેસ્ટી કલરફુલ અને નાના મોટા બધાને ભાવે તેવી જ રાજ કચોરી બને છે અને તમને આ રેસિપી પસંદ આવે તો અમારી વેબસાઇટ માંથી જોઇને તમે ઘરે પણ સરળતાથી બનાવી ને એન્જોય કરી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

લીલી હળદરનું શાક બનાવવાની રીત
પાવભાજી ની ભાજી બનાવવાની રીત
ચટણી સેન્ડવીચ


Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.