The Devyani's KitchenTest of Restaurant at Home
સાંકરટેટીનું જ્યુસ બનાવવાની રીત | ગરમીમાં ઠંડુ ઠંડુ સાંકરટેટીનું જ્યુસ રેસિપિ | Summer special Juice | Sakar teti juice recipe in Gujarati

સાંકરટેટીનું જ્યુસ બનાવવાની રીત | ગરમીમાં ઠંડુ ઠંડુ સાંકરટેટીનું જ્યુસ રેસિપિ | Summer special Juice | Sakar teti juice recipe in Gujarati

આજે બનાવવાનું છે ગરમીમાં પીવાની મજા પડી જાય તેવું ઠંડુ ઠંડુ હેલ્થી સાકરટેટીનું જ્યુસ. સાકરટેટી તો તમે ખાધી હશે, પરંતુ આ તમે એકવાર જ્યુસ બનાવીને પીશો તો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે અને માર્કેટમાં ટેટી જોવા પણ મળે છે, પરંતુ આ લીલી લાઈનિંગ વાળી છે, તે દેશી સાકરટેટી આવે છે, તેનું જ્યૂસ એકદમ સરસ ટેસ્ટી બને છે. તો ચાલો ફટાફટ બની જાય તેવું ઠંડુ ઠંડુ સાકરટેટીનું જ્યુસ બનાવવાનું શરૂ કરીએ.

( Tags- સાંકરટેટીનું જ્યુસ બનાવવાની રીત | ગરમીમાં ઠંડુ ઠંડુ સાંકરટેટીનું જ્યુસ રેસિપિ | Summer special Juice | Sakar teti juice recipe in Gujarati | How to make Sakar teti juice recipe )

સાંકરટેટીનું જ્યુસ બનાવવાની રીત ( How to make Sakar teti juice recipe )

સૌપ્રથમ એક નંગ મીડિયમ સાઇઝની સાકરટેટી લેવાની છે અને એક ટેટીનું જ્યુસ બનાવવાનું છે. આ ટેટીને હાથમાં લઈ ચપ્પુની મદદથી ઉપરથી થોડી કાપી લેવાની છે અને ચપ્પુની મદદથી થોડી કપાઈ જાય એટલે ચમચીની મદદથી તેમાં રહેલા બીજને કાઢી લેવા અને ચપ્પુની મદદથી થોડી છોલીને ચમચીની મદદથી છાલની બધી જ પલ્પને બાઉલમાં કાઢી લેવી.

હવે ટેટીના જ્યૂસને ટેટીમાં જ સર્વ કરવાની છે. હવે બાઉલમાં એક ચમચી ખાંડ ઉમેરવી અને સાથે ચાર થી પાંચ બરફના ટુકડા ઉમેરવા અને સાથે બે થી ત્રણ ચમચી જેટલો કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ ઉમેરવો. તમારી પાસે વેનીલા આઈસ્ક્રીમ હોય તો તે પણ તમે ઉમેરી શકો છો અને જો આઈસ્ક્રીમ ન હોય તો તમે બે ચમચી મિલ્ક પાઉડર પણ ઉમેરી શકો છો. હવે તેમાં બ્લેન્ડર ફેરવી લેવું.

હવે સરસ રીતે બ્લેન્ડર થઈ જાય એટલે તૈયાર થયેલા શકરટેટીના જ્યુસને ખાલી ટેટીમાં સર્વ કરી દેવું અને તેને ભરી તેની ઉપર ડ્રાયફ્રૂટ્સ સ્પ્રિંકલ કરી સાથે ટુટીફુટી sprinkle કરવી અને તેની ઉપર એક ક્યુબ આઈસક્રીમ મૂકી દેવું.

તો આ એકદમ ટેસ્ટી ઠંડું-ઠંડું ગરમીમાં પીવાની મજા પડે તેવું અને હેલ્ધી તેવું શકરટેટીનું જ્યુસ બનાવવાની રીત પસંદ આવી હોય તો તમે પણ અમારી વેબ સાઇટ માંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

મેંગો ફ્રૂટી બનાવવાની રીત
તૂટી-ફૂટી બનાવવાની રીત
વેનીલા આઇસક્રીમ બનાવવાની રીત


Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.