The Devyani's KitchenTest of Restaurant at Home
સરગવા બટેટાનું શાક બનાવવાની રીત | ટેસ્ટી સરગવા બટેટાનું શાક | Saragva batata nu shaak banavani rit | Saragva batata nu shaak recipe in Gujarati

સરગવા બટેટાનું શાક બનાવવાની રીત | ટેસ્ટી સરગવા બટેટાનું શાક | Saragva batata nu shaak banavani rit | Saragva batata nu shaak recipe in Gujarati

moringa powder

આજે આપણે બનાવવાના છીએ સરગવા બટેટાનું શાક. આ સરગવો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે સરગવો આપણા શરીરના 300 પ્રકારના રોગ દૂર કરે છે સરગવો એક કેલ્શિયમનો ખજાનો છે અને મગજને મજબૂત કરે છે સરગવો ખાવાથી શરીરમાં તાજગી આવે છે.

(Tags-સરગવા બટેટાનું શાક બનાવવાની રીત | ટેસ્ટી સરગવા બટેટાનું શાક | Saragva batata nu shaak banavani rit | Saragva batata nu shaak recipe in Gujarati | How to make Saragva batata nu shaak | Testy Saragva batata nu shaak | Monsoon Special Recipe in Gujarati )

સરગવા બટેટાનું શાક બનાવવાની સામગ્રી (Ingredients for Saragva Batata nu shaak)

  • 300 ગ્રામ સરગવો
  • 6-7 સરગવાની સ્ટીક સ્ટીક
  • 1 નંગ લીલું મરચું
  • 6-7મીઠા લીમડાના પાન
  • 1 નંગ સુકી ડુંગળી
  • 2 નંગ મીડિયમ સાઇઝના બટેટા
  • 1 નંગ ટમેટું

સરગવા બટેટાનું શાક બનાવવા માટે સૌપ્રથમ 300 ગ્રામ જેટલો સરગવો સ્ટીક લેવાની છે એટલે કે છ થી સાત સરગવાની સિંગ લેવાની છે. અને મિડીયમ જાડી એવી દળવાળી સરગવાની સિંગ લેવાની છે. અને 1 લીલું મરચું ઝીણું કાપેલું, છ થી સાત મીઠા લીમડા ના પાન, 1 નંગ ઝીણી કાપેલી ડુંગળી, 2 નંગ બટેટા ની છાલ ઉતારી લેવી, અને 1 નંગ ઝીણું કાપેલું ટામેટું લેવાનું છે.

હવે એક કુકર લેવું અને સરગવો પહેલા તેમાં બાફેલી લેવાનો છે તો તેની માટે સરગવાને 4 && ટુકડામાં કાપી લેવાનો છે. ચપ્પુની મદદથી બધા જ સરગવાની સ્ટીક ના કટકા કરી લેવા.

હવે બધી જ સ્ટીક કપાઇ જાય એટલે તેમાં બટેટાને બે પીસ કરી કુકરમાં સરગવાની સાથે જ બાફી લેવાંના છે અને કૂકરમાં એક ગ્લાસ જેટલું પાણી અને એક ચમચી જેટલું મીઠું નાખી કૂકરના ઢાંકણને બંધ કરી તેને બે વિશલમાં સરગવો અને બટેટા ને સરસ રીતે બાફી લેવાંના છે. જો વધારે વિશલ કરશો તો સરગવો વધારે બફાઈ જશે અને શાક બરાબર નહીં બને.

હવે કુકરમાંથી બધી જ હવા તેની જાતે જ નીકળી જાય પછી કૂકરનું ઢાંકણ ખોલી તેમાં જે પાણી છે તે બધું જ બહાર કાઢી લેવાનું છે અને તે બાફેલા સરગવા નું પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ પાણીનું સેવન કરવાથી વેટલોસ થાય છે અને ડાયટિંગ તેમજ ડાયાબિટીસ માટે ફાયદાકારક છે કબજિયાતથી પ્રોબ્લેમ્સ વાળા વ્યક્તિ માટે પણ આ સરગવા નું પાણી ખૂબ જ ફાયદાકારક છે તો આ સરગવો બાફેલા પાણીને નાખી દેવા કરતાં ઘરના બધા જ સભ્યો ને થોડું થોડું પીવડાવવું જોઈએ. હવે બાફેલા બટેટાના નાના પીસ કરી લેવાના છે અને બાફેલા સરગવાના શાકમાં બાફેલા બટેટા નાખવાથી સરગવાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે.

બટેટાના પીસ થઈ જાય એટલે શાક બનાવવા માટે ગેસ ઉપર એક પેન મૂકવું. અને તેમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકી દેવું. તેલ ગરમ થાય એટલે તેમાં આખું જીરું નાંખવું અને ચપટી હિંગ નાંખવી અને સાથે જ મીઠા લીમડાના પાન ઉમેરવા હવે તેમાં ઝીણી કાપેલી ડુંગળી ઝીણું કાપેલું મરચું ઉમેરી તેને સાંતળી લેવું અને હવે તેમાં ઝીણું કાપેલું ટામેટું ઉમેરી તેને પણ સાંતળી લેવાનું છે.

હવે સરસ સંતળાઈ જાય એટલે તેમાં મસાલા એડ કરી લેવા અને સૌપ્રથમ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું. હવે તેમાં અડધી ચમચી હળદર પાઉડર, ૧ ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર નાખી સરસ રીતે બધા જ મસાલા મિક્સ કરી લેવા. તેમાં બાફેલા બટેટા ઉમેરી મિક્સ કરી લેવા અને તેમાં બાફેલા સરગવાની સિંગ ઉમેરી તેને પણ સરસ રીતે મિક્ષ કરી લેવું અને હવે તેની ઉપર કાપેલા લીલા ધાણા sprinkle કરી લેવા.

તો રેડી હશે અને અનેક ફાયદાઓ થી ભરપૂર એવું સરગવા બટાકા નુ શાક આ રેસિપી તમને પસંદ આવે તો તમે પણ અમારી વેબસાઈટમાંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

વેજ હાંડી બનાવવાની એકદમ સરળ રીત
લીલી હળદરનું શાક બનાવવાની રીત
પાવભાજી બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.