The Devyani's KitchenTest of Restaurant at Home
શેરડીનો રસ બનાવવાની રીત | શેરડી વગર ગરમીઓ માટે ઠંડો શેરડીનો રસ | Sherdi no ras banavani rit | Sherdi no ras Recipe in Gujarati

શેરડીનો રસ બનાવવાની રીત | શેરડી વગર ગરમીઓ માટે ઠંડો શેરડીનો રસ | Sherdi no ras banavani rit | Sherdi no ras Recipe in Gujarati

આજે આપણે બનાવવાના છીએ ગરમીઓમાં જ શરીરને ઠંડક અને શક્તિ આપે તેવો શેરડી વગર શેરડીનો રસ. આ નવું શરબત બનાવતા માત્ર પાંચ મિનિટનો ટાઈમ લાગે છે અને આ શરબત હેલ્થી અને ટેસ્ટી બને છે અને આ શરબત નો ટેસ્ટ એકદમ શેરડીના રસ જેવો જ આવે છે તો ચાલો ઘરે જ એકદમ ફટાફટ બની જાય તેવું નવું શરબત બનાવવાનું શરૂ કરીએ.

( Tags- શેરડીનો બનાવવાની રીત | શેરડી વગર ગરમીઓ માટે ઠંડો શેરડીનો રસ | ઘરે જ શેરડીનો રસ બનાવવાની રીત | પરફેક્ટ ટેસ્ટ અને ટિપ્સ સાથે શેરડીનો રસ | Sherdi no ras banavani rit | Sherdi no ras Recipe in Gujarati | How to make Sherdi no ras )

  • 500 ગ્રામ ગોળ
  • 10 થી 12 ફુદીનાના પાન
  • 1/4 સંચળ પાવડર
  • 1 નાનો આદુનો ટુકડો
  • 1 લીંબુનો રસ

હવે એક કાચનુ બાઉલ લેવું અને ચપ્પુની મદદથી ગોળને બે થી ત્રણ ટુકડામાં કાપી લેવાનો છે અને ગોળ કપાઈ જાય એટલે તેમાં એક ગ્લાસ પાણી ઉમેરવું પાણી ઉમેરી એકાદ મિનિટ રહેવા દેવું એટલે ગોળ છે તે સરસ રીતે પીગળી જાય.

હવે તેમાં ફુદીનાના પાન, સંચળ પાવડર, આદુના ટુકડાને નાના પીસ કરી ઉમેરવા, ત્યારબાદ તેમાં ચાટ મસાલો અને ૧ લીંબુનો રસ ઉમેરવો.

હવે જે મિક્સ કરેલું મિશ્રણ છે તેમાં પાંચ થી છ બરફના ટુકડા ઉમેરવા અને તે મિશ્રણને બીજા વાસણમાં લઈ બ્લેન્ડર કરી લેવું. ( તમે તેને મિક્સરમાં નાખી ને પણ ક્રશ કરી શકો છો.)

હવે ક્રશ થયેલા મિશ્રણને એક બાઉલમાં ગરણી વડે ગાળી લેવું અને તે રેડી થઈ ગયેલા શરબતમાં ફરી બ્લેન્ડર ફેરવવું, જેથી કરીને શરબતમાં બબલ્સ થશે અને આ શરબત શેરડીના રસ જેવું જ તૈયાર થઇ જશે.

હવે આ શરબત ને એક સર્વિંગ ગ્લાસમાં કાઢી લેવું અને ગ્લાસમાં બે બરફના ટુકડા ઉમેરવા અને ગાર્નિશીંગ માટે એક ફુદીનાના પાન મૂકવા અને થોડો ચાટ મસાલો sprinkle કરવો અને તેને એટ્રેક્ટિવ બનાવવા માટે ગ્લાસ ઉપર લીંબુ ની સ્લાઈસ મૂકવી. તો એકદમ શેરડીના રસ જેવું જ શરબતની રેસિપી પસંદ આવી હોય તો તમે પણ અમારી વેબ સાઇટ માંથી જોઇને સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

વરીયાળી કોલ્ડડ્રિંક બનાવવાની રીત
લીંબુ સોડા બનાવવાની રીત
મસાલા છાશ બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.