The Devyani's KitchenTest of Restaurant at Home
ત્વચાને નિખારવા માટેના કુદરતી ઉપાય એકવાર જરૂરું અજમાવી જુઓ. Chamdi nikharwa matena Kudarati Upay | Beauty Tips

ત્વચાને નિખારવા માટેના કુદરતી ઉપાય એકવાર જરૂરું અજમાવી જુઓ. Chamdi nikharwa matena Kudarati Upay | Beauty Tips

ત્વચાને નિખારવા, ચમકીલી કરવા કુદરતે આપણને ઘણી એવી ચીજો આપી છે જેનો ઓછા ખર્ચે વધુ લાભ ઉઠાવી શકાય છે.

ત્વચાના મૃત કોષોને દૂર કરવા એક કપ દાણાદાર સાકરમાં બે ચમચા વનસ્પતિ તેલ ભેળવી પાતળી પેસ્ટ બનાવવી અને તેનાથી શરીર પર માલિશ કરવું. શરીરના શુષ્ક ભાગ જેમકે કોણી, ઘૂંટણ પર વધુ માલિશ કરવું અને પછી ઠંડા પાણીથી સાફ કરી કોઇ સારું લોશન લગાડવાથી ત્વચા ચિકણી થશે.

ચહેરા પરથી મૃત કોષોને દૂર કરવા એક અન્ય ઉપાય એ પણ છે કે આઠ-દલ બદામને કરકરી વાટી ધીરે-ધીરે ચહેરા પર રગડવી અને સુકાઇ જાય બાદ ચહેરો ધોઇ નાખવો અને નરમ ટુવાલથી લૂછી નાખવો.

ત્વચામાં નિખાર લાવવા પાકા સંતરાની પેશીને થોડા પાણીમાં ઉકાળી છૂંદવી. ઠંડી પડે ગાળી લેવું અને લગભગ ૨૦ મિનિટ ત્વચા પર લગાડવું. ત્યાર બાદ હુંફાળા પાણીથી ત્વચા ધોઇ નાખવી. થોડા જ દિવસોમાં વાન નિખરશે, ત્વચાની કાળાશ દૂર કરવા તથા ચમકીલી કરવા કાચા બટાકા અને ખીરાનો રસ સપ્રમાણ માત્રામાં ભેળવી તેમાં થોડું ગુલાબજળ તથા ગ્લિસરિન ભેળવવું. આ મિશ્રણથી ગરદન, કોણી,
હાથ અને ચહેરા પર લગાડવું. થોડી વાર રહી હુંફાળા પાણીથી સ્નાન કરવું. થોડાજ દિવસોમાં વાન નિખરશે.

કાંતિહીન ત્વચાને ફરી કાંતિ પ્રદાન કરવા પાકેલા ચીકુના ગરને મસળીને અડધો કલાક સુધી ફેસ પેકની માફક લગાડવું અને પછી સાફ કરવા હુંફાળા પાણીથી ચહેરો ધોઇ નાખવો.

ત્વચાને ટાઇટ રાખવા સ્ટ્રોબેરી અથવા પપૈયાનો ગર ફેસપેકની માફક ચહેરા પર લગાડવો. આ માંસપેશિયોને ટાઇટ કરીને નવું જીવન આપે છે. ખીલના ડાઘા દૂર કરવા જાયફળને ઘસી
તેનો લેપ બનાવી ચહેરા પર લગાડવો. ડાઘ દૂર થવાની સાથેસાથે વાન નિખરશે.

જો ત્વચા મૃત અને કાંતિહીન થઇ ગઇ હોય તો દહીં અને ચણાનો લોટની પેસ્ટ ચહેરા અને ગરદન પર લગાડવી. થોડી સુકાઇ જાય બાદ હળવા હાથે રગડીને દૂર કરવી.

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.