The Devyani's KitchenTest of Restaurant at Home
તરબૂચનું પરફેક્ટ જ્યુસ બનાવવાની રીત | નેચરલ તરબૂચનું જ્યુસ | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | Watermelon Juice recipe in Gujarati | Tarbuch nu juice banavani rit | Summer drink recipe

તરબૂચનું પરફેક્ટ જ્યુસ બનાવવાની રીત | નેચરલ તરબૂચનું જ્યુસ | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | Watermelon Juice recipe in Gujarati | Tarbuch nu juice banavani rit | Summer drink recipe

આજે બનાવવાનું છે ઉનાળામાં પીવાની મજા પડે તેવું ઠંડુ ઠંડુ તરબૂચનું જ્યુસ. આ તરબૂચનું જ્યુસ હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને ખૂબ જ ઓછા ingredients માંથી ફટાફટ બની પણ જાય છે અને આ તરબૂચનું જ્યુસ ટેસ્ટમાં પણ એટલું જ સ્વાદિષ્ટ બને છે. તો ચાલો એકદમ ફ્રેશ અને સ્વાદિષ્ટ તેવું તરબૂચનું જ્યુસ બનાવવાનું શરૂ કરીએ.

( Tags- તરબૂચનું પરફેક્ટ જ્યુસ બનાવવાની રીત | નેચરલ તરબૂચનું જ્યુસ | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | Watermelon Juice recipe in Gujarati | Tarbuch nu juice banavani rit | Summer drink recipe | How to make Watermelon juice )

તરબૂચનું પરફેક્ટ જ્યુસ બનાવવાની રીત ( How to make Watermelon juice )

સૌપ્રથમ તરબૂચનું જ્યુસ બનાવવા માટે બે કિલો તરબૂચ લેવાનું છે અને તેને બે ભાગમાં કાપી લેવું. અને અડધા તરબૂચની નીચેની સાઈડમાં થોડું કાપી લેવાનું છે, જેથી તે એકદમ સીધું રહે.

હવે સીધું કરી તેમાંથી આઇસક્રીમ કાઢવાની સ્પૂનની મદદથી તરબૂચ માંથી પલ્પ કાઢી લેવું અને બધું જ તરબૂચના પલ્પને બાઉલમાં કાઢી ખાલી તરબૂચ ના ફાડાને ચપ્પુની મદદથી ડિઝાઇન કટ કરી લેવાની છે અને તેમાં તરબૂચનું જ્યુશ બનાવેલું હોય તેને ફાડામાં સર્વ કરી દેવાનું છે.

હવે બાઉલમાં તરબૂચ માંથી બીજ કાઢી લેવાના અને તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી અને થોડો સંચળ પાવડર, થોડો ચાટ મસાલો અને સાથે એક ચમચી ખાંડ ઉમેરી, તરબૂચ મોળું હોય તો તેમાં ખાંડ વધારે ઉમેરી દેવાની છે અને તેમાં પ્રેસ કરી તરબૂચનો રસ કાઢી લેવાનો છે અને તેમાંથી થોડો તરબૂચનો રસ અને પલ્પને, તૈયાર કરેલા તરબૂચ ના ફાડામાં ઉમેરી અને તેમાં લીંબુની સ્લાઈસ મૂકી દેવાની છે અને ice cube નાખી દેવું.

હવે તરબૂચ વાળા બાઉલમાં બ્લેન્ડર કરી લેવું તો આ તૈયાર કરેલા જ્યુસને તરબુચના બાઉલમાં ઉમેરી દેવું. તો એકદમ ફ્રેશ ગરમીમાં પીવાની મજા પડે તેવું તરબૂચ નો જ્યુસની રેસીપી પસંદ આવે તો તમે પણ અમારી વેબ સાઇટમાંથી જોઇને ઘરે સરળતાથી બનાવી શકો છો.

અમારી એકદમ સરળ અને બનાવામાં એકદમ ટેસ્ટી રેસિપિઓ ને પણ જોઈ સકો છો જેવી કે,

મેંગો ફ્રૂટી બનાવવાની રીત
તૂટી-ફૂટી બનાવવાની રીત
વેનીલા આઇસક્રીમ બનાવવાની રીત

Join the discussion

The Devyani's Kitchen

About

ધી દેવયાની કિચન એક ગુજરાતી વેજિટેરિયન રેસીપી માટેની વેબસાઈટ છે. અમારી વેબસાઇટ માં તમે વિવિધ ગુજરાતી વ્યંજનો, પંજાબી વ્યંજનો અને ફેમસ રેસીપી ડીશ ની રેસીપી એકદમ સરળ રીતે વાંચી અને જોઈ શકો છો. સાથે સાથે જ અમે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે YouTube , Facebook , Instagram અને Pinterest (પિન્ટરેસ્ટ) માં પણ છીએ. youtube ની અંદર અમારી પોતાની રેસીપી ગુજરાતી રેસીપી youtube ચેનલ છે જે માં તમે વિભિન્ન વેજીટેરિયન રેસીપી ને જોઈ શકો છો અને તમે ઘરે બનાવી શકો છોThe Devyani’s Kitchen is for Foodie people , I am Making short videos of new Indian veg recipes and sharing new tips for cooking. Its easy for viewer to make fast and perfect recipe in short time.